Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

 કટોકટી દિન નિમિત્તે ભાજપ દ્વારા યોજાયું સંમેલન 

ગાંધીનગરમાં કમલમ ખાતે રવિવારે કટોકટી દિન નિમિત્તે ભાજપ અને જનસંઘના જૂના કાર્યર્તાઓનું સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો તથા હોદ્દેદારોએ હાજરી આપી હતી. સંમેલનમાં રાજ્યભરમાંથી 125થી વધુ મિસાવાસીઓએ...
 કટોકટી દિન નિમિત્તે ભાજપ દ્વારા યોજાયું સંમેલન 
Advertisement
ગાંધીનગરમાં કમલમ ખાતે રવિવારે કટોકટી દિન નિમિત્તે ભાજપ અને જનસંઘના જૂના કાર્યર્તાઓનું સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો તથા હોદ્દેદારોએ હાજરી આપી હતી. સંમેલનમાં રાજ્યભરમાંથી 125થી વધુ મિસાવાસીઓએ તેમની યાદો વાગોળી હતી.
કટોકટીનો ભય રાખ્યા વગર તમે બધા મક્કમ રહ્યા
આ પ્રસંગે સંબોધન કરતાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે સત્તા મેળવવા અને સત્તા જાળવવા માટે કોંગ્રેસ કોઇ પણ હદે જઇ શકે છે તેનું તાદ્શ્ય દ્રષ્ય આપણને 25 અને 26મી જૂને રાત્રે જોવા મળ્યું હતું. આપ સૌ તેના સાક્ષી અને ભોગી છો પણ આ દેશ માટે સતત કામ કરતા રહી કટોકટીનો ભય રાખ્યા વગર તમે બધા મક્કમ રહ્યા..ભલે તમને જેલમાં નાખ્યા પણ તમારા વિચારમાં કોઇ બદલાવ ના આવ્યો. સતત દેશ માટે ઝઝુમતા રહેવું અને તમામ મોટા નેતા સહિત તમામ લોકોની આર્થિક સ્થિતી સારી ન હતી છતાં તેમણે લાચારી બતાવ્યા વગર ઘરના લોકોની હિંમત તમે ટકાવી અને દેશના લોકોની પણ હિંમત તમે ટકાવી તે માટે તમામને વંદન છે. તે સમયે  નસબંધી માટે ફરજીયાત ટાર્ગેટ અપાતો હતો. મીડિયાના ઘણા લોકો સરન્ડર થયા પણ ઘણા બધા મીડિયાના લોકો મક્કમ પણ રહ્યા. અનેક લેખકો અને પત્રકારોએ બોલવાનો કે લખવાનો પ્રયત્ન કર્યો તેમને પણ ગુનેગારની જેમ જેલમાં નાંખી દેવાયા હતા.

આ બધી એવી યાતનાઓ છે તે કદાચ શબ્દમાં ના વર્ણવી શકાય
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ બધી એવી યાતનાઓ છે તે કદાચ શબ્દમાં ના વર્ણવી શકાય. આ યાતના ભોગવ્યા પછી કોઇ પણ જાતના વિચાર, વર્તન કે વાણીમાં પરિવર્તન કર્યા વગર આપણી વિચારધારાને વળગી રહી કામ કર્યું તેના પરિણામ રુપે આજે આપણે દેશમાં 303 બેઠકો સુધી પહોંચી શક્યા છે. સમર્પણ ભાવ અને બલિદાન કહી શકાય. સત્તા માટે કઇ હદ સુધી જવું તે જોવા મળે છે. આજે પણ ઘણા રાજ્યોમાં આવી સ્થિતિ જોવા મળે છે. આજે પરિસ્થિતી હજું છે તેની સામે લડવા માટે આ પ્રેરણા અમને મળતી રહે છે. કટોકટીમાં ઘરના સભ્યોની પીડાને વર્ણવી ના શકાય તેમ મુખ્યમંત્રીએ કહ્યું હતું. આજે દુનિયાની દ્રષ્ટી ભારત સામે છે. રાષ્ટ્ર પ્રથમની ભાવનાને આપણે ઘેર ઘેર પહોંચાડી શક્યા છીએ.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×