Navsari ની તપોવન સંસ્કારધામની હોસ્ટેલમાં બાળકનું હાર્ટ એટેકથી મોત, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
- નવસારીની તપોવન સંસ્કાર ધામની હોસ્ટેલ વિવાદમાં
- હોસ્ટેલમાં 13 વર્ષના બાળકને છાતીમાં દુખાવો થતા મોત
- હોસ્પિટલ લઈ જવામાં વિલંબ થતા મોત થયું: પરિવારજન
- હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં બાળકનું મોત થયું:સંચાલક
- PM રિપોર્ટમાં હાર્ટ એટેક મોતનું કારણ:સંચાલક
નવસારીની તપોવાન સંસ્કાર ધામ આશ્રમ ખાતે બાળકના મોત મામલે વિવાદ ઉભો થવા પામ્યો છે. તપોવન સંસ્કાર ધામની હોસ્પિટલમાં 13 વર્ષના બાળકને છાતીમાં દુખાવો થતા આશ્રમમાં તે તડપતો હોવાનો વીડિયો પણ વાયરલ થવા પામ્યો હતો. બાળકને સમયસર સારવાર ન મળતા બાળકોનું મૃત્યું થયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. બાળકના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, બાળકને હોસ્પિટલ લઈ જવામાં વિલંના કારણે તેનું મોત થયું હોવાનું પરિવારજનો દ્વારા આક્ષેપ કર્યો હતો. તપોવન સંસ્કાર ધામ આશ્રમના સંચાલકોના જણાવ્યા મુજબ પીએમ રિપોર્ટમાં હાર્ટ એટેક મોતનું કારણ છે. આ સમગ્ર મામલે નવસારી ગ્રામ્ય પોલીસે પણ અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે.
અચાનક બાળકને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતોઃ ગંગાધર પાંડે (તપોવન સંસ્કાર ધામ)
તપોવન સંસ્કાર ધામના મેનેજર ગંગાધર પાંડેએ જણાવ્યું હતું કે, અમારી સંસ્થા 34 વર્ષ જૂની છે. તેમજ અહીંયા 350 જેટલા બાળકો સંસ્કરણ અને એજ્યુંકેશન લઈ રહ્યા છે. અને કાલે જે ઘટના થઈ તેમાં અચાનક બાળકને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. જે બાદ તેને સારવાર અર્થે લઈ જતા હતા. તે દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું.
શું છે લક્ષણો
વારેઘડી થાક લાગવો
આ હાર્ટ એટેકનું શરૂઆતનું લક્ષણ હોઈ શકે છે. ગરમીના કારણે લોકો જલ્દી થાકી જાય છે કેમકે તેમના શરીરનું તાપમાન સામાન્ય થઈ શકતું નથી. તેની સીધી અસર હાર્ટ પર જોવા મળે છે. જો તમે ગરમીના કારણે અચાનક બેભાન થઈ ગયા છો તો તે પણ હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે. તો તેને ઈગ્નોર ન કરો.
માથું દુઃખવું
તડકા અને ગરમીના કારણે પણ સતત માથું દુઃખે તે શક્ય છે. તેનાથી બીપી વધવાનો ખતરો પણ રહે છે. જો તમે તેની સમયસર સારવાર નહીં કરાવો તો હાર્ટ એટેક આવી શકે છે. વધતા તાપમાનના કારણે શરીરમાં પાણીની ખામી જોવા મળે છે, જે હાર્ટની બીમારીનું કારણ બની શકે છે.
લૂ લાગવાથી કેવી રીતે વધે છે હાર્ટ એટેકનો ખતરો
જાણકારોનું માનવું છે કે લૂ લાગવાથી હાર્ટ એટેક આવી શકે છે કેમકે વધતી ગરમીના કારણે શરીર પોતાનું તાપમાન મેન્ટેન કરવાની કોશિશ કરે છે. આ કારણે હાર્ટને વધારે બ્લડ સર્ક્યુલેશન કરવું પડે છે. આ સમયે હાર્ટ પર પ્રેશર આવે છે. તેના કારણે હાર્ટબીટ વધી જાય છે. હાર્ટ બીટના અચાનક વધી જવાના કારણે હાર્ટ એટેક આવે છે. આ કેસમાં અનેક લોકો કલાકો સુધી તડકામાં રહે છે અને લૂ લાગવાના કારણે તેમનું મોત થયા છે. આવા મોતમાં મોટું કારણ હાર્ટ એટેક અને હાર્ટ ફેલ રહે છે.
કોને રહે છે ખતરો
ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને જેમને પહેલાથી હાર્ટની બીમારી છે તેમને લૂ લાગવાથી હાર્ટ એટેક આવી શકે છે. આવા લોકોને સલાહ છે કે વધારે ગરમીમાં બહાર જવાનું ટાળો. બહાર જવું જરૂરી છે તો બચાવની આ રીતનું પાલન કરો. તેનાથી હેલ્થ સારી રહેશે.
આ પણ વાંચોઃ Rajkot : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા યોજાશે સૌરાષ્ટ્ર પ્રો લીગ T-20 ક્રિકેટ ટૂર્નામેન્ટ
કેવી રીતે બચશો
દિવસમાં 7-8 ગ્લાસ પાણી પીઓ.
લીંબુ પાણીનું કરો સેવન.
સવારનો નાસ્તો અચૂક કરો.
ફળ અને શાકની સાથે લીલી ભાજીનું કરો સેવન.
ખુલ્લા કપડાં પહેરો.
ભારે તડકાથી બચો.
આ પણ વાંચોઃ Gujarat Rain : આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી