Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

506 વર્ષ પહેલા નૃત્ય કરતા-કરતા 400 લોકો દુનિયા છોડીને જતા રહ્યા

Dancing plague of 1518 : આજદીન સુધી આ ઘટના પાછળનું કારણ સ્પષ્ટ નથી
506 વર્ષ પહેલા નૃત્ય કરતા કરતા 400 લોકો દુનિયા છોડીને જતા રહ્યા
Advertisement
  • Dancing ની ઘટના ફ્રાંસના સ્ટ્રાસબર્ગમાં બની
  • આજદીન સુધી આ ઘટના પાછળનું કારણ સ્પષ્ટ નથી
  • લોકો Dance કરતા-કરતા ટપોટપ મરવા લાગ્યા હતા

Dancing plague of 1518 : ઈતિહાસમાં અનેક એવી ઘટનાઓ ઘટેલી છે, જેનાથી આપણે આજદીન સુધી અજાણ છીએ. પરંતુ જ્યારે આપણી સામે આ ઘટનાઓ આવે છે, ત્યારે આપણે સૌ પ્રથમ સ્તબ્ધ થતા હોઈએ છીએ અને તે પછી દીલગીરી વ્યક્ત કરીએ છીએ. ત્યારે આવી જ એક ઘટના વિશે આજે મારે તમારે જોડે વાત કરવાની છે. આ ઘટનામાં એક સાથે 400 લોકો Dance કરતા કરતા મરી ગયા હતા. જોકે આ ઘટના આશરે 500 વર્ષ પહેલા ઘટી હતી. આ ઘટનાને સામાન્ય રીતે લોકો Dancing Plague તરીકે ઓળખે છે.

Dancing ની ઘટના ફ્રાંસના સ્ટ્રાસબર્ગમાં બની

ઈસ 1518 માં Dancing Plague ની એક અવિશ્વનીય ઘટનાનું નિર્માણ થયું હતું. જોકે આ ઘટના આજે પણ એક રહસ્યમય છે. આ Dancing Plague ની ઘટના ફ્રાંસના સ્ટ્રાસબર્ગમાં બની હતી. સ્ટ્રાસબર્ગમાં અચાનક એક દિવસે પાનખરમાં જેવી રીતે ટાળીઓમાંથી પાંદડાઓ પડવા લાગે છે, તે રીતે એક પછી એક વ્યક્તિનું Dance કરતા કરતા મૃત્યુ થયું હતું. જોકે આ Dance કલાકારો જ્યારે નાચી રહ્યા હતા, ત્યારે તેઓ વિચિત્ર પ્રકારનું Dance કરતા હતા. આ ઘટનાની શરૂઆત 1518 માં સ્ટ્રાસબર્ગમાં એફ્રેડી નામની મહિલા અચાનક રસ્તા ઉપર Dance કરવા લાગી હતી. શરૂઆતમાં આ મહિલા ઉપર કોઈ ધ્યાન આપ્યું ન હતું. પરંતુ તે પછી અમુક લોકો પણ તેની સાથે આ રીતે Dance કરવા લાગ્યા હતા. ત્યારબાદ આ ઘટનામાં ધીમે-ધીમે અનેક લોકો જોડાવા લાગ્યા હતા.

Advertisement

આ પણ વાંચો: Luxurious life માં ભારતીયો સૌથી અવલ્લ, જાણો ક્યાં સૌથી વધુ ખર્ચ કરે છે?

Advertisement

લોકો Dance કરતા-કરતા ટપોટપ મરવા લાગ્યા હતા

આશરે 400 જેટલા લોકો આ પ્રકારનું વિચિત્ર Dance કરવા લાગ્યા હતા. આ તમામ લોકો દિવસ-રાત આવી રીતે નાચી રહ્યા હતા. ત્યારે તેમાંથી એક પછી એક લોકો Dance કરતા-કરતા ટપોટપ મરવા લાગ્યા હતા. જોકે આ ઘટનાને જોઈને અનેક લોકો હેરાન થઈ ગયા હતા. તે ઉપરાંત આ પ્રકારના લોકોની સારવારમાં એક ખાસ બીમારીનું નામ સામે આવ્યું હતું. તે ઉપરાંત આ Dance કરતા લોકોમાંથી જે લોકો બચી ગયા હતા, તેઓ માનસીક બીમારીથી પીડિત થવા લાગ્યા હતા. ત્યારે ફ્રાંસના અધિકારીઓ અને તબીબોએ આ અંગે નિરાકરણ મેળવવાનું શરૂ કર્યું હતું. તો શરૂઆતમાં એવું માલૂમ પડ્યું કે, આ એક સંક્રમિત બીમારી છે. જોકે આ ઘટના પાછળ વિવિધ અનુમાનો લગાવવામાં આવ્યા હતા.

આજદીન સુધી આ ઘટના પાછળનું કારણ સ્પષ્ટ નથી

તેમાંથી એક પ્રસિદ્ધ અનુમાન છે કે, લાઈસરગીર એસિડ નામના પદાર્થને કારણે આ થયું હતું. કારણ કે... લાઈસરગીર એસિડ એ એક પ્રકારનો ફંગલ છે. જે રાઈના પાકમાં પેદા થાય છે. જ્યારે આ ફંગસ માનવ શરીરમાં જાય છે, ત્યારે તેના કારણે તેની માનસીક સ્થિતિને નુકસાન પહોંચાડે છે. એટલે કે... આ 400 લોકોના ખાવામાં આ ફંગલ આવ્યો હશે, તેના કારણે આ લોકો આ રીતે વિચિત્ર હાલમાં નાચી રહ્યા હતા. જોકે આજે પણ આ કારણને માત્ર પાયાવિહોણું માનવામાં આવે છે. કારણ કે... અન્ય તબીબોનું માનવું છે કે, આ લોકો સામૂહિક હિસ્ટેરિયા નામની માનસીક બીમારીથી પીડિત હતા. જોકે આ આજદીન સુધી આ ઘટના પાછળનું કારણ સામે આવ્યું નથી. અને તે ઉપરાંત સ્પષ્ટ કેટલા લોકો ફ્રાંસમાં આ બીમારીથી પીડિત થયા હતા, તે પણ સામે આવ્યું નથી. પરંતુ એવી ધારણ લગાવી છે કે, આશેર સંક્રમિત લોકો પૈકી 400 લોકોનું મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો: UN Women અને UNODC નો ખુલાસો, સરેરાશ દરરોજ 140 મહિલાઓ-યુવતીઓની હત્યા

Tags :
Advertisement

.

×