ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jharkhand માંથી ઝડપાયા AQIS ના 7 આતંકવાદીઓ, મળ્યા અનેક મોટા હથિયારો...

ઝારખંડમાં ATS ને મળી મોટી સફળતા AK-47 સહિત અનેક હથિયારો જપ્ત ATS એ એક ડઝનથી વધુ સ્થળોએ દરોડા પાડ્યા ઝારખંડ (Jharkhand) પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ લોહરદગાના હજારીબાગ અને અન્ય ઘણા જિલ્લાઓમાં એક ડઝનથી વધુ સ્થળોએ દરોડા પાડ્યા...
05:44 PM Aug 22, 2024 IST | Dhruv Parmar
ઝારખંડમાં ATS ને મળી મોટી સફળતા AK-47 સહિત અનેક હથિયારો જપ્ત ATS એ એક ડઝનથી વધુ સ્થળોએ દરોડા પાડ્યા ઝારખંડ (Jharkhand) પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ લોહરદગાના હજારીબાગ અને અન્ય ઘણા જિલ્લાઓમાં એક ડઝનથી વધુ સ્થળોએ દરોડા પાડ્યા...
  1. ઝારખંડમાં ATS ને મળી મોટી સફળતા
  2. AK-47 સહિત અનેક હથિયારો જપ્ત
  3. ATS એ એક ડઝનથી વધુ સ્થળોએ દરોડા પાડ્યા

ઝારખંડ (Jharkhand) પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ લોહરદગાના હજારીબાગ અને અન્ય ઘણા જિલ્લાઓમાં એક ડઝનથી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે, જે દરમિયાન ATS એ આતંકવાદી સંગઠન અલ કાયદા ઈન્ડિયન સબ કોન્ટિનેંટ (AQIS) સાથે સંકળાયેલા સાત લોકોની ધરપકડ કરી છે . આ આતંકીઓ પાસેથી એકે-47 સહિત અન્ય ઘણા હથિયારો પણ મળી આવ્યા હોવાની માહિતી છે. ઝારખંડ (Jharkhand) ATS એ હજુ સુધી આ ધરપકડો અંગે કોઈ સત્તાવાર ખુલાસો કર્યો નથી.

શું હતો આ આતંકવાદીઓનો પ્લાન?

IANS ના અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ધરપકડ કરાયેલા શંકાસ્પદ આતંકવાદીઓ પાસેથી ઘણા દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ દસ્તાવેજો અને સાધનોની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ આતંકવાદીઓ ભારતીય ઉપખંડમાં અલ કાયદાનો વિસ્તરણ, તેની સાથે જોડાઈને દેશના યુવાનોને કટ્ટરપંથી બનાવવા, ભારતમાં શરિયા કાયદો સ્થાપિત કરવા અને બાંગ્લાદેશ સામે યુદ્ધ કરવા જેવા મુદ્દાઓ પર કામ કરી રહ્યા છે. AQIS અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભારત, બર્મા અને બાંગ્લાદેશમાં સક્રિય છે.

આ પણ વાંચો : Leh Accident : મુસાફરોથી ભરેલી બસ 200 મીટર ઉંડી ખીણમાં પડી, 6 થી વધુના મોત, 22 લોકો ઘાયલ

આતંકવાદીઓ સરહદ પારથી આવે છે...

આ પહેલીવાર નથી જ્યારે ઝારખંડ (Jharkhand)માં આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા લોકો પકડાયા હોય, આ પહેલા પણ ઝારખંડ (Jharkhand)માંથી અનેક આતંકી સંગઠનોના સભ્યો ઝડપાઈ ચૂક્યા છે. ઘણા મીડિયા અહેવાલો અનુસાર, બાંગ્લાદેશની સરહદ નજીક હોવાને કારણે, આવા આતંકવાદીઓ સરહદ પારથી ઝારખંડ (Jharkhand)માં ગુપ્ત રીતે પ્રવેશ કરી રહ્યા છે અને માત્ર કેટલાક સ્થાનિક લોકો જ તેમને આશ્રય આપી રહ્યા છે.

આ પણ વાંચો : કોલકતા કેસમાં વકીલ પર ભડક્યા CJI, કહ્યું - સોશિયલ મીડિયામાંથી જ્ઞાન લઇને અહીં ન સંભળાવશો

સ્લીપર સેલ ઝારખંડના ઘણા શહેરોમાં રહે છે...

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ગયા વર્ષે ઓક્ટોબરમાં ISIS ના ત્રણ આતંકીઓની ધરપકડ કરી હતી, જેમાંથી બે આતંકી શાહનવાઝ આલમ અને રિઝવાન અશરફ ઝારખંડ (Jharkhand)ના રહેવાસી છે. તેમાંથી એક શાહનવાઝ આલમ NIA દ્વારા મોસ્ટ વોન્ટેડ હતો અને પોલીસે તેના પર 3 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. શાહનવાઝ હજારીબાગ શહેરના પાગામિલ-પેલાવલનો રહેવાસી છે. NIA અને ATS ની તપાસમાં પહેલાથી જ ખુલાસો થયો છે કે ઝારખંડ (Jharkhand)ના રાંચી, જમશેદપુર, હજારીબાગ, રામગઢ, લોહરદગા, પાકુર, ગઢવા અને ગિરિડીહ જિલ્લામાં આતંકવાદીઓના સ્લીપર સેલ સક્રિય છે.

આ પણ વાંચો : Ayodhya Gangrape Case : મોઈદ ખાનના શોપિંગ કોમ્પ્લેક્સ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું

Tags :
Al Qaeda Indian Sub ContinentGujarati NewsIndiaIndia-Bangladesh borderJharkhand ATSjharkhand newsNationalSleeper Cell TerroristTerrorist arrested in Jharkhandterrorist organization
Next Article