Gujarat: અરવલ્લીના મોડાસાના પાસે એમ્બ્યુલન્સમાં ભીષણ આગથી 4 ના મોત
- Gujarat: આગ લાગતા ડોક્ટર, નર્સ અને બાળકનું મોત
- એમ્બ્યુલન્સમાં આગ લાગવાનું કારણ અકબંધ
- આગળ બેઠેલા ચાલક અને બાળકના સબંધીનો બચાવ
Gujarat: અરવલ્લીના મોડાસાના રાણાસૈયદ ચોકડી પાસે 4 લોકો આગમાં ભડથું થયા છે. જેમાં એમ્બ્યુલન્સમાં આગ લાગતા ડોક્ટર, નર્સ અને બાળકનું મોત થયુ છે. એમ્બ્યુલન્સમાં રહેલા એક નાના બાળક સહિત 4 લોકો ભડથું થયા છે.
એમ્બ્યુલન્સમાં આગ લાગવાનું કારણ અકબંધ
એમ્બ્યુલન્સમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ભીષણ આગ લાગી હતી. જેમાં આગળ બેઠેલા ચાલક અને બાળકના સબંધીનો બચાવ થયો છે. તથઆ એક દિવસના બાળકને સારવાર માટે અમદાવાદ લઈ જઈ રહ્યા હતા. જેમાં મોડાસા પાલિકાની ફાયરવિભાગે આગ પર કાબૂ મેળવ્યો છે.
રોડ પર દોડતી એમ્બ્યુલન્સના સીસીટીવી સામે આવ્યા
અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણાસૈયદ ચોકડી પાસે મોડી રાત્રે આશરે 1 વાગ્યે એક અત્યંત કરૂણ દુર્ઘટના બની છે. ધનસુરા તરફ જતા રોડ પર પેટ્રોલપંપની સામેથી પસાર થઈ રહેલી એક એમ્બ્યુલન્સમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી, જેમાં સવાર 4 લોકો જીવતા ભડથું થઈ જતાં સ્થળ પર જ મોત નીપજ્યા છે. રોડ પર દોડતી એમ્બ્યુલન્સના સીસીટીવી સામે આવ્યા છે.
Gujarat: પાછળના ભાગમાં બેઠેલા ચાર લોકો સળગી જતાં મૃત્યુ પામ્યા
મહીસાગર જિલ્લાના લુણાવાડાના રહેવાસી જીગ્નેશભાઈ મહેશભાઈ મોચીના તાજા જન્મેલા બાળકને વધુ સારવાર માટે મોડાસાની રીચ હોસ્પિટલથી અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યું હતું. આ ગોઝારી ઘટના બની હતી. જેમાં એમ્બ્યુલન્સના પાછળના ભાગમાં બેઠેલા 4 લોકો સળગી જતાં મૃત્યુ પામ્યા હતા. એમ્બ્યુલન્સમાં આગ લાગતાં ડ્રાઈવરે વાહન ઊભું રાખ્યું હતું. આગળના ભાગમાં બેઠેલા લોકો દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે.
એમ્બ્યુલન્સમાં આગ લાગતા 4ના મોત મુદ્દે SPનું નિવેદન
એમ્બ્યુલન્સમાં આગ લાગતા 4ના મોત મુદ્દે SPનું નિવેદન સામે આવ્યું છે. જેમાં પાછળની જગ્યાએ એમ્બ્યુલન્સમાં આગની ઘટના બની છે. એમ્બ્યુલન્સમાં કુલ 7 લોકો સવાર હતા, 4 ના મોત થયા છે. પાછળની તરફ બેસેલા તમામ 4 ના મોત નીપજ્યા છે. તથા એમ્બ્યુલન્સમાં આગળ બેસેલા 3 નો બચાવ થયો છે.
આ પણ વાંચો: Delhi Blast કેસમાં NIAની તપાસમાં મોટો ખુલાસો, ડ્રોન-રોકેટ હુમલાનું હતુ ષડયંત્ર