Navsari : 15 લાખની બોગસ ચલણી નોટ સાથે પોલીસ કોન્સ્ટેબલ સહિત 5 ઝડપાયા
અહેવાલ---સ્નેહલ પટેલ, નવસારી સુરત જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સાથે કુલ પાંચ ભેજાબાજ નવસારી જિલ્લામાં બનાવટી નોટ વટાવવા જતા વાંસદા પોલીસના હાથે ઝડપાઈ જતા બનાવટી નોટના ગોરખ ધંધાનો પડદાફાશ થયો છે. આ ભેજાબાજો પાસેથી પોલીસે બે કાર એક પિસ્તોલ અને...
08:44 PM Sep 30, 2023 IST
|
Vipul Pandya
અહેવાલ---સ્નેહલ પટેલ, નવસારી
સુરત જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સાથે કુલ પાંચ ભેજાબાજ નવસારી જિલ્લામાં બનાવટી નોટ વટાવવા જતા વાંસદા પોલીસના હાથે ઝડપાઈ જતા બનાવટી નોટના ગોરખ ધંધાનો પડદાફાશ થયો છે. આ ભેજાબાજો પાસેથી પોલીસે બે કાર એક પિસ્તોલ અને બનાવટી 15 લાખ રૂપિયા ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
2 ફોર વ્હીલરમાંથી 5 શખ્સ બોગસ ચલણી નોટ સાથે ઝડપાયા
વાંસદા પોલીસને બાતમી મળી હતી કે સુરતથી અનાવલ થઈને બે ફોર વ્હીલ વાહનમાં કેટલાક શખ્સ 500ના ભારતીય દરની બનાવટી ચલણી નોટો લઈ ભીનારથી વાંસદા તરફ આવનાર છે જે બાતમીના આધારે વાંસદા પોલીસ ટીમ દ્વારા ભીનાર ત્રણ રસ્તા ખાતે નાકાબંધી કરી હતી જેમાં બાતમી વાળી બે ફોરવ્હીલ વાહનોને અટકાવતા તેમાંથી તપાસ કરતાં પાંચ આરોપીઓ પાસેથી 500ના દરની 2994 નોટ મળી આવી હતી.
15 લાખની બનાવટી ચલણી નોટ સામે પાંચ લાખ અસલ નોટ મેળવતા
ભેજાબાજ આરોપીઓ જે પણ ગ્રાહકને બનાવટી નોટ આપતા હતા તેને ચકાસવા માટે સૌપ્રથમ અસલી નોટ આપતા હતા જેથી ગ્રાહકને વિશ્વાસ બેસ્યા બાદ 15 લાખની બનાવટી ચલણી નોટ સામે પાંચ લાખ અસલ નોટ મેળવતા હતા. બેગમાં ઉપર અસલી નોટ સજાવીને મુકતા હતા. જેથી ઉપરથી ચેક કરવામાં કોઈ પણ ગ્રાહક ભેરવાતો ન હતો.
પકડાયેલા આરોપીમાં એક પોલીસ કોન્સ્ટેબલ
આ ગોરખ ધંધામાં કુલ પાંચ આરોપીઓ સંડોવાયેલા છે જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ યોગેશ યુવરાજ સામુદ્રે સુરત હેડક્વાર્ટર ખાતે નોકરી કરે છે. જે હાલ આસારામ કેસમાં મહિલા સાક્ષીના હથિયારી સુરક્ષા ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. વાંસદા પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરવા સાથે 2994 નંગ બનાવટી ચલણી નોટ સાથે 6 નંગ 500 ની અસલી નોટ, 7 નંગ મોબાઈલ સરકારી પિસ્તોલ અને મેગેઝીન બે કાર મળી કુલ 37,42,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ કેસમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને તપાસ સોંપવામાં આવી છે જેમાં આ ટોળકી નોટ ચોક્કસ કયા પ્રકારેથી મેળવતી હતી ડુપ્લીકેટ છાપતી હતી કે કેમ, ટોળકીમાં અન્ય સભ્યો છે કે કેમ અને ભૂતકાળમાં કોને બનાવટી નોટ પધરાવી છે તેને લઈને તપાસ કરવામાં આવશે
પકડાયેલા આરોપીઓ
પકડાયેલા આરોપીઓમાં જેનીસ જગદીશભાઈ પટેલ, પ્રકાશ ગુલાબભાઈ કામલી, શ્રવણકુમાર ફુલજીભાઈ પટેલ, રાહુલ રમેશચંદ્ર શર્મા , યોગેશ યુવરાજભાઈ સામુદ્રે (પોલીસ કોન્સ્ટેબલ)નો સમાવેશ થાય છે.
Next Article