દેશમાં કોરોનાના નવા 9 હજાર કેસ નોંધાયા, જાણો કેટલા લોકોના થયા મોત?
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા ગુરુવારે (27 એપ્રિલ) જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9,355 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 26 લોકોના મોત થયા હતા. દેશમાં કોવિડને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5,31,424 થઈ ગઈ છે. જો કે આજે ગત દિવસ કરતા ઓછા કેસ સામે આવ્યા છે.
બુધવારે (26 એપ્રિલ) દેશમાં કોરોનાના 9,629 કેસ નોંધાયા હતા. કોરોનાથી 29 લોકોના મોત થયા હતા જેમાં એકલા કેરળના 10 દર્દીઓ સામેલ હતા. આજે જાહેર થયેલા આંકડા બાદ ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 57,410 થઈ ગઈ છે.
કોરોનામાંથી સ્વસ્થ થયેલા દર્દીઓની વાત કરીએ તો દેશમાં અત્યાર સુધીમાં ચાર કરોડથી વધુ લોકોએ કોરોનાને હરાવ્યો છે. ત્યારબાદ આ આંકડો વધીને 4,43,35,977 થઈ ગયો છે. અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ 220,66,54,444 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 4,358 લોકોને રસી આપવામાં આવી હતી. કોવિડ કેસની કુલ સંખ્યા 4.49 કરોડ પર પહોંચી ગઈ છે.
આ પણ વાંચો- એવી કઈ મજબૂરી હતી કે આનંદ મોહનને કરાયો જેલમાંથી મુકત ?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ