ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : પોર્ટુગીઝ પાસપોર્ટ સાથે ભારતમાં આવેલી 51 વર્ષીય મહિલા ઝડપાઇ

અહેવાલ--પ્રદિપ કચિયા, અમદાવાદ ભારતીય પાસપોર્ટ પર વિદેશ જઈને ત્યાં મર્યાદા કરતા વધુ સમય રોકાઈ પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવી ભારતમાં સારવાર માટે આવનાર મહિલા ઝડપાઈ છે. તે 9 વર્ષ પહેલાં ભારતીય પાસપોર્ટના આધારે લંડનમાં ગઈ હતી અમદાવાદ એરપોર્ટ પરથી ઈમીગ્રેશન વિભાગે પોર્ટુગીઝ...
12:22 PM Dec 05, 2023 IST | Vipul Pandya
અહેવાલ--પ્રદિપ કચિયા, અમદાવાદ ભારતીય પાસપોર્ટ પર વિદેશ જઈને ત્યાં મર્યાદા કરતા વધુ સમય રોકાઈ પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવી ભારતમાં સારવાર માટે આવનાર મહિલા ઝડપાઈ છે. તે 9 વર્ષ પહેલાં ભારતીય પાસપોર્ટના આધારે લંડનમાં ગઈ હતી અમદાવાદ એરપોર્ટ પરથી ઈમીગ્રેશન વિભાગે પોર્ટુગીઝ...

અહેવાલ--પ્રદિપ કચિયા, અમદાવાદ

ભારતીય પાસપોર્ટ પર વિદેશ જઈને ત્યાં મર્યાદા કરતા વધુ સમય રોકાઈ પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવી ભારતમાં સારવાર માટે આવનાર મહિલા ઝડપાઈ છે.

તે 9 વર્ષ પહેલાં ભારતીય પાસપોર્ટના આધારે લંડનમાં ગઈ હતી

અમદાવાદ એરપોર્ટ પરથી ઈમીગ્રેશન વિભાગે પોર્ટુગીઝ પાસપોર્ટ સાથે ભારતમાં આવેલી 51 વર્ષીય ગીતા પટેલ નામની મહિલા પકડી પાડી હતી.તેની તપાસ કરતા તે મહેસાણાના કડીની રહેવાસી હોવાનું સામે આવ્યું હતું.વધુ તપાસ કરતા તે 9 વર્ષ પહેલાં ભારતીય પાસપોર્ટના આધારે લંડનમાં ગઈ હતી,જ્યાં તેના બે વર્ષના વિઝા હતા,જોકે બે વર્ષના વિઝા પૂર્ણ થયા બાદ તે પરત ન ફરી હતી.પરંતુ બાદમાં ઘૂંટણની અને અન્ય શારીરિક તકલીફ થતા તેની સારવાર કરાવવા માટે ભારતમાં આવવું હોય તેણે પોર્ટુગીઝ પાસપોર્ટ એજન્ટ મારફતે બનાવ્યો હતો. જેના આધારે તે અગાઉ 2021માં સારવાર માટે ભારતમાં આવી હતી અને દિલ્હી થઈ પરત લંડન જતી રહી હતી.

અમદાવાદ એરપોર્ટ ખાતે ઇમિગ્રેશન ચેકિંગ દરમિયાન પકડાઈ

જોકે બીજી ડિસેમ્બરે મહિલા ગીતાબેન પટેલ પરત ભારતમાં આવતા અમદાવાદ એરપોર્ટ ખાતે ઇમિગ્રેશન ચેકિંગ દરમિયાન પકડાઈ ગઈ હતી. ઈમિગ્રેશન ઓફિસરે પાસપોર્ટ ચેક કરતા તેમાં તેનું નામ રીટા મેનેજસ હોવાનું સામે આવ્યું હતું.આ મામલે એરપોર્ટ પોલીસ મથકે ગુનો નોંધાતા એસઓજીને તપાસ સોંપવામાં આવી છે અને એસઓજી આ બાબતે મહિલાની પૂછપરછ શરૂ કરી છે.મહત્વનું છે કે મહિલાના પરિવારના અન્ય સભ્યો પણ લાંબા સમયથી વિદેશમાં રહેતા હોય ત્યારે તે સભ્યો પણ ખોટા પાસપોર્ટ સાથે ત્યાં વસવાટ અને મુસાફરી કરે છે કે કેમ તે બાબતને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે.તેમ જ મહિલાને પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવી આપનાર એજન્ટ અંગે પણ મહિલાની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો----FAKE TOLL PLAZA : પુત્રને બચાવવા માટે જેરામ પટેલના હવાતિયા

Tags :
AhmedabadAhmedabad PoliceImmigration DepartmentPortuguese passport
Next Article