Banaskantha : 50,000 રિચાર્જ કૂવા બનશે, દાંતીવાડાના ચોડુંગરીથી જળ સંચય જન ભાગીદારી હેઠળ કાર્યક્રમનો CMએ કરાવ્યો પ્રારંભ
- દાંતીવાડામાં જળ સંચય જન ભાગીદારી હેઠળ કાર્યક્રમ
- ચોડુંગરી ખાતે રિચાર્જ કુવા નિર્માણ કાર્યક્રમ યોજાશે
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત
Recharge wells : ગુજરાતના દાંતીવાડામાં જળ સંચય જન ભાગીદારી હેઠળ કાર્યક્રમ યોજાયો છે. જેમાં ચોડુંગરી ખાતે રિચાર્જ કુવા નિર્માણ કાર્યક્રમ યોજાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી કાર્યક્રમમાં ઉપસ્થિત છે. તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ સાથે વિધાનસભા અધ્યક્ષ તથા મહાનુભાવોની ઉપસ્થિતિ છે. જેમાં દાંતીવાડા તાલુકાના ચોડુંગરી ગામેથી બનાસકાંઠા જિલ્લામાં રિચાર્જ કુવા નિર્માણનો પ્રારંભ થયો છે.
જળ સંચય જન ભાગીદારી અંતર્ગત બનાસકાંઠામાં કુલ 50 હજાર રિચાર્જ કુવા બનાવાશે
જળ સંચય જન ભાગીદારી અંતર્ગત બનાસકાંઠામાં કુલ 50 હજાર રિચાર્જ કુવા બનાવાશે. જેમાંથી 25 હજાર રિચાર્જ કુવા બનાસ ડેરી દ્વારા બનાવાશે. આ કામગીરીથી ભૂગર્ભ જળના તળ ઊંચા લાવવાનો પ્રયાસ થશે. પીએમ મોદી દ્વારા શરૂ કરાયેલા કેચ ધ રેઈન અભિયાનને જન આંદોલન બનાવવાની અપીલ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન, સરદાર પટેલ સહભાગી સિંચાઈ યોજના, અટલ ભુજલ યોજના, સૌની યોજના, વનબંધુ કલ્યાણ યોજના, પાનમ અને કડાણા હાઈ લેવલ કેનાલ, જળાશયો આધારિત ઉધ્વહ્નન સિંચાઈ યોજનાઓ, તળાવ ઊંડા કરવાનું, ચેકડેમ, ખેત તલાવડી, બોર રિચાર્જ, નવા બોર અને વૃક્ષારોપણ જેવા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. તેવામાં આજે શુક્રવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂત અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો છે.
જળસંચયને લઇ CM ભૂપેન્દ્રભાઇ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું
જળસંચયને લઇ CM ભૂપેન્દ્રભાઇ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં CM ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું છે કે જનશક્તિને જળશક્તિ સાથે જોડીને ભવિષ્યનું પ્લાનિંગ છે. આફતને અવસરને બદલવાનું PM નરેન્દ્રભાઈએ આપણને શીખવ્યું છે. જનભાગીદારી સાથે જળસંગ્રહનું આંદોલન ચાલી રહ્યું છે. ચોમાસામાં વહી જતા પાણીને અટકાવી સંગ્રહ કરવાનું આયોજન છે. વરસાદનો સદુપયોગ કરવાની પ્રેરણા PM નરેન્દ્ર મોદીએ આપી છે. જળસંચય અને જળસંગ્રહ એ આપણી સાંસ્કૃતિક ચેતના છે. 2500 વર્ષ પહેલા ભગવાન મહાવીરે કીધું કે પાણીને ઘી જેમ વાપરો. પૂરતા પાણીથી ખેતી અને ખેત પેદાશોનું ઉત્પાદન વધ્યું છે. રાષાયણિક ખાતરના લીધે ગંભીર બીમારીઓ વધી રહી છે. રાજ્યપાલ તો પ્રાકૃતિક ખેતીને સંપૂર્ણ સમર્પિત છે. વોકલ ફોર લોકલના મંત્રથી સ્વદેશી વસ્તુઓ પર PMએ ભાર મુક્યો છે.
નદીઓને જોડવાના અભિયાનની શરૂઆત પણ પીએમ મોદીએ કરાવી : સી.આર.પાટીલ
રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાન, સરદાર પટેલ સહભાગી સિંચાઈ યોજના, અટલ ભુજલ યોજના, સૌની યોજના, વનબંધુ કલ્યાણ યોજના, પાનમ હાઈ લેવલ કેનાલ, કડાણા હાઈ લેવલ કેનાલ, જળાશયો આધારીત ઉધ્વહ્નન સિંચાઈ યોજનાઓ, કુવા અને બોર રીચાર્જ, તળાવ ઊંડા કરવા, ચેકડેમ બનાવવા, ખેત તલાવડી બનાવવી, નવીન બોર બનાવવા, વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું તેના માટે સતત કાર્યો કરવામાં આવી રહ્યા છે. આખા દુનિયાની 18 ટકા વસ્તી આપણા દેશમાં છે, બનાસકાંઠા ડાર્ક ઝોનમાં છે, દેશભરમાં ઉંડા ભૂગર્ભ જળને ઉંચા લાવવામાં આવશે. અનેક દાતાઓ જળસંચન અભિયાનને મદદ કરી રહ્યાં છે, ભારત પાસે 4 ટકા પીવાલાયક પાણીનો જથ્થો છે. નર્મદાની યોજના સાકાર થવી તે પીએમનો સંકલ્પ હતો, નદીઓને જોડવાના અભિયાનની શરૂઆત પણ પીએમ મોદીએ કરાવી છે. દેશના 18 ટકા પશુઓ બનાસકાંઠામાં છે. ડાર્ક ઝોનમાંથી બનાસકાંઠાને બહાર લવાશે.
જળસંચય માટે બનાસકાંઠાની પસંદગી માટે ખૂબ ખૂબ આભાર : શંકરભાઇ ચૌધરી
જળસંચયને લઇ શંકરભાઇ ચૌધરીનું નિવેદન છે કે PM મોદી અને જળશક્તિ મંત્રી સીઆર પાટીલનો આભાર જેમાં દિલ્હીમાં બેસીને જળની સમસ્યાનો મોદી સાહેબે વિચાર કર્યો છે. જળસંચય માટે બનાસકાંઠાની પસંદગી માટે ખૂબ ખૂબ આભાર. PM મોદીના નેતૃત્વમાં દેશભરમાં જળસંચયની કામગીરી ચાલે છે. ખેતરનું પાણી ખેતરમાં અને ગામનું પાણી ગામમાં રહે તે હેતુ છે. સાંજ પહેલા 6 હજારથી વધુ કૂવાનું કામ પૂર્ણ થઈ જશે. PM મોદીનો જન ભાગીદારીનો સંકલ્પ કરવાનો છે. કેચ ધ રેઈન માટે તમામ સાથે મળીને કામ કરીશું. રિચાર્જ કૂવા માટે બનાસ ડેરી 50 ટકા આર્થિક સહયોગ કરે છે"
જળ એ જીવન છે — અને જો પાણી નહીં હોય તો જીવન અસ્તિત્વમાં જ રહી નહીં શકે
જળ એ જીવન છે — અને જો પાણી નહીં હોય તો જીવન અસ્તિત્વમાં જ રહી નહીં શકે. સમગ્ર દેશમાં ભૂગર્ભ જળને બચાવી શકાય તથા તેના તળ ઊંચા લાવી શકાય તેવા ઉમદા હેતુથી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રવ્યાપી જળ શક્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વરસાદી પાણી બચાવવા માટે રાષ્ટ્રવ્યાપી કેચ ધ રેઈન અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. તેમણે આ અભિયાનને "જન આંદોલન" બનાવવાની અપીલ કરી હતી, જેથી દરેક નાગરિક પાણી બચાવવાના પ્રયાસોમાં સહભાગી બની શકે અને આનું સારું પરિણામ મળી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 50 હજાર જેટલા રિચાર્જ કુવા બનાવવામાં આવશે જેનું મહાનુભાવોના હસ્તે ખાતમુર્હુત કરાયુ છે. જેમાં 25 હજાર રિચાર્જ કુવા બનાસ ડેરી દ્વારા બનાવવામાં આવશે. બનાસકાંઠામાં જળ સંચયને લગતા કાર્યો થકી આગામી સમયમાં ભૂગર્ભ જળના તળને ઊંચા લાવી શકાશે અને જળ સંચયનું કાર્ય કરી શકાશે.
આ પણ વાંચો: Gujarat Corona : સુરતમાં કોરોના સંક્રમણ વધ્યુ, એક જ દિવસમાં વધુ 4 કેસ આવ્યા