ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગુજરાતની ૩૫ ગ્રામ પંચાયતો સ્માર્ટ વિલેજ જાહેર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મહત્વપૂર્ણ કદમ ગુજરાતની ૩૫ ગ્રામ પંચાયતો સ્માર્ટ વિલેજ જાહેર રાજ્યના 16 જિલ્લાની 35 ગ્રામ પંચાયતો સ્માર્ટ વિલેજ જાહેર   સ્માર્ટ વિલેજને મળશે રૂ. 5 લાખનો પુરસ્કાર  ગ્રામ પંચાયત વિકાસ કામો માટે સ્વભંડોળમાં રકમનો કરી શકશે ઉપયોગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...
10:24 PM May 31, 2023 IST | Vipul Pandya
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મહત્વપૂર્ણ કદમ ગુજરાતની ૩૫ ગ્રામ પંચાયતો સ્માર્ટ વિલેજ જાહેર રાજ્યના 16 જિલ્લાની 35 ગ્રામ પંચાયતો સ્માર્ટ વિલેજ જાહેર   સ્માર્ટ વિલેજને મળશે રૂ. 5 લાખનો પુરસ્કાર  ગ્રામ પંચાયત વિકાસ કામો માટે સ્વભંડોળમાં રકમનો કરી શકશે ઉપયોગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મહત્વપૂર્ણ કદમ
ગુજરાતની ૩૫ ગ્રામ પંચાયતો સ્માર્ટ વિલેજ જાહેર
રાજ્યના 16 જિલ્લાની 35 ગ્રામ પંચાયતો સ્માર્ટ વિલેજ જાહેર  
સ્માર્ટ વિલેજને મળશે રૂ. 5 લાખનો પુરસ્કાર 
ગ્રામ પંચાયત વિકાસ કામો માટે સ્વભંડોળમાં રકમનો કરી શકશે ઉપયોગ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 35 ગ્રામ પંચાયતોને સ્માર્ટ વિલેજ તરીકે જાહેર કરી છે. 16 જીલ્લાના આ 35 ગામોને 5 લાખ રુપિયાનો પુરસ્કાર મળશે અને ગ્રામ પંચાયતો વિકાસના કામો માટે સ્વભંડોળ રકમનો ઉપયોગ કરી શકશે.
સ્માર્ટ વિલેજ પસંદગી માટે 11 માપદંડો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાના ગામોને શહેરોની સમકક્ષ બનાવવા સ્માર્ટ વિલેજનો વિચાર આપ્યો હતો અને તેને આગળ ધપાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્માર્ટ વિલેજની યોજનાને આગળ ધપાવી છે. સ્માર્ટ વિલેજ યોજનામાં ગામમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા તથા ગામના લોકોમાં ક્વોલિટી ઓફ લાઇફમાં સુધારો કરવા અને માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. સ્માર્ટ વિલેજ પસંદગી માટે 11 માપદંડો રાખવામાં આવ્યા છે. સરસ ગ્રામ ગાર્ડન, ફરજીયાત ડોર ટુ ડોર કલેક્શન, ધરેક મકાનમાં નળ કનેક્શન, સ્માર્ટ ઇ ગ્રામ સેન્ટરની સુવિધા, પંચાયત વેરા વસુલાત તથા રસ્તા નિયમીત સાફ થાય અને ઉકરડા ના હોય, ગટર યોજના, ગ્રામ પંચાયત કચેરી ઉપર સોલર રુફટોપ, ઓપન ડેફીકેશન ફ્રી વિલેજ, લાઇટ બિલ ભરવાની નિયમીતતા અને ગામતળના રસ્તાને પાકા કરવાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો---PM MODI આગામી 5મી જૂને ગુજરાતની મુલાકાતે…વાંચો કેમ…!
Tags :
Bhupendra PatelGujaratsmart villages
Next Article