ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ધોરણ 10 નું 64.62 ટકા પરિણામ જાહેર, જાણો પૂરી વિગત

ધોરણ-10 બોર્ડનું 64.62 ટકા પરિણામ જાહેર સૌથી વધુ બનાસકાંઠાના કુંભારિયા કેન્દ્રનું 95.92 ટકા પરિણામ સૌથી ઓછું નર્મદાના ઉતાવળી કેન્દ્રનું 11.94 ટકા પરિણામ સૌથી વધુ સુરત જિલ્લાનું 76.45 ટકા પરિણામ સૌથી ઓછું દાહોદ જિલ્લાનું 40.75 ટકા પરિણામ 100 ટકા પરિણામ...
08:15 AM May 25, 2023 IST | Hardik Shah
ધોરણ-10 બોર્ડનું 64.62 ટકા પરિણામ જાહેર સૌથી વધુ બનાસકાંઠાના કુંભારિયા કેન્દ્રનું 95.92 ટકા પરિણામ સૌથી ઓછું નર્મદાના ઉતાવળી કેન્દ્રનું 11.94 ટકા પરિણામ સૌથી વધુ સુરત જિલ્લાનું 76.45 ટકા પરિણામ સૌથી ઓછું દાહોદ જિલ્લાનું 40.75 ટકા પરિણામ 100 ટકા પરિણામ...

ધોરણ 10નું 64.62 ટકા પરિણામ આવ્યું

ધોરણ-10ના વિદ્યાર્થીઓની આતુરતાનો હવે અંત આવ્યો છે. સવારે 7.45 કલાકે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી અને વોટ્સએપ નંબર દ્વારા પોતાનું પરિણામ જાણી શકે છે. જણાવી દઇએ કે, નિર્ધારીત સમય કરતા 15 મિનિટ વહેલા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ-10ની બોર્ડની પરીક્ષામાં કુલ 9.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠા હતા. જણાવી દઇએ કે, ધોરણ 10નું 64.62 ટકા પરિણામ આવ્યું છે.

ધોરણ-10 નું પરિણામ કેવી રીતે કરશો ચેક

  1. રિઝલ્ટ ચેક કરવા માટે સૌ પહેલાં ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જાઓ
  2. હોમ પેજ પર Check Gujarat Board Resultની લિંક પર ક્લિક કરો.
  3. આગળના પેજ પર રોલ નંબર એન્ટર કરીને લોગિન કરો.
  4. રિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે.
  5. રિઝલ્ટ ચેક કર્યા પછી પ્રિન્ટ લો અને હાર્ડ કોપી રાખો.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ

પરીક્ષાનું નામઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર
લેવાયેલ પરીક્ષા તારીખ28મી માર્ચ 2023 – 12મી એપ્રિલ 2023
પરીક્ષા સ્તરીમજનરલ (Arts / Commerce)
પરીક્ષા મોડઑફલાઇન
GSEB HSC પરિણામ 2023 પ્રકાશન તારીખ આશરે25/06/2023
ઓફિસીયલ વેબસાઇટwww.gseb.org

વિદ્યાર્થીનીઓએ એકવાર ફરી મારી બાજી

એકવાર ફરી ધોરણ 10 ની પરીક્ષામાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો 59.58 ટકા પરિણામ તો વિદ્યાર્થીનીઓનું 70.62 ટકા પરિણામ આવ્યું છે. 6,111 વિદ્યાર્થીઓએ A1 અને 44,480 વિદ્યાર્થીને A2 ગ્રેડ મેળવ્યો છે. બીજી તરફ જો રાજ્યની શાળાઓના પરિણામની વાત કરીએ તો કુલ 157 શાળાઓ એવી છે કે જેનું પરિણામ શૂન્ય ટકા આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ શૂન્ય ટકા પરિણામવાળી શાળા વધી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022માં GSEB SSC 10મા ધોરણનું રિઝલ્ટ 6 જૂને જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામની સાથે બોર્ડના અધિકારીઓ દ્વારા સંસ્કૃત પ્રથમ પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં પાસ થવાની ટકાવારી 65.18 ટકા રહી છે.

રિપીટર પરીક્ષાર્થીઓનું 17.30 ટકા પરિણામ આવ્યું

ધોરણ 10 ની પરીક્ષામાં કુલ 7,41,411 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 7,34,898 પરીક્ષાર્થીનો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને 4,74,893 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીનીનું પરિણામ 64.62 ટકા જાહેર કરવામાં આવે છે. જ્યારે રિપીટર પરીક્ષાર્થી તરીકે 1,65,690 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી 1,58,623 પરીયાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 27,446 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 17.30 ટકા આવ્યું છે.

આ પણ વાંચો - રાજયભરમાં 12 થી 14 જુન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ : ઋષિકેશભાઈ પટેલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
boards websiteExam ResultGujarat NewsresultStandard 10
Next Article