ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગાંધીનગરના કલોલના નારદીપુરના 3 યુવકોએ તળાવમાં કૂદીને કર્યો આપઘાત, જીવન ટૂંકાવતા પહેલા વીડિયો કર્યો વાયરલ

નારદીપુરના તળાવમાં એકસાથે ત્રણ યુવકોએ કૂદીને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે
10:01 PM Sep 29, 2025 IST | Mustak Malek
નારદીપુરના તળાવમાં એકસાથે ત્રણ યુવકોએ કૂદીને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે
નારદીપુર

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામમાં આજે સોમવારે એક અત્યંત ચોંકાવનારો અને કરુણ બનાવ સામે આવ્યો છે. નારદીપુરના તળાવમાં એકસાથે ત્રણ યુવકોએ કૂદીને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે . સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફરી વળી છે.પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને કાઢવાની તજવીજ હાથ ધરી હતી.

  નારદીપુરના તળાવમાં 3 યુવકોનો આપઘાત
પ્રાપ્ત માહિતી અનુસાર  ગાંધીનગરના નારદીપુરના ભમ્મરિયા વડ પાસેના તળાવમાં કૂદીને 3 યુવકોએ આપઘાત કર્યો છે.  આપઘાત કરનાર ત્રણેય યુવકોએ તળાવમાં કૂદીને જીવન ટૂંકાવતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પણ વાયરલ કર્યો હોવાનું જાણવા મળે છે. એકસાથે ત્રણ યુવાનો દ્વારા આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ભરવાના કારણે અનેક સવાલો ઊભા થયા છે.પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને કાઢવાની તજવીજ હાથ ધરી છે.

નારદીપુર ના તળાવમાં આપઘાત કરનારા યુવકોની થઇ ઓળખ 

નોંધનીય છે કે આપઘાત કરનારા ત્રણેય યુવકોની ઓળખ થઈ ગઈ છે. તેમના નામ ધૈર્ય શ્રીમાળી, કૌશિક મહેરીયા, અને અશોક વાઘેલા હોવાનું જાણવા મળ્યું છે. આ ત્રણેય યુવકો નારદીપુરના જ રહેવાસી હતા.આ ઘટનાની જાણ થતાં જ કલોલ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહોને બહાર કાઢીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે વીડિયોની ચકાસણી શરૂ કરી દીધી છે, જેથી ત્રણેય યુવકોએ અગમ્ય કારણોસર કેમ આત્મહત્યા કરી તેનું રહસ્ય ઉકેલી શકાય. એક સાથે આત્મહત્યા કરવા પાછળનું ચોક્કસ કારણ, કોઈ દબાણ કે અંગત સમસ્યા હતી કે કેમ તે અંગે પોલીસ સઘન તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:   ગાંધીનગરમાં મહેસુલ વિભાગની નેશનલ કોન્ફરન્સ યોજાશે,વિવિધ રાજ્યોના મહેસુલ સચિવો રહેશે હાજર

Tags :
GandhinagarGujarat FirstGujarat Newsinstagram postKalol SuicideNardipur Lake Tragedypolice investigationshocking incidentSuicide by DrowningThree Youths Deadviral videoYouth Suicide
Next Article