489 શખ્સોની ધરપકડ અને 3422 ગુનાઓનો પર્દાફાશ, જાણો શું છે Operation Mule Hunt?
Operation Mule Hunt: ગુજરાત પોલીસના 'ઓપરેશન મ્યુલ હન્ટ' દ્વારા સાયબર ફ્રોડ વિરુદ્ધ મોટી સફળતા મળી છે. હર્ષ સંઘવીએ વિગતો આપતા જણાવ્યું કે પોલીસે 534 ફરિયાદો નોંધી 489 શખ્સોની ધરપકડ કરી છે. આ તપાસમાં 3422 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે અને 771 મ્યુલ એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરાઈ છે, જેના દ્વારા અંદાજે 1708 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી.
Advertisement
- Operation Mule Hunt: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કરી પોસ્ટ
- ગુજરાત પોલીસના Operation Mule Hunt અંગે પોસ્ટ
- "ગુજરાત પોલીસે ઓપરેશન દરમિયાન 534 ફરિયાદો નોંધી"
- "પોલીસ દ્વારા મ્યુલ અકાઉન્ટ મામલે અત્યારસુધી 489ની ધરપકડ"
- "પોલીસ તપાસમાં 3422 ગુના પરથી પર્દાફાશ થયો"
- "771 મ્યુલ એકાઉન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી"
- "1708 કરોડ રૂપિયાની છેતરપિંડીની હતી ફરિયાદ"
Operation Mule Hunt: પૈસાની લાલચે સાયબર ક્રિમિનલ્સને બેંક એકાઉન્ટ ભાડે આપી દેતાં હોય તો ચેતી જજો. ગુજરાત રાજ્યમાં વધી રહેલા સાયબર ગુનાઓને નાથવા માટે ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવેલા ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ (Operation Mule Hunt) ના ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. આ ઓપરેશનની સફળતા અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harshbhai Sanghvi) એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોલીસની કામગીરીને બિરદાવી છે. આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય સાયબર ગુનેગારો દ્વારા નાણાકીય લેવડ-દેવડ માટે ઉપયોગમાં લેવાતા ‘મ્યુલ એકાઉન્ટ્સ’ પર કડક કાર્યવાહી કરવાનો છે.

