Kutch: ટ્રેનની અડફેટે આવતા પરિવારના 3ના મોત નીપજ્યા
- અંજારના ભીમાસર ચકાસર નજીક બન્યો બનાવ
- રેલવે ટ્રેક ક્રોસ કરતા સમયે ટ્રેન નીચે આવતા મોત
- પતિની સામે જ બે પુત્રો અને પત્નીનું થયું મોત
Kutch: કચ્છમાં ટ્રેનની અડફેટે આવતા ત્રણ લોકોના મોત નીપજ્યા છે. જેમાં અંજારના ભીમાસર ચકાસર નજીક બનાવ બન્યો છે. તેમાં રેલવે ટ્રેક ક્રોસ કરતા સમયે ટ્રેન નીચે આવી જતા પરિવાર વિખેરાયો છે. રેલવે પાટા પર કચ્છ એક્સપ્રેસ ટ્રેન આવી રહી હતી તે દરમિયાન આ અકસ્માત થયો હતો. જેમાં પતિની સામે જ બે પુત્રો અને પત્નીનું મોત થયુ છે. જેમાં ગાંધીધામ રેલવે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
કચ્છમાં ટ્રેન નીચે આવી જવાના કારણે ત્રણના મોત થતા અરેરાટી
કચ્છમાં ટ્રેન નીચે આવી જવાના કારણે ત્રણના મોત થતા અરેરાટી મચી છે. જેમાં ટ્રેનના પાટા ક્રોસ કરતી વખતે કચ્છ એક્સપ્રેસ નીચે આવી જતા કરુણાતીકા સર્જાઈ છે. તેમાં પતિની નજરો સામે અઢી માસ અને નવ વર્ષના પુત્ર સાથે પત્નીનું મોત થતાં પરિવારમાં શોક ફેલાયો છે. ત્યારે ગાંધીધામ રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે. મોડી રાત્રે કચ્છ એક્સપ્રેસની અડફેટે આવતા 3 લોકોના મોતથી રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે. મોતનું સચોટ કારણ શોધી શકાયું નથી.
ભીમાસર બાજુ જવા પાટા ઓળંગતી વખતે ટ્રેન નીચે આવી ગયા
ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લાના અંજારના ભીમાસર નજીક મહિલા અને તેના બે પુત્રો પાલનપુર ટ્રેનમાં પરત ફરી વળ્યા હતા, ત્યારે ભીમાસર બાજુ જવા પાટા ઓળંગતી વખતે ટ્રેન નીચે આવી જતાં 3 લોકોના મોત થયા છે. ગાંધીધામ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પતિની નજર સામે પત્ની, પુત્રોના મોત થતાં પરિવાર વિખેરાઈ ગયો છે.
આ પણ વાંચો: Gandhinagar પોલીસ ભવનનો નકલી ક્લાર્ક ઝડપાયો, બદલી કરાવવાના નામે રૂપિયા પડાવતો


