Surat : 7 વર્ષીય માસૂમ બાળક રમતું હતું, અચાનક આવ્યો માનવભક્ષી દીપડો અને..!
- માંડવીનાં ઉશ્કેર ગામે માનવભક્ષી દીપડાનો આતંક (Surat)
- 7 વર્ષીય માસૂમ બાળકને ઉઠાવી લઈ ગયો દીપડો
- લોકોને જોતા ખેતરમાં મૃતદેહ મૂકી દીપડો ભાગ્યો
- વન વિભાગની ટીમે દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી
સુરત જિલ્લાનાં (Surat) માંડવી તાલુકામાં દીપડાનો આતંક સામે આવ્યો છે. ઉશ્કેર ગામે શેરડી કાપણી કરવા મહારાષ્ટ્રથી આવેલા શ્રમજીવી પરિવારના બાળકને દીપડો ઉઠાવી ગયો હતો. જો કે, સ્થાનિકો આવી જતાં દીપડો માસૂમ બાળકનો મૃતદેહ ખેતરમાં મૂકીને ભાગી ગયો હતો. આ ભયાવહ ઘટના બાદ માંડવી વન વિભાગની ટીમે દીપડાને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો - PM મોદી અને કથાકાર મોરારી બાપુ વચ્ચે મુલાકાત, Amreli માં વડાપ્રધાને CR પાટીલનાં વખાણ કર્યા
શ્રમજીવી પરિવારનાં 7 વર્ષીય દીકરાને દીપડો ઉઠાવી ગયો
પ્રાપ્ત માહિતી મુજબ, સુરત જિલ્લાનાં (Surat) માંડવી તાલુકામાં આવેલા ઉશ્કેર ગામે શેરડી કાપણી કરવા માટે મહારાષ્ટ્રથી એક શ્રમજીવી પરિવાર આવ્યો હતો. દરમિયાન, ગામની સીમમાં નાખેલા પડાવની બહાર બાળક રમતું હતું તે સમયે એક દીપડો ત્યાં આવ્યો હતો અને અચાનક હુમલો કરી માસૂમને ઉઠાવી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં બાળકનાં પરિવાર સહિત ગ્રામજનો બાળકની શોધમાં નીકળ્યા હતા.
આ પણ વાંચો - Dahod : સબજેલનાં જેલ અધિક્ષકને લાંચ લેતા ACB એ રંગેહાથ ઝડપી લીધા!
ખેતરમાં માસૂમનાં મૃતદેહને મૂકી દીપડો ભાગ્યો
જો કે, નજીકમાં ખેતરમાં પહોંચતા લોકોની ભીડને જોઈ દીપડો માસૂમ બાળકનાં મૃતદેહને મૂકીને ભાગી ગયો હતો. આ હચમચાવતી ઘટના અંગે ગ્રામજનોએ માંડવીનાં વન વિભાગને જાણ કરી હતી. આથી, વન વિભાગની ટીમ (Mandvi Forest Department) ઘટના સ્થળે પહોંચી હતી અને માનવભક્ષી દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી હતી. મૃતક બાળકની ઉંમર 7 વર્ષ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો - Gandhinagar : 'ગો ગ્રીન', પ્લાસ્ટિક મુક્તિ અને મહત્તમ વીજ બચત માટે ‘Gujarat Police’ ની અનોખી પહેલ