ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mexico માં બંદૂકધારીઓએ કર્યો અંધાધૂંધ ગોળીબાર, 8 લોકોના મોત

Mexico Apaseo el Grande શહેરમાં ગોળીબાર ગોળીબારમાં મહિલા સહિત 8 લોકોના મોત! ફાયરિંગમાં એક હેલ્થ વર્કરનું પણ થયું મોત ઉત્તર-મધ્ય મેક્સિકો (Mexico)માં એક રસ્તાની બાજુની દુકાન પર બંદૂકધારીઓએ ગ્રાહકો અને પસાર થતા લોકો પર ગોળીબાર કરતાં આઠ લોકો માર્યા...
12:06 PM Dec 02, 2024 IST | Dhruv Parmar
Mexico Apaseo el Grande શહેરમાં ગોળીબાર ગોળીબારમાં મહિલા સહિત 8 લોકોના મોત! ફાયરિંગમાં એક હેલ્થ વર્કરનું પણ થયું મોત ઉત્તર-મધ્ય મેક્સિકો (Mexico)માં એક રસ્તાની બાજુની દુકાન પર બંદૂકધારીઓએ ગ્રાહકો અને પસાર થતા લોકો પર ગોળીબાર કરતાં આઠ લોકો માર્યા...
  1. Mexico Apaseo el Grande શહેરમાં ગોળીબાર
  2. ગોળીબારમાં મહિલા સહિત 8 લોકોના મોત!
  3. ફાયરિંગમાં એક હેલ્થ વર્કરનું પણ થયું મોત

ઉત્તર-મધ્ય મેક્સિકો (Mexico)માં એક રસ્તાની બાજુની દુકાન પર બંદૂકધારીઓએ ગ્રાહકો અને પસાર થતા લોકો પર ગોળીબાર કરતાં આઠ લોકો માર્યા ગયા અને અન્ય બે ઘાયલ થયા. અધિકારીઓએ આ ઘટના અંગે માહિતી આપી છે. આ શૂટિંગ Apaseo el Grande શહેરમાં થયું હતું. આ પ્રાંતમાં ગેંગ વચ્ચે ગોળીબારના બનાવો પ્રકાશમાં આવતા રહે છે. ફાયરિંગમાં એક પુરુષ અને એક મહિલા પણ ઘાયલ થયા છે. ઘાયલોની સ્થિતિ વિશે હાલ કોઈ માહિતી ઉપલબ્ધ નથી.

એક આરોગ્ય કર્મચારીનું મોત થયું હતું...

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર ફાયરિંગમાં એક હેલ્થ વર્કરનું પણ મોત થયું છે. જો કે, આ હુમલામાં માર્યા ગયેલા લોકોમાં આરોગ્ય કર્મચારી પણ હતો કે કેમ તેની મીડિયાએ પુષ્ટિ કરી નથી. સોશિયલ મીડિયા પર ફરતા થયેલા વીડિયોમાં, દુકાનની બહાર પાર્ક કરેલી મોટરસાઇકલની વચ્ચે માથા પર ઇજાના નિશાન સાથે પુરુષોના મૃતદેહ જોઇ શકાય છે.

આ પણ વાંચો : Joe Biden એ તેના પુત્ર Hunter Biden ને બચાવી લીધો..., આરોપી દીકરાને દોષમુક્ત જાહેર કર્યો

ફાયરિંગની ઘટનાઓ વધી...

તમને જણાવી દઈએ કે, ગયા મહિને નવેમ્બરમાં મેક્સિકો (Mexico)ના દક્ષિણ-પૂર્વ ભાગમાં બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ગોળીબારની આ ઘટના દરિયાકાંઠાના પ્રાંત તાબાસ્કોમાં બની હતી. આ હુમલામાં છ લોકોના મોત થયા હતા અને પાંચ લોકો ઘાયલ થયા હતા. એટલું જ નહીં, નવેમ્બરની શરૂઆતમાં જ સેન્ટ્રલ મેક્સિકો (Mexico)ના એક બારમાં બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં 10 લોકો માર્યા ગયા હતા અને 13 લોકો ઘાયલ થયા હતા.

આ પણ વાંચો : Guinea માં ફૂટબોલ મેચ દરમિયાન અથડામણ, 100 થી વધુ લોકોના મોત

Apaseo el Grande શહેરમાં પરિસ્થિતિ બગડી...

ઉલ્લેખનીય છે કે, Apaseo el Grande શહેરમાં સ્થિતિ વણસી ગઈ છે. તાજેતરના વર્ષોમાં સંખ્યાબંધ સામૂહિક ગોળીબાર થયા છે. આવા ગોળીબાર ડ્રગ કાર્ટેલ સંબંધિત હોવાનું માનવામાં આવે છે. 2018 થી, આ પ્રદેશમાં બાર, ક્લબ અને શેરીઓમાં પણ ગોળીબારની ઘણી ઘટનાઓ બની છે.

આ પણ વાંચો : ભારતીય મૂળના આ છોકરાનો IQ આઇન્સ્ટાઇન અને હોકિંગ કરતા વધુ

Tags :
Firing in MexicoMexicoMexico firingMexico GunmenMexico murderMexico Newsworld
Next Article