Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચૌધરી સમાજના દંપતી સહિત 4 જણાને તહેરાનમાં બંધક બનાવી ખંડણી માગવામાં આવી

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચૌધરી સમાજના દંપતી સહિત 4 જણાને ઈરાનના તહેરાન ખાતે બંધક બનાવીને યાતના આપવામાં આવી છે. ક્રૂર રીતે માર મારીને પીડા આપવા પાછળનું કારણ માત્રને માત્ર ખંડણી છે. આ ઘટનાના વીડિયો અને માહિતી સામે આવતા સ્થાનિક ધારાસભ્યએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ પાસે મદદનો હાથ લંબાવ્યો છે.
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચૌધરી સમાજના દંપતી સહિત 4 જણાને તહેરાનમાં બંધક બનાવી ખંડણી માગવામાં આવી
Advertisement

Hostage in Tehran : વિદેશ જવાની ઘેલછામાં ગુજરાતના અનેક પરિવારો મોતને ભેટ્યા છે. કેટલાંક લાપતા થયા છે અને કેટલાંક અપહરણ/યાતનાનો શિકાર બની ચૂક્યાં છે. આમ છતાં ગેરકાયદેસર રીતે વિદેશ જવાની દોટમાં ઓટ આવી નથી. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચૌધરી સમાજના દંપતી સહિત 4 જણાને ઈરાનના તહેરાન ખાતે બંધક (Hostage in Tehran) બનાવીને યાતના આપવામાં આવી છે. ક્રૂર રીતે માર મારીને પીડા આપવા પાછળનું કારણ માત્રને માત્ર ખંડણી છે. આ ઘટનાના વીડિયો અને માહિતી સામે આવતા સ્થાનિક ધારાસભ્યએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ (Amit Shah UHM) પાસે મદદનો હાથ લંબાવ્યો છે.

Advertisement

Hostage in Tehran ની પ્રથમ ઘટના

અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં રહેતા પંકજ પટેલ અને તેમની પત્ની નિશાબહેને થોડા સપ્તાહ પૂર્વે ગેરકાયેદસર રીતે USA જવા માટે ગાંધીનગરના એક એજન્ટ અભય રાવલ (Agent Abhay Rawal) નો સંપર્ક કર્યો હતો. વાયા વાયા અમેરિકામાં પટેલ દંપતીને ઘૂસણખોરી (Illegal Migrants) કરાવવા માટે એજન્ટ અભય રાવલે હૈદરાબાદના એજન્ટ શકીલનો સંપર્ક કર્યો અને શકીલે અન્ય એક એજન્ટનો સંપર્ક કરી ડીલ નક્કી કરી હતી. પટેલ દંપતીને અમેરિકા મોકલવા માટે જુહાપુરાના ટ્રાવેલ એજન્ટ માજીદ ખોખરે (Travel Agent Majid Khokhar) એર ટિકિટ બુક કરી અને 3 જૂન 2023ના રોજ દંપતી હૈદરાબાદ પહોંચ્યું. 12 જૂન સુધી હૈદરાબાદમાં રોકાણ કરનારા દંપતીની સાથે અન્ય એક એજન્ટ મુનીરઉદ્દીન સિદ્દીકી પણ હૈદરાબાદથી પ્રવાસમાં જોડાયો હતો. હૈદરાબાદથી વાયા ઈરાન થઈને અમેરિકા જવા નીકળેલા પટેલ દંપતી સહિત ત્રણ જણા તહેરાન એરપોર્ટ (Tehran Airport) ખાતે ઉતરતા તેમને પાકિસ્તાની એજન્ટે હૉટલ લઈ જવાના બહાને તહેરાનમાં બંધક (Hostage in Tehran) બનાવ્યા હતા. બંધક યુવકને ઢોર માર મારી બ્લેડના ચીરા મારીને વીડિયો પરિવારજનોને મોકલ્યા હતા. રૂપિયા 14 લાખની વસૂલાત બાદ અપહ્યુત દંપતીનો છુટકારો થયો હતો.

Advertisement

ચાર જણા ઓસ્ટ્રેલિયા જતાં હતાં કે, USA ?

ગાંધીનગરના માણસા તાલુકાના બાપુપુરા ગામના એક દંપતી સહિત ચાર જણાનું અપહરણ કરીને ઈરાનના તહેરાન ખાતે બંધક બનાવાયા (Hostage in Tehran) હોવાનો મામલો સામે તાજેતરમાં સામે આવ્યો છે. માણસાના ધારાસભ્ય જયંતિભાઈ સોમાભાઈ પટેલે (J S Patel MLA) કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહને એક વિગતવારનો પત્ર લખીને ચારેય બંધકોને છોડાવવા મદદ માગી છે. પત્રમાં જણાવ્યાનુસાર ચૌધરી અજયકુમાર કાંતીભાઈ (ઉ.31), અજ્યભાઈના પત્ની પ્રિયાબહેન (ઉ.25), ચૌધરી અનિલકુમાર રઘજીભાઈ (ઉ.35) અને ચૌધરી નિખિલકુમાર રમણભાઈ (ઉ.28) ના નામ, પાસપોર્ટ નંબર સહિતની વિગતોનો ઉલ્લેખ છે. 19 ઑક્ટોબરના ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળેલા ચારેય ગુજરાતીઓને એજન્ટ દિલ્હીથી થાઈલેન્ડ અને વાયા દુબઈ થઈને ઈરાન ખાતે લઈ ગયો. ઈરાનના તહેરાન ખાતે આવેલા Imam Khomeini International Airport ખાતે ઉતર્યા બાદ તમામને હૉટલ લઈ જવાના બહાને બંધક બનાવી દેવાયા છે. વાસ્તવમાં આ તમામ પ્રવાસીઓ ઓસ્ટ્રેલિયા જતાં હતાં કે, અમેરિકા તે કહેવું મુશ્કેલ છે.

માર મારતો વીડિયો બનાવીને ખંડણી માગી

જૂન-2023માં પટેલ દંપતીને બંધક બનાવીને યાતના આપતો વીડિયો મોકલીને લાખો રૂપિયાની ખંડણી માગવાની ઘટના બની હતી તેનું તાજેતરમાં પુનરાવર્તન થયું છે. બે યુવકોને ક્રૂર રીતે માર મારતા વીડિયો અપહ્યુતના પરિવારજનો પાસે આવતો મામલો બાપુપુરાના સરપંચ અને તે પછી માણસા ધારાસભ્ય પાસે પહોંચ્યો હતો. લાખો/કરોડો રૂપિયાની ખંડણી આપવા માટે બિનસક્ષમ પરિવારો વિદેશની ધરતી પર બનેલી ઘટનાથી લાચાર બન્યાં છે અને મદદની ગુહાર લગાવી છે. આ મામલો દિલ્હી ખાતે પહોંચતા તમામ બંધકોને છોડવવા વિદેશ મંત્રાલય (Ministry of External Affairs) કામે લાગી ગયું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લા પોલીસે (Gandhinagar District Police) સ્થાનિક એજન્ટોની શોધખોળ તેમજ તપાસ શરૂ કરી માહિતી એકઠી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો - Income Tax Inspector ની નોકરીની લાલચ આપી ઠગ ટોળકીએ ભારતની પ્રથમ સ્માર્ટ સ્કુલનાં શિક્ષિકા પાસેથી 9.20 લાખ ખંખેરી લીધા 

Tags :
Advertisement

.

×