Bhuj : એક જ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનની અસર થતા સારવાર અર્થે ખસેડાયા
- ભુજમાં એક જ પરિવારના 5 લોકોને ફૂડ પોઇઝનની અસર
- ભોજન લીધા બાદ એક જ પરિવારના 5 લોકોને ફૂડ પોઇઝન
- ભીડનાકા બહાર આવેલી ઝમઝમ હોટલમાં લીધું હતું ભોજન
- 5 સભ્યોને વાયબલ હોસ્પિટલમાં દાખલ, એક વ્યક્તિ વેન્ટીલેટર પર
ભુજમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ હોટલમાં ભોજન લીધા બાદ અચાનક જ તેઓની તબીયત લથડતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ભુજમાં ભીડનાકા બહાર આવેલી ઝમઝમ હોટલમાં બપોરે પરિવાર દ્વારા પનીર ટીકા, કીમો અને છાસ પીધી હતી. જે બાદ તેઓની તબીયત લથડી હતી.
બ્લડ સેમ્પલ લઈ સારવાર શરૂ કરી
અચાનક એક જ પરિવારના પાંચ સભ્યોની તબીયત લથડતા તેઓને સારવાર અર્થે તાત્કાલીક વાયબલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં હાજર તબીબ દ્વારા તેઓને તાત્કાલીક સારવાર આપવામાં આવી હતી. જેમાં એક વ્યક્તિ હાલ વેન્ટીલેટર પર સારવાર હેઠળ છે. તબીબ દ્વારા 5 સભ્યોના બ્લડ સેમ્પલ લઈ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલ્યા છે. તેમજ તમામ 5 સભ્યોની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.
ભુજમાં એક જ પરિવારના 5 લોકોને ફૂડ પોઇઝનની અસર ભોજન લીધા બાદ એક જ પરિવારના 5 લોકોને ફૂડ પોઇઝન ભીડનાકા બહાર આવેલી ઝમઝમ હોટલમાં લીધું હતું ભોજન 5 સભ્યોને વાયબલ હોસ્પિટલમાં દાખલ, એક વ્યક્તિ વેન્ટીલેટર પર 5 સભ્યોના બ્લડ સેમ્પલ લઈ સારવાર આગળ વધારાઈ#Gujarat #kutch #bhuj #FoodPoisoning… pic.twitter.com/Qk2ZSfhZUk
— Gujarat First (@GujaratFirst) June 6, 2025
પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ શરૂ કરી
આ ઘટનાની જાણ હોટલ સંચાલકને થતા હોટલ સંચાલક દ્વારા હોટલ બંધ કરી ભાગી ગયો હતો. આ સમગ્ર મામલે હોસ્પિટલ દ્વારા બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા હોસ્પિટલ પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ Gujarat Corona Case: રાજ્યમાં કોરોના કેસમાં ફરી ઉછાળો, છેલ્લા 24 કલાકમાં નવા 170 કેસ નોંધાયા
ફ્રૂડ વિભાગ દ્વારા સેમ્પલ લેવાશે
તેમજ એક જ પરિવારના પાંચ સભ્યોને ફ્રૂડ પોઈઝનિંગની અસર થયાના સમાચાર ફ્રૂડ વિભાગને થતા ફ્રૂડ વિભાગ દ્વારા તાત્કાલીક હોટલ પર પહોંચી સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરી હતી. તેમજ હોટલ સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ Gandhinagar : કોંગ્રેસ નેતાની ધરપકડ બાદ રાજકારણ ગરમાયુ, ભાજપ-કોંગ્રેસના નેતાઓએ આપી પ્રતિક્રિયાઓ