'દાદા સરકાર' ને 3 વર્ષ પૂર્ણ, પ્રવક્તામંત્રી Rishikesh Patel સાથે Gujarat First ની ખાસ વાતચીત
- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની 'દાદા સરકાર' ને 3 વર્ષ પૂર્ણ થયાં
- પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલ સાથે ગુજરાત ફર્સ્ટે ખાસ વાતચીત
- અલગ અલગ મુદ્દાઓ પર આપી પ્રતિક્રિયા, કોંગ્રેસ પર સાધ્યું નિશાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) 'દાદા સરકાર' ને આજે 3 વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિત્તે 'દાદા સરકાર' ની (Dada Government) 3 વર્ષની કામગીરી અંગે પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલ સાથે ગુજરાત ફર્સ્ટે (Gujarat First) ખાસ વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel) વિપક્ષનાં આરોપો, ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી, યોજનાઓ અને મંત્રી મંડળનાં વિસ્તરણ અંગેની અટકળો પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.
સમગ્ર દેશમાં ગુજરાતે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે : ઋષિકેશ પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની 'દાદા સરકાર' નાં (Dada Sarkar) ત્રણ વર્ષ પૂર્ણ થતાં પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલ સાથે ગુજરાત ફર્સ્ટે (Gujarat First) ખાસ વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન ઋષિકેશ પટેલ 'દાદા સરકાર' ની કામગીરી અંગે વાત કરતા જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ગુજરાતે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. રાજ્ય સરકારે અનેક પોલિસી બનાવી છે જે રાજ્યને પોલિસી ડ્રીવન સ્ટેટ બનાવે છે.
આ પણ વાંચો - Narmada : ચૈતર વસાવાના આરોપ પર મનસુખ વસાવાની પ્રતિક્રિયા, કહ્યું - તેમનો સ્વભાવ લોકો સાથે ઘર્ષણ કરી..!
Gujarat: 'દાદા' સરકારના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ | Gujarat First@narendramodi @AmitShah @PMOIndia @Bhupendrapbjp @CMOGuj @sanghaviharsh #NarendraModi #amitshah #cmbhupendrapatel #Sushasan3Years #GoodGovernance #VikasYatra #DadaNiSarkar #GovernanceMilestone #3YearsOfProgress… pic.twitter.com/1z4KeeDch7
— Gujarat First (@GujaratFirst) September 13, 2024
'અમે રાજ્યની જનતાની સુખાકારી માટે મક્કમ છીએ'
ભ્રષ્ટ અધિકારીઓ અંગે પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel) જણાવ્યું કે, કોઈ અધિકારી જો ફરજ પર બેરદરકારી દાખવશે તો તેને ઘરભેગા કરવામાં અમે ખચકાઈશું નહિં. ભ્રષ્ટ અધિકારીઓની બેનામી સંપત્તિ જપ્ત કરવા માટે અમે વિધાનસભામાં બિલ પણ લાવ્યા છીએ. જે પ્રમાણે રાજ્યમાં કામગીરી પણ થઈ રહી છે. ઉપરાંત, સરકારની નિષ્ફળ કામગીરી અંગે કોંગ્રેસનાં (Congress) આક્ષેપો પર પ્રવક્તામંત્રીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કોંગ્રેસ માત્રને માત્ર વિરોધ અને આક્ષેપ કરવાનું જ કામ કરે છે. પરંતુ, આજ દિન સુધી કોંગ્રેસ એક પણ આક્ષેપ સાબિત કરી શકી નથી. અમે રાજ્યની જનતાની સુખાકારી માટે મક્કમતા સાથે કામ કરી રહ્યા છીએ.
દાદા સરકારની 3 વર્ષની કામગીરી અંગે Rushikesh Patel સાથે ખાસ વાતચીત | Gujarat First@Bhupendrapbjp @irushikeshpatel#gujarat #bhupendrapatel #gujaratcm #rushikeshpatel #Gfcard #Gujaratfirst pic.twitter.com/RRPmt65ZFx
— Gujarat First (@GujaratFirst) September 13, 2024
આ પણ વાંચો - Rajkot : સનાતન ધર્મને લજવતા સાધુનો Video વાઇરલ, ધાર્મિક સ્થળ પર કર્યું શર્મનાક કૃત્ય!
અમારી સરકાર ટનાટન રીતે ચાલી રહી છે : ઋષિકેશ પટેલ
ખુદ ભાજપનાં (BJP) નેતાઓ જ વિપક્ષની ભૂમિકા ભજવતા હોવાનાં મુદ્દે પ્રવક્તામંત્રીએ (Rishikesh Patel) કહ્યું કે, ભાજપનો ધારાસભ્ય પણ જનપ્રતિનિધિ છે. લોકોનાં પ્રશ્નો ઊઠાવવા એ કઈ ખોટું નથી. 'દાદા સરકાર'નાં મંત્રીમંડળનાં વિસ્તરણ અંગેની અટકળો પર પ્રવક્તામંત્રીએ જણાવ્યું કે, અમારી સરકાર ટનાટન રીતે ચાલી રહી છે. મંત્રીમંડળનું વિસ્તરણ કરવાનો નિર્ણય મોવડી મંડળ નક્કી કરતું હોય છે. ભવિષ્યમાં જરૂરિયાત જણાય તો એ નિર્ણય લેવાનો અધિકાર અમારા મોવડી મંડળનો જ છે.
આ પણ વાંચો - Jamnagar : GG હોસ્પિટલનો ટ્રોમા વોર્ડ અચાનક દર્દીઓથી ઊભરાયો, બાળકો સહિત 100 થી વધુ લોકો દાખલ