Bhavnagar જિલ્લાના સિહોરમાં ખાણ ખનીજ વિભાગનો સપાટો, 5 વાહનો સાથે 1.35 કરોડનો મુદ્દામાલ જપ્ત
- ભાવનગર જિલ્લાના સિહોરમાં ખાણ ખનીજ વિભાગનો સપાટો
- ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ સ્થળે ખાણ ખનીજ વિભાગના દરોડા
- 1.35 કરોડનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો
- સિહોર પોલીસ મથકમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ
ભાવનગર જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ખનીજ માફીયાઓ દ્વારા ગેરકાયદે ખનન પ્રવૃતિ કરવામાં આવતી હોવાની માહિતી ખાણ-ખનીજ વિભાગને મળતા ખાણ-ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો હતો. ખાણ ખનીજ વિભાગે શિહોર તાલુકાના ઘાંઘળી ગામમાં ગેરકાયદે રીતે સાદી માટી ખનની ફરિયાના આધારે તપાસ હાથ ધરી હતી.
મુદ્દામાલ જપ્ત કરી પોલીસ સ્ટેશન મુકવામાં આવ્યો
સિહોરના નેસડા ગામે ગેરકાયદે ખનન કરતા વાહનોને ઝડપી આગળની તપાસ તેજ કરી છે. તપાસ દરમ્યાન ઘાઘલી વિસ્તારમાંથી JCB મશીન અને એક ડમ્પર મળી આવ્યા હતા. તેમજ JCB ડ્રાઈવર ઝાકિર ખાન જુમાભાઈને ગેરકાયદેસ ખનન કરતી પકડી પાડવામાં આવ્યા હતા. ખાણ ખનીજ વિભાગ દ્વારા કુલ 45 લાખનો મુદ્દામાલ જપ્ત કરી શિહોર પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યો હતો.
ગેરકાયદે ખનન વહન કરતા ડમ્પર ઝડપાયા
જ્યારે નેસડા ગામાંથી સાદી માટી તેમજ મોરમના ગેરકાયદે વહન કરતા બે ડમ્પરને પકડી પાડવામાં આવ્યા હતા. ખાણ ખનીજ વિભાગ કુલ 65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ વરતેજ પોલીસ સ્ટેશન પાસેથી બ્લેક ટ્રેપ ખનીજના ગેરકાયદે વહન કરતું એક ડમ્પર પણ ઝડપી પાડ્યું હતું. ડમ્પર તેમજ મુદ્દામાલ સહિત કુલ 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ Surat : આધેડ પર કેરી ચોરીનો આરોપ મૂકી આંબાના વૃક્ષ સાથે બાંધી ઢોર માર મારતા મોત
પાંચ વાહનો સહિત 1.35 કરોડનો મુદ્દામાલ જપ્ત
ખાણખનીજ વિભાગના અધિકારી બી.એમ. જાળોંધરાની આગેવાની હેઠળ કરવામાં આવેલ કાર્યવાહીમાં કુલ પાંચ વાહનો સહિત 1.35 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ આ તમામ વાહનો જે તે પોલીસ સ્ટેશનમાં સીઝ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ Amareli અને બાબરામાં રક્ષક જ બન્યા ભક્ષક, 2 પોલીસ કર્મી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ