દિલ્હીમાં 16 વર્ષની છોકરીને 40 ઘા માર્યા, મન ન ભરાયું તો પથ્થર વડે માથું ફોડી નાખ્યું
નવી દિલ્હીમાં સગીરાની હત્યાના સનસનાટીભર્યા CCTV ફૂટેજ સામે આવ્યા છે. એક સગીર બાળકી અને યુવક વચ્ચે બોલાચાલી થતા યુવક સાહિલ તેના પર છરી વડે હુમલો કરે છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આરોપી સાહિલ સગીરા પર છરીઓ વડે હુમલો કરી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં અવાર નવાર દુષ્કર્મ, હત્યા જેવા કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે વધુ એક હત્યાનો કિસ્સો દિલ્હીથી સામે આવ્યો છે. જેમાં એક યુવક 16 વર્ષની બાળકી પર છરીના ઘા કરતો જોવા મળે છે.
મહત્વનું છે કે, ત્યાંથી પસાર થતા લોકો આ ઘટનાને જોઈ રહ્યા છે પરંતુ કોઈ મદદ કરવા આવતું નથી. યુવક વારંવાર સગીરા પર છરી વડે હુમલો કરી ફરાર થઇ ગયો છે. ત્યારે બાદ સગીરાને હોસ્પિટલ લઈ જવામાં આવે છે, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થઇ જાય છે.
આ મામલો દિલ્હીના ઉત્તરી જિલ્લાના શાહબાદ ડેરી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. એક બાતમીદારે પોલીસ સ્ટાફને બાળકી પરના હુમલાની જાણ કરી અને તાત્કાલિક ઘટનાસ્થળે આવવા કહ્યું. પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને મામલાની તપાસ હાથ ધરી હતી.
જાણવા મળ્યું કે સગીર છોકરી શેરીમાંથી પસાર થઈ રહી હતી અને અચાનક એક છોકરાએ તેને રોકી અને તેના પર છરી વડે હુમલો કર્યો. તેનાથી પણ તેને સંતોષ ન થયો તો આરોપીઓએ તેના પર પથ્થર વડે હુમલો કર્યો.
પોલીસ તપાસમાં મૃતકની ઓળખ 16 વર્ષની સાક્ષી અને આરોપી સાહિલ પુત્ર સરફરાઝ તરીકે થઈ હતી. સગીર યુવતી E-36 જેજે કોલોનીમાં રહેતા જનકરાજની પુત્રી હતી. પોલીસે જણાવ્યું કે સાહિલ અને સાક્ષી રિલેશનશિપમાં હતા. પરંતુ રવિવારે તેમની વચ્ચે ઝઘડો થયો હતો.
સાક્ષી જ્યારે તેની મિત્ર નીતુના પુત્રના જન્મદિવસમાં હાજરી આપવા જઈ રહી હતી ત્યારે સાહિલે તેને ગલીમાં રોકી હતી અને તેના પર છરી અને પથ્થર વડે અનેક વખત હુમલો કરવા લાગ્યો હતો. ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આરોપી સાહિલ યુવતી પર છરીઓ વડે હુમલો કરી રહ્યો છે. લોકો રસ્તા પર આવતા-જતા જોવા મળે છે. પરંતુ કોઈ હસ્તક્ષેપ કરવા તૈયાર નથી. સાહિલ સતત છરી વડે હુમલો કરીને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. બીજી તરફ ઈજાગ્રસ્તને ઘટનાસ્થળેથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
આ પણ વાંચો : મણિપુરમાં ફરી હિંસા ભડકી, અત્યારસુધીમાં 40 ઉગ્રવાદીઓ ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ