Rajkot માં કોરોનાના વધુ 7 કેસ નોંધાયા, 3 પુરુષ અને 4 સ્ત્રીનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ
- રાજકોટમાં કોરોનાના વધુ 7 કેસ નોંધાયા
- 3 પુરુષ અને 4 સ્ત્રીનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ
- 19મે 2025થી અત્યાર સુધી કોરોનાના 44 કેસ નોંધાયા
Rajkot Corona Case : રાજકોટમાં કોરોનાના વધુ 7 કેસ નોંધાયા છે. જેમાં ત્રણ પુરૂષ અને ચાર મહિલાઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 19 મે 2025 થી આજ દિવસ સુધીમાં 44 કેસ નોંધાવા પામ્યા છે. જ્યારે 38 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જ્યારે 6 દર્દીઓ સ્વસ્થ થયા છે.
હાલમાં જે કેસ વધી રહ્યા છે તે ચિંતાજનક નથી: ઋષિકેશ પટેલ
કોરોનાના વધતા જતા કેસ મામલે આરોગ્યમંત્રી મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, હાલનો કોરોનાએ ઓમીક્રોન વેરીએન્ટનું સબ વેરીએન્ટ છે. હાલ જે કેસ વધી રહ્યા છે તે ચિંતાજનક નથી. પરંતું જેને માલુમ પડે તેમને જાતે કોરેન્ટાઈન થઈ સીમટોમેટિક સારવાર લઈ સાજા થઈ શકે છે. આવો બે વર્ષે એકાદ મહિનો આવતો હોય છે. આ હવે એક સબ વેરિયન્ટ નિમોનિયા માફક થઈ ગયો છે અને તે જીવનનો એક હિસ્સો થયો છે. એક દર્દીના મૃત્યુ અંગે પણ તેઓએ નિવેદન આપ્યું હતું. મૃત્યુ થવાના બીજા પણ કારણો હોઈ શકે છે. કોઈને નાનાં મોટા પ્રકારની સાથે બીમારીઓ હોય અને સમયસર સારવાર ના લેતા મૃત્યુ થયું હોઈ શકે છે.
આ પણ વાંચોઃ Patan : ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે. સી. પટેલના પોલીસ પર આક્ષેપ બાદ એસપીનું નિવેદન
હાલનું કોરોના વેરીયન્ટ તેની પીક પર છે : મુકેશ મહેશ્વરી
દેશભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં પણ ગઈકાલે 65 કેસ નોંધાયા હતા. AMA ના વાઈસ પ્રેસિડેન્ટ મુકેશ મહેશ્વરીએ નિવેદન આપ્યું હતું કે, કેસ વધ્યા તે ચિંતાનો વિષય પરંતુ ગભરાવાની જરૂર નહી. કોરોનાથી બચવા કોરોનાના નિયમોનું પાલન જરૂરી છે. હાલનું કોરોના વેરીયન્ટ તેની પીક પર છે. જેને હળવું થતા ત્રણ-ચાર અઠવાડિયા લાગશે. ઈમ્યુનિટિ જાળવી રાખવી જરૂરી છે. નાના બાળકોએ, વૃદ્ધોએ ભીડભાડવાળી જગ્યાએ જવું ટાળવું અને ઈમ્યુનિટીવાળો ખોરાક લેવો ખૂબ જરૂરી છે.
આ પણ વાંચોઃ ટ્રક ભરીને જામનગર જતો 92 લાખનો વિદેશી દારૂ મોરબી જિલ્લામાંથી SMC એ પકડ્યો