VIDEO: Rajkot ગોકુલધામ આવાસમાં હચમચાવી નાખે તેવી ઘટના, પોલીસે મહિલાનું નિવેદન નોંધ્યું
- રાજકોટના ગોકુલધામ આવાસમાં હચમચાવી નાખે તેવી ઘટના
- માતાએ પોતાના બાળકને આવાસની છત ઉપરથી નીચે લટકાવ્યો
- વીડિયો વાયરલ થતા પોલીસ આવી હતી એકશન મોડમાં
- મહિલાએ માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યું નિવેદન
- બાળકના પિતા દ્વારા જ બાળકને બચાવવામાં આવ્યો
રાજકોટમાં ગોકુલધામ આવાસ યોજના ખાતે રહેતી એક માતા પોતાના બાળકને આવાસ યોજનાની છત ઉપરથી નીચે ફેંકતી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. મહિલા છત પરથી બાળકને નીચે ફેંકતી હતી તે દરમ્યાન ત્યાંથી નીચે રહેલ મહિલાના પતિનાં ધ્યાને આ બાબત આવતા મહિલાના પતિ દ્વારા તાત્કાલીક ધાબા પર પહોંચી બાળકને બચાવી લીધો હતો.
-રાજકોટના ગોકુલધામ આવાસમાં હચમચાવી નાખે તેવી ઘટના
-માતાએ પોતાના બાળકને આવાસની છત ઉપરથી નીચે લટકાવ્યો
-વીડિયો વાયરલ થતા પોલીસ આવી હતી એકશન મોડમાં
-મહિલાએ માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યું નિવેદન
-મહિલાએ કહ્યું બાળકને ડરાવતી હતી#gujarat #rajkot #gokuldham #viralvideo… pic.twitter.com/FHazias4iW— Gujarat First (@GujaratFirst) May 27, 2025
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. બાળકના પિતાએ બાળકને બચાવી લીધો હતો. ત્યારે માતાએ આવું કેમ કર્યું તે બાબતે રહસ્ય અકબંધ છે. પતિ-પત્નિનાં ઝઘડા વચ્ચે બાળક સાતે તો આવું કૃત્ય કર્યું નથી ને? માતાની આવી ક્રૂરતાથી અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
પોલીસે મહિલાનું નિવેદન નોંધ્યું
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ એક્શન મોડમાં આવી જવા પામી હતી. પોલીસ દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી મહિલાની અટકાયત કરી હતી. અને મહિલાને માલવીયા નગર પોલીસ મથકે લઈ જવામાં આવી હતી. મહિલાએ માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધાવ્યું હતું કે, બાળકને ડરાવતી હતી. હિન્દી ભાષી મહિલા બાળકને ડરાવતી હતી ત્યાં જ તેનો પતિ આવી ગયો હતો અને બાળકને બચાવી લીધો હતો. બાળકના પિતા દ્વારા જ બાળકને બચાવવામાં આવ્યો હતો. તેમજ મહિલાએ મીડિયા સમક્ષ કંઈ પણ બોલવાની ના પાડી હતી. તેમજ આ ઘટનાના થોડા સમય પહેલા જ મહિલાને પાડોશી સાથે ઝઘડો પણ થયો હતો.
આ પણ વાંચોઃNavsari ની તપોવન સંસ્કારધામની હોસ્ટેલમાં બાળકનું હાર્ટ એટેકથી મોત, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
આ સમગ્ર ઘટનાને નજરે જોનાર એવ વ્યક્તિ દ્વારા જણાવ્યું હતું કે, એ બહેને બાળકને નીચે લટકાવ્યો હતો. એ ઘટના તે બહેનના પતિના ધ્યાને આવતા તેણે તાત્કાલીક ધાબે જઈ બાળકને ઉપર ખેંચી લીધો હતો. આગળ કંઈ ખબર નથી તે લોકોનો ઘરનો મામલો હોઈ શકે છે.
આ પણ વાંચોઃ CCTV : Morbi ના આમરણ નજીક એસટી બસની પાછળ કાર ઘુસી જતા બે ના મોત, બે ઈજાગ્રસ્ત