77th Republic Day : છત્તીસગઢના 41 ગામ સ્વતંત્રતા પછી પહેલીવાર ઉજવશે પ્રજાસત્તાક દિવસ
- 77th Republic Day : આઝાદી પછી પહેલી વખત ઉજવાશે પ્રજાસત્તાક દિવસ
- બસ્તરના 41 ગામમાં પહેલી વખત ઉજવાશે ગણતંત્ર દિવસ
- ગયા વર્ષે 13 ગામમાં લહેરાવવામાં આવ્યો હતો રાષ્ટ્રધ્વજ
77th Republic Day : છત્તીસગઢના બસ્તર ક્ષેત્રમાં આવેલા કેટલાક ગામોમાં આઝાદી પછી પહેલી વખત પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવશે. બસ્તરના 41 ગામમાં પહેલી વખત પ્રજાસત્તાક દિવસ પર ત્રિરંગો લહેરાવશે. આ પગલું રેડ ટેરરનો અંત અને શાંતિ અને વિકાસની શરુઆતનું પ્રતીક માનવામાં આવશે. આ 41 ગામમાંથી 13 બીજાપુર જિલ્લામાં, 18 નારાયણપુરમાં અને 10 સુકમા જિલ્લામાં સ્થિત છે. બસ્તર રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ સુંદરરાજ પી. એ આ માહિતી એક સમાચાર એજન્સી સાથે શેર કરી.
77th Republic Day : દાયકાઓ પછી રાષ્ટ્રીય ઉજવણીમાં લેશે ભાગ
આઈજી સુંદરરાજે જણાવ્યું હતું કે બસ્તર વિભાગના આ ગામોમાં પહેલી વાર પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવશે. આ ગામો દાયકાઓ સુધી રાષ્ટ્રીય કાર્યક્રમોથી અલગ રહ્યા હતા, પરંતુ હવે લોકશાહી અને બંધારણીય ભાવના સાથે જોડાઈ રહ્યા છે.
સુરક્ષા કૈમ્પ બન્યા પરિવર્તનનું કારણ
તેમણે સમજાવ્યું કે છેલ્લા કેટલાક મહિનામાં આ વિસ્તારોમાં સુરક્ષા કૈમ્પની સ્થાપનાથી સ્થાનિક રહેવાસીઓમાં વિશ્વાસ પુનઃસ્થાપિત થયો છે, શાસન મજબૂત થયું છે અને રાષ્ટ્ર સાથે જોડાણની ભાવના પ્રવર્તી છે.
ગયા વર્ષે 13 ગામમાં લહેરાવવામાં આવ્યો હતો રાષ્ટ્રધ્વજ
આઈજીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે, 15 ઓગસ્ટના રોજ, 13 ગામોમાં પ્રથમ વખત રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. હવે, આ સાથે, પ્રથમ વખત પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવનાર ગામોની કુલ સંખ્યા 54 થશે.
ઉલ્લેખનીય છે કે આઈજી સુંદરરાજના મતે, અભુજામદ અને રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારોમાં બસવરાજુ, કે. રામચંદ્ર રેડ્ડી, સુધાકર અને કટ્ટા સત્યનારાયણ રેડ્ડી જેવા વરિષ્ઠ માઓવાદી નેતાઓના નિષ્પ્રભાવ હોવાના કારણે ઉગ્રવાદ કમજોર પડ્યો છે.
આ પણ વાંચો : 77th Republic Day : કર્તવ્ય પથ પર આજે દુનિયા જોશે ભારતની તાકાત, જાણો આ વખતે શું છે ખાસ


