Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mumbai માં ભારે વરસાદના કારણે 60 ટ્રેનો રદ, શાળાઓ કરાઈ બંધ...

મુંબઈ (Mumbai)માં સતત પડી રહેલા વરસાદને કારણે લોકલ ટ્રેન સેવા પણ ખોરવાઈ ગઈ છે. ભારે વરસાદને કારણે વિઝિબિલિટી ઓછી છે અને તેના કરણે ઘણી ફ્લાઈટ્સ પણ રદ કરવામાં આવી છે, રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે ખાનગી વાહનો અને જાહેર બસોના...
mumbai માં ભારે વરસાદના કારણે 60 ટ્રેનો રદ  શાળાઓ કરાઈ બંધ
Advertisement

મુંબઈ (Mumbai)માં સતત પડી રહેલા વરસાદને કારણે લોકલ ટ્રેન સેવા પણ ખોરવાઈ ગઈ છે. ભારે વરસાદને કારણે વિઝિબિલિટી ઓછી છે અને તેના કરણે ઘણી ફ્લાઈટ્સ પણ રદ કરવામાં આવી છે, રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે ખાનગી વાહનો અને જાહેર બસોના ટ્રાફિકને પણ અસર થઇ છે. હવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે લોકલ ટ્રેનોને પણ અસર થઇ છે. વરસાદના કારણે અત્યાર સુધીમાં મધ્ય રેલવે પર દોડતી 60 લોકલ ટ્રેનો રદ કરવમાં આવી છે. ઘણા નીચાણવાળા વિસ્તારોમાં વિઝિબિલિટી ઓછી હોવાથી અને ટ્રેક પર પાણી ભરાવાને કારણે લોકલ ટ્રેનો ધીમી ચાલી રહી છે. આગામી સમયમાં મુંબઈ (Mumbai)માં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં મુંબઈ (Mumbai)ના લોકોને રાહત મળે તેવી શક્યતા ઓછી જણાઈ રહી છે. મુંબઈ (Mumbai) ઉપરાંત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

Advertisement

મહારાષ્ટ્રમાં વરસાદને કારણે ભૂસ્ખલન...

મહારાષ્ટ્રના તમામ ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન પુણેના લવાસા વિસ્તારમાં ભૂસ્ખલન થયું છે. પ્રાથમિક માહિતી મુજબ ત્રણથી ચાર લોકો તેમાં ફસાયા છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની એક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. લવાસામાં છેલ્લા 24 કલાકમાં 417 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે લોનાવલામાં 299.5 મીમી વરસાદ નોંધાયો છે. આ પછી જુન્નરમાં 214 મીમી વરસાદ નોંધાયો છે. દરમિયાન, પુણેના આધારવાડી વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. જિલ્લા પ્રશાસને પણ એક વ્યક્તિ ઘાયલ થવાની માહિતી આપી છે.

Advertisement

ઘણી જગ્યાએ શાળાઓ બંધ...

મુંબઈ (Mumbai)માં વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા છે. દરમિયાન, હવામાન વિભાગે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ શાળાઓ બંધ રાખવામાં આવી છે. પુણેમાં ભારે વરસાદને કારણે શહેરમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. નદી કિનારે આવેલી હાઉસિંગ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે. સિંહગઢ રોડ વિસ્તારની 15 સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. લગભગ 1000 લોકો પાણીમાં ફસાયા છે. ફાયર વિભાગના જવાનો લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે.

રાયગઢમાં પૂલ તૂટી પડ્યો...

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડ MIDC વિસ્તારમાં ભારે વરસાદને કારણે નાની નદી પરનો પૂલ તૂટી પડ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે, આ પૂલ શિવથર શહેર અને સમર્થ શિવથર ગામને જોડે છે. તેમણે કહ્યું કે, આ પૂલ પર કોઈ વાહનોની અવરજવર નથી, પરંતુ સ્થાનિક લોકો સમર્થ શિવથરમાં તેમના ખેતરો સુધી પહોંચવા માટે આ પૂલનો ઉપયોગ કરતા હતા. ભારતીય હવામાન વિભાગ (IMD) એ દરિયાકાંઠાના રાયગઢ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરતા 'રેડ' એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચો : UPSC પરીક્ષા પદ્ધતિમાં કરશે આ મહત્વનો ફેરફાર...

આ પણ વાંચો : Rashtrapati Bhavan : દરબાર હોલ અને અશોકા હોલના નામ બદલાયા

આ પણ વાંચો : Himachal માં મનાલી નજીક વાદળ ફાટતા તબાહી

Tags :
Advertisement

.

×