ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

iPhone ખરીદવા માટે 8 મહિનાના બાળકને વેચી દીધો, જાણો ચોંકાવનારો કિસ્સો

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાની ઘટના આરોપી માતા અને અન્ય એક મહિલાની ધરપકડ ફરાર આરોપી પિતાની પોલીસ દ્વારા શોધખોળ અગાઉ 7 માસની દિકરીને વેચવા કર્યો હતો પ્રયાસ પોલીસની પૂછપરછમાં સમગ્ર હકીકત ખુલી પશ્ચિમ બંગાળમાં (West Bengal) એક ચોંકાવનારો કિસ્સો...
08:46 AM Jul 28, 2023 IST | Viral Joshi
પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાની ઘટના આરોપી માતા અને અન્ય એક મહિલાની ધરપકડ ફરાર આરોપી પિતાની પોલીસ દ્વારા શોધખોળ અગાઉ 7 માસની દિકરીને વેચવા કર્યો હતો પ્રયાસ પોલીસની પૂછપરછમાં સમગ્ર હકીકત ખુલી પશ્ચિમ બંગાળમાં (West Bengal) એક ચોંકાવનારો કિસ્સો...

પશ્ચિમ બંગાળમાં (West Bengal) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંના એક દંપત્તિ કપલને કથિત રીતે ઈન્સ્ટાગ્રામ રીલ્સ (Instagram Reels) બનાવવાનો એટલો શોખ હતો કે તેણે પોતાના 8 મહિનાના બાળકને વેચી દીધું. દંપતી પાસે પૈસા ન હતા અને તેઓ રીલ્સ (Reels) બનાવવા માટે iPhone 14 ખરીદવા માંગતા હતા, તેથી તેઓએ બાળકને વેચી દીધું. આ સમગ્ર મામલો ઉત્તર 24 પરગણા જિલ્લાનો (North 24 Parganas District) છે. પોલીસે બાળકને કબજે કરી તેની માતાની ધરપકડ કરી લીધી છે.

શું કહે છે પોલીસ?

પોલીસનું (Police) કહેવું છે કે, બાળકને વેચ્યા બાદ માતા-પિતા રીલ બનાવતા હતા. પોલીસે બાળકની માતા પ્રિયંકા ઘોષ (Priyanka Ghosh) અને બાળકને ખરીદનાર મહિલાની ધરપકડ કરી છે. જો કે બાળકના પિતા જયદેવ (Jaydev) હજુ ફરાર છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે. આ ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સોશિયલ મીડિયા (Social Media) પર પણ લોકો કપલ પર ગુસ્સો દર્શાવી રહ્યા છે અને વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે.

કેવી રીતે ઘટસ્ફોટ થયો?

પડોશીઓએ જોયું કે આ દંપત્તિનું વર્તન થોડું બદલાઈ ગયું છે. તેમના 8 મહિનાના બાળક ક્યાંય દેખાયું નહીં. આવી સ્થિતિમાં શંકાના આધારે કોઈએ પોલીસને જાણ કરી કે, જે ઘરમાં પૈસા એટલા તંગી છે કે તેના ખોરાક વિશે વિચારવું પડશે. તેને અચાનક આટલો મોંઘો આઇફોન કેવી રીતે મળ્યો? આ અંગે કોઈએ પોલીસને જાણ કરી હતી.

માતાએ કબુલ્યો ગુનો

પોલીસે આ મામલે તપાસ કરી અને માતાને બાળક ક્યાં છે તે પૂછ્યું તો દંપતિએ શરૂઆતમાં પોલીસને ગેરમાર્ગે દોરી. પરંતુ પોલીસની સખ્તાઈ સામે તે ભાંગી પડી અને પોતાનો ગુનો કબૂલી લીધો. મહિલાએ જણાવ્યું કે, તેણે પોતાનો બાળકને વેચીને તે પૈસાથી આ આઈફોન ખરીદ્યો છે અને તે પૈસાનો ઉપયોગ પશ્ચિમ બંગાળમાં (West Bengal) અલગ-અલગ જગ્યાએ ઈન્સ્ટાગ્રામ રીલ્સ (Instagram Reels) બનાવવા માટે કર્યો છે. આ પહેલા પિતાએ પોતાની 7 વર્ષની પુત્રીને પણ વેચવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. આરોપી પિતા જયદેવ ફરાર છે અને પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : HYDERABAD: અમેરિકાના રસ્તાઓ પર ભૂખથી પીડાતી ભારતીય વિદ્યાર્થિની, માતાએ તેની પુત્રીને પરત લાવવા સરકારને કરી અપીલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
24 ParaganaBaby Boy SoldcoupleCouple Sells InfantCrime NewsiPhone 14Sold ChildWest Bengal
Next Article