રાજૌરીમાં સુરક્ષાદળો-આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં 5 જવાનો શહીદ
જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં પાંચ જવાનો શહીદ થયા છે. સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ચાલી રહેલી અથડામણમાં અત્યાર સુધીમાં પાંચ જવાન શહીદ થયા છે. સેનાએ શુક્રવારે કહ્યું કે રાજૌરી સેક્ટરમાં ચાલી રહેલા ઓપરેશનમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણ સૈનિકો શહીદ થયા છે. વહેલી સવારે બે જવાનો શહીદ થયા હતા. સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે.
#WATCH | Jammu and Kashmir: Encounter underway between terrorists and security forces in Kesari hill area in Rajouri.
(Visuals deferred by unspecified time) pic.twitter.com/1clRZRJRnH
— ANI (@ANI) May 5, 2023
બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા
ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું કે, પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમને વિસ્તારમાં આતંકવાદી હોવાની સૂચના મળતા ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. ડીજીપીએ કહ્યું કે, સુરક્ષા દળો શંકાસ્પદ સ્થાને પહોંચતા જ છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર ફાયરિંગ કરી દીધું... ત્યારબાદ જવાબી કાર્યવાહી બાદ અથડામણ શરૂ થઈ... આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે.
બારામુલામાં પણ અથડામણ, 2 આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરના બારામૂલા જિલ્લામાં ગુરુવારે પણ સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર થયા હતા. આ અંગે પોલીસે જાણકારી આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાના વાનીગામ પયીન ક્રીરી વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની માહિતી મળતા સુરક્ષા દળો પહોંચી ગયા હતા અને તે વિસ્તારની ઘેરાબંધી કરી તપાસ અભિશાન શરૂ કરી દીધું હતું. તેમણે જણાવ્યું કે, સુરક્ષા દળો દ્વારા તપાસ અભિયાન શરૂ કરાતા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો, ત્યારબાદ અથડાણ શરૂ થઈ હતી. તેમણે કહ્યું કે, જે સ્થળે અથડામણ થઈ, તે સ્થળેથી એકે47 રાયફલ અને એક બંદુક, હથિયારો, દારુગોળો સહિત ગુનાહિત સામગ્રી જપ્ત કરવામાં આવી છે.
આપણ વાંચો- જમીન વિવાદમાં બે પક્ષ વચ્ચે થયો ગોળીબાર, 6 લોકોના મોત, જુઓ VIDEO


