કાનપુરના મેસ્ટન રોડ પર ભયાનક વિસ્ફોટ થતા 8 લોકો ઘાયલ, અફરાતફરીનો માહોલ,પોલીસ ઘટનાસ્થળે
- Kanpur Blast : કાનપુરના મેસ્ટન રોડ પર વિસ્ફોટ થતા અફરાતફરી
- પાર્ક કરેલા બે સ્કૂટક પાસે થયો ભયાનક વિસ્ફોટ
- ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે
બુધવારે ઉત્તર પ્રદેશના કાનપુર શહેરના ( Kanpur Blast ) મેસ્ટન રોડ પર એક શક્તિશાળી વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. અહેવાલો અનુસાર, રસ્તાની બાજુમાં પાર્ક કરેલા બે સ્કૂટરમાં અચાનક વિસ્ફોટ થયો હતો, જેમાં આઠથી વધુ લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક ઉર્સુલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ચાર લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
Kanpur Blast : કાનપુરના મેસ્ટન રોડ પર વિસ્ફોટ થતા અફરાતફરી
ઘટનાની જાણ થતાં જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું છે કે વિસ્ફોટનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી.જોકે, આ વિસ્તાર ભીડભાડવાળો છે અને દિવાળીનો તહેવાર નજીક હોવાથી, અહીં ગેરકાયદેસર ફટાકડાના સંગ્રહની અફવાઓ ફેલાઈ રહી છે. આ અફવાઓને કારણે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ફટાકડા જ વિસ્ફોટનું કારણ બન્યા હશે. પોલીસે સ્કૂટરના માલિકની શોધખોળ શરૂ કરી છે.
Kanpur Blast : પોલીસે કરી આ પુષ્ટિ
વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેના કારણે નજીકમાં આવેલી મરકઝ મસ્જિદની દિવાલોમાં પણ તિરાડો પડી ગઈ હતી. જોકે, પોલીસે સ્પષ્ટતા કરી છે કે વિસ્ફોટ મસ્જિદમાં નહીં, પરંતુ રસ્તાની બાજુમાં પાર્ક કરેલા સ્કૂટરમાં થયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને ગભરાટનું વાતાવરણ સર્જાયું છે.
આ પણ વાંચો: દક્ષિણ કાશ્મીરમાં બે ભારતીય સૈનિકો ગુમ, સેનાએ શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું