ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajpipla : પોઇચાની નર્મદા નદીમાં 7 લોકો ડૂબતાં હાહાકાર...

Rajpipla : રાજપીપળા (Rajpipla) પાસે આવેલા પોઇચા ગામમાં નર્મદા નદીમાં નહાવા ગયેલા 8 લોકો ડૂબી જતાં હાહાકાર મચી ગયો છે. તરવૈયાઓએ 1 વ્યક્તિને બચાવી લીધા છે જ્યારે અન્ય 7 લોકોની શોધખોળ કરાઇ રહી છે. નર્મદા નદીમાં આઠ પ્રવાસીઓ ડૂબી ગયા...
01:28 PM May 14, 2024 IST | Vipul Pandya
Rajpipla : રાજપીપળા (Rajpipla) પાસે આવેલા પોઇચા ગામમાં નર્મદા નદીમાં નહાવા ગયેલા 8 લોકો ડૂબી જતાં હાહાકાર મચી ગયો છે. તરવૈયાઓએ 1 વ્યક્તિને બચાવી લીધા છે જ્યારે અન્ય 7 લોકોની શોધખોળ કરાઇ રહી છે. નર્મદા નદીમાં આઠ પ્રવાસીઓ ડૂબી ગયા...
poicha

Rajpipla : રાજપીપળા (Rajpipla) પાસે આવેલા પોઇચા ગામમાં નર્મદા નદીમાં નહાવા ગયેલા 8 લોકો ડૂબી જતાં હાહાકાર મચી ગયો છે. તરવૈયાઓએ 1 વ્યક્તિને બચાવી લીધા છે જ્યારે અન્ય 7 લોકોની શોધખોળ કરાઇ રહી છે.

નર્મદા નદીમાં આઠ પ્રવાસીઓ ડૂબી ગયા

મળેલી માહિતી મુજબ રાજપીપળા પાસેના પોઈચામાં નર્મદા નદીમાં આઠ પ્રવાસીઓ ડૂબી ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ તમામ લોકો સુરતના હતા અને પોઇચા ફરવા માટે આવ્યા હોવાનું જાણવા મળે છે.

ત્રણ નાના બાળકો સહિત આઠ લોકો નદીમાં ડૂબ્યાં

સુરતના રહીશો પોઈચા આવ્યા હતા ત્યારે નર્મદા નદીમાં નહાવા જતાં આ દુર્ઘટના સર્જાઇ હોવાનું જાણવા મળે છે. ઘટનામાં ત્રણ નાના બાળકો સહિત આઠ લોકો નદીમાં ડૂબ્યાં છે પણ એક યુવાનને સ્થાનિકોએ આબાદ બચાવી લીધો છે. નદીમાં નહાવા પડેલા આ લોકો એક પછી એક ડૂબવા લાગ્યા હતા અને તેથી બચાવો...બચાવોની બુમો પડતાં સ્થાનિક તરવૈયાઓ નદીમાં કુદ્યા હતા. ભોગ બનેલા પ્રવાસીઓ મુળ અમરેલીના હોવાનું જાણવા મળે છે.

હજુ પણ સાત લોકો લાપતા

જો કે હજુ પણ સાત લોકો લાપતા છે અને તમામની શોધખોળ ચાલુ કરાઇ છે. રાજપીપળા પોલીસ અને ફાયરની ટીમ બચાવ કામગીરીમાં જોતરાઇ છે. આ ઘટનાના પગલે હાહાકાર મચી ગયો છે.

નર્મદા નદીમાં ગરકાવ થયેલ હતભાગી

તમામ રહે. ક્રિષ્ના પાર્ક સોસાયટી, સણિયા હેમાદ સુરત

આ પણ વાંચો----- Rajkot : જીયાણાના પૂર્વ સરપંચે કરેલા કૃત્યથી સન્નાટો…!

આ પણ વાંચો---- Jamnagar : જાણીતી શાળામાં બેન્ડ માસ્ટરે વિદ્યાર્થીઓ સાથે કર્યાં શારીરિક અડપલાં, પછી આપી આ ધમકી

આ પણ વાંચો---- Gujarat : આજે 1 વાગ્યા સુધી ગુજરાતમાં ભારે…!

 

Tags :
GujaratGujarat Firstnarmda riverPoicha villageRajpiplaRajpipla fire brigadeRajpipla policeRescueSuratTragedy
Next Article