રશિયાના કઝાનમાં 9/11 જેનો ઘાતક હુમલો, 3 ગગનચુંબી ઇમારતો સાથે અથડાયા ડ્રોન
- કઝાન શહેર પર 9-11 જેવો હુમલો
- ત્રણ હાઇરાઇઝ બિલ્ડિંગમાં ઘુસ્યા ડ્રોન
- રશિયાએ આ હુમલા માટે યુક્રેનને જવાબદાર ઠેરવ્યું
નવી દિલ્હી : રશિયાના કઝાન શહેરમાં એક મોટી દુર્ઘટના બની છે. અમેરિકાના 26/11 જેવો હુમલો રશિયામાં થયો છે. ત્યાર બાદ ભારે નુકસાન થયાની માહિતી સામે આવી રહી છે. ઘટના સ્થળની તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.
રશિયાના મહત્વના શહેર પર હુમલો
રશિયાના કજાન શહેરમાં ભીષણ એટેક થયો છે, જેને વિશ્વને અમેરિકાના ઇતિહાસમાં થયેલા સૌથી વીભત્સ 9/11 હુમલાની યાદ અપાવી છે. રશિયાના કઝાન શહેરમાં સીરિયલ ડ્રોન (UAV) એટેક કરવામાં આવ્યો છે. આ હુમલો કઝાન શહેરની ત્રણ હાઇ રાઇઝ બિલ્ડિંગમાં થયો છે. હુમલાના કારણે ભારે નુકસાન થયું છે. જો કે આ અંગે હજી અધિકારીક માહિતી સામે આવ્યા બાદ જ નુકસાનનો અંદાજ લગાવી શકાય છે.
એટેકના વીડિયો સોશિયલ મીડિયામાંવાયરલ
કઝાનની હાઇ રાઇઝ ઇમારતોમાં યુએવી એટેકની તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. જેમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે, અલગ અલગ દિશાઓથી આવી રહેલા કિલર ડ્રોન હવામાં જ ઇમારતો સાથે ટકરાઇ રહ્યા છે. ડ્રોનના બિલ્ડિંગથી ટકરાયા બાદ વિસ્ફોટો થઇ રહ્યા છે. રશિયાએ આ હુમલાનો આરોપ યુક્રેન પર લગાવ્યો છે. રશિયન સંરક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે, આ ડ્રોન એટેક યુક્રેન દ્વારા કરવામાં આવ્યો છે.