Gujarat New Cabinet : 8 કેબિનેટ મંત્રી, 3ને રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો તો 13 નેતાઓને બનાવ્યા રાજ્યકક્ષાના મંત્રી
Gujarat CM Bhupendra Patel New Cabinet : ગુજરાત સરકારના મંત્રીમંડળનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. આજે ત્રણ મંત્રીઓને છોડીને તમામ નવા મંત્રીઓએ શપથ લીધા છે. જેમાં સૌથી પહેલા હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવાના શપતગ્રહણ કર્યા હતા. 8 ધારાસભ્યોને કેબીનેટ મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે, જો હર્ષ સંઘવીની ગણતરી કરવામાં આવે તો આ આંકડો 9 થઈ જાય છે. ઇશ્વર પટેલ, પ્રફુલ પાનસેરીયા અને મનિષા વકીલને રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. તે ઉપરાંત નવા ચહેરાઓમાં રિવાબા જાડેજા સહિત 13 ધારાસભ્યનો રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.
ભુપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી
હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી (કેબિનેટ મંત્રી સમકક્ષ)
કેબિનેટ મંત્રી
ઋષિકેશ પટેલ
જીતુ વાઘાણી
કનુભાઈ દેસાઈ
કુંવરજી બાવળીયા
નરેશ પટેલ
અર્જુન મોઢવાડિયા
પ્રદ્યુમન વાજા
રમણ સોલંકી
રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો
ઇશ્વર પટેલ
પ્રફુલ પાનસેરીયા
મનિષા વકીલ
રાજ્યકક્ષાના મંત્રીઓ
રમેશ કટારા
દર્શના વાઘેલા
પ્રવીણ માળી
સ્વરૂપજી ઠાકોર
જયરામ ગામીત
રિવાબા જાડેજા
પી સી બરંડા
સંજય મહિડા
કમલેશ પટેલ
ત્રિકમ છાગા
કૌશિક વેકરિયા
પરસોત્તમ સોલંકી
જણાવી દઈએ કે, હર્ષ સંઘવી ગુજરાતના ત્રીજા નાયબ મુખ્યમંત્રી બન્યા છે. પહેલા નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીન હતા. બીજા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ત્રીજા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બન્યા છે. રૂપાણી સીએમ હતા, ત્યારે નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી હતી. તે વખતે સીએમ જૈન તો નાયબ સીએમ પટેલ હતા. તો આ વખતે પટેલ સીએમ છે તો રાજ્યને જૈન સમુદાયના નાયબ મુખ્યમંત્રી મળ્યા છે.
આ પણ વાંચો- ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં કેટલા નવા ચહેરાઓની થઈ એન્ટ્રી? જાણો વિસ્તારપૂર્વક