Ahmedabad : આજની લેવાયેલી પરીક્ષા રદ્દ નહીં થાય કે પુનઃ નહીં લેવાય : GUPEC
- AMC Junior Clerk Exam માં ગેરરીતિ થયાનો મામલો
- સરખેજ પરીક્ષા કેન્દ્ર પર થયેલા વિવાદ મામલે ગુજરાત યુનિવર્સિટીનું મોટું નિવેદન
- આજની લેવાયેલી પરીક્ષા રદ્દ નહીં થાય કે પુનઃ નહીં લેવાય- GUPEC
અમદાવાદમાં AMC ની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં (AMC Junior Clerk Exam) ગેરરીતિ મામલે હવે ગુજરાત યુનિવર્સીટીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટી પ્રોફેસનલ એક્ઝામિનેશન કમિટીનાં OSD એ જણાવ્યું કે, ફક્ત ગણતરીનાં લોકોનાં વિરોધના અને ખોટા આક્ષેપોને કારણે અન્ય વિદ્યાર્થીઓને અન્યાય નહીં થવા દઈએ. આ અંગે GUPEC દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે અંગે પણ તેમણે માહિતી આપી હતી.
આ પણ વાંચો - Ahmedabad : AMC Junior Clerk Exam માં છબરડા બાદ પરીક્ષક અધિકારીએ કર્યો લૂલો બચાવ! જાણો શું કહ્યું ?
અન્ય વિદ્યાર્થીઓને અન્યાય નહીં થવા દઈએ : ડો. ધર્મેન્દ્ર ચાવડા
અમદાવાદનાં (Ahmedabad) સરખેજ વિસ્તારમાં આવેલી કુવૈસ શાળામાં આજે AMC જુનિયર ક્લાર્ક પરીક્ષાનું (AMC Junior Clerk) આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગેરરીતિ થયા હોવાનો વિદ્યાર્થીઓએ આરોપ કર્યો હતો. આ હોબાળા બાદ ગુજરાત યુનિવર્સિટી પ્રોફેસનલ એક્ઝામિનેશન કમિટીનાં OSD ડો. ધર્મેન્દ્ર ચાવડાએ (Dr. Dharmendra Chavda) નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ફક્ત ગણતરીનાં લોકોનાં વિરોધના અને ખોટા આક્ષેપોને કારણે અન્ય વિદ્યાર્થીઓને અન્યાય નહીં થવા દઈએ.
AMC Junior Clerkની પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે Kuwais School પરીક્ષક અધિકારીનો લૂલો બચાવ#Gujarat #Ahmedabad #AMC #KuwaisSchool #JuniorClerk #GujaratFirst pic.twitter.com/iSdvEStqPg
— Gujarat First (@GujaratFirst) November 24, 2024
આ પણ વાંચો - Ahmedabad : AMC જુનિયર ક્લાર્ક પરીક્ષામાં હોબાળો, યુવરાજસિંહે ઉચ્ચારી ચીમકી! કહ્યું- એક પણ વિદ્યાર્થી પર...
'આજની લેવાયેલી પરીક્ષા રદ્દ નહીં થાય કે પુનઃ નહીં લેવાય'
ડો ધર્મેન્દ્ર ચાવડાએ આગળ કહ્યું કે, આ અંગે એક્ઝામિનેશન કમિટી દ્વારા નિર્ણય લેવાયો છે, જે મુજબ આજની લેવાયેલી પરીક્ષા રદ્દ નહીં થાય કે પુનઃ નહીં લેવાય. અન્ય એક સેન્ટરમાં જ્યાં OMR શીટ બદલાઈ હતી, ત્યાં પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. ફક્ત આજ સેન્ટરમાં અમુક તત્વોની ઉશ્કેરણીનાં કારણે પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી નથી. જણાવી દઈએ કે, GUPEC નાં નેજા હેઠળ AMC Junior Clerk Exam લેવામાં આવી હતી. જો કે, હવે આ મામલે વિદ્યાર્થીઓ દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવે છે તે જોવાનું રહેશે.
આ પણ વાંચો - Ahmedabad Municipal ની Clerk ની Exam ગેરરીતિની ભીતિ, યુવરાજસિંહએ પરીક્ષા રદ કરવા કરી માંગ