ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

SURAT : રેલવે વિભાગે કર્યું 'બુદ્ધિ'નું પ્રદર્શન, મુસાફરો વતન પહોંચ્યા ત્યાર પછી ઉધના સ્ટેશન પર મંડપ અને લાઇટની વ્યવસ્થા

SURAT વિભાગે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરીને પોતાની જ મજાક બનાવી લીધી છે, વાત જાણે તેમ છે કે, દિવાળીના તહેવાર ટાણે સુરત ઉધણા રેલવે સ્ટેશને પ્રતિદિવસ 20-25 હજાર મુસાફરોની ભીડ રહેતી હતી. આ સમય એવો હતો કે, યાત્રીઓને તડકામાં ઉભા રહીને ટીકિટ મેળવવા મજબૂર બનવું પડ્યું હતુ અને ભૂખ્યા પણ રહેવું પડ્યું હતું. હવે જ્યારે તમામ મુસાફરો ઘરે પહોંચી ગયા છે, ત્યારે મુસાફરોને તડકાથી બચાવવાનું રેલવે વિભાગને એકાએક યાદ આવ્યું છે...
04:23 PM Oct 22, 2025 IST | Mujahid Tunvar
SURAT વિભાગે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરીને પોતાની જ મજાક બનાવી લીધી છે, વાત જાણે તેમ છે કે, દિવાળીના તહેવાર ટાણે સુરત ઉધણા રેલવે સ્ટેશને પ્રતિદિવસ 20-25 હજાર મુસાફરોની ભીડ રહેતી હતી. આ સમય એવો હતો કે, યાત્રીઓને તડકામાં ઉભા રહીને ટીકિટ મેળવવા મજબૂર બનવું પડ્યું હતુ અને ભૂખ્યા પણ રહેવું પડ્યું હતું. હવે જ્યારે તમામ મુસાફરો ઘરે પહોંચી ગયા છે, ત્યારે મુસાફરોને તડકાથી બચાવવાનું રેલવે વિભાગને એકાએક યાદ આવ્યું છે...

SURAT ઉધના રેલવે વિભાગે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોવાની માહિતી સામે આવી રહી છે. વાત જાણે એવી છે કે, જ્યારે દિવાળી ટાણે પ્રતિદિવસ હજારોની સંખ્યામાં મુસાફરો ઉધના રેલવે સ્ટેશને ટીકિટ લઈને પોતાના વતનની મુસાફરી કરવાં આવતા હતા. તે સમયે મુસાફરોને ટીકિટ લેવા માટે કલાકો સુધી તડકામાં ઉભા રહેવું પડ્યું હતું. પરંતુ તે સમયે રેલવે વિભાગને મુસાફરોની યાતનાઓ દેખાઈ નહીં પરંતુ જ્યારે મુસાફરો હાલાકી ભોગવીને પોતાના વતન પહોંચી ગયા છે, ત્યારે રેલવે વિભાગને મુુસાફરોની મુશ્કેલીઓ દેખાઈ અને એકાએક મંડપ બંધાવ્યો હતો.

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર દિવાળી અને છઠ પૂજા જેવા તહેવારો દરમિયાન લાખો મુસાફરોની ભીડને કારણે થયેલી અસુવિધા પછી રેલવે વિભાગે 'બુદ્ધિ'નું પ્રદર્શન કર્યું છે. દરરોજ 20-25 હજાર મુસાફરો મોટા ભાગે યુપી, બિહાર અને અન્ય ઉત્તર ભારતીય રાજ્યોમાંથી વતન જવા માટે ઉમડી પડ્યા હતા. આ દરમિયાન તેઓએ 18-24 કલાક રાત-દિવસ લાઇનમાં ઊભા રહીને ટિકિટ લીધી હતી.

ગરમીમાં પણ દોઢ કિલોમીટર સુધીની લાઇનમાં ઉભા રહીને મુસાફરોએ ટિકિટ લીધી હતી. પરંતુ તે વખતે રેલવે વિભાગે તે સમયે મંડપ કે લાઇટની વ્યવસ્થા નહોતી કરી. હવે, જ્યારે લાખો મુસાફરો વતન પહોંચી ગયા ત્યારે મંડપ બાંધવામાં આવ્યો અને લાઇટના ફોક્સ લગાવવામાં આવ્યા છે. જે દિવસે પણ ચાલુ રાખવામાં આવ્યા છે.

દિવાળી અને છઠ પૂજા સહિત તાજેતરના બિહાર ચૂંટણીના કારણે સુરત જેવા શહેરોમાંથી લાખો માઈગ્રન્ટ વર્કર્સ (ટેક્સટાઈલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા) વતન જવા માટે ઉધના સ્ટેશન પર ઉમડી પડ્યા હતા. દરરોજ 20-25 હજાર મુસાફરોની ભીડને કારણે ટિકિટ કાઉન્ટર પાસે દોઢ કિલોમીટર લાંબી લાઇનો જોવા મળતી હતી. મુસાફરો 18-24 કલાક રાત-દિવસ ઊભા રહ્યા હતા.

આ પણ વાંચો- Vadodara : ફૂટપાથ પર નિંદર માણતા શ્રમજીવી પરિવારને કાર ચાલકે કચડ્યો, બાળકનું મોત

ભર તડકામાં પાણી-ખોરાકની અછત અને શૌચાલયની સમસ્યાઓને કારણે મુસાફરો ખૂબ જ અસુવિધા અનુભવતા હતા. એક અઠવાડિયા સુધી આ ભીડ ચાલી પરંતુ રેલવે વિભાગે તે સમયે મંડપ, લાઇટ કે ફોકસની વ્યવસ્થા નહોતી કરી. હવે, જ્યારે મુસાફરો વતન પહોંચી ગયા ત્યારે મંડપ બાંધીને લાઇટના ફોકસ લગાવ્યા છે, જેનાથી રેલવે વિભાગે બુદ્ધિનું ભોપાળું કાઢ્યું હોવાની ટીકા થઈ રહી છે.

ઉધના સ્ટેશન પર તહેવારો દરમિયાન 470થી વધુ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી હતી. યુપી, બિહાર, જહારખંડ જેવા રાજ્યો માટે વિશેષ ટ્રેનોનો સમાવેશ થાય છે. પરંતુ, ભીડને કારણે ટિકિટ મેળવવી મુશ્કેલ બની અને મુસાફરોને લાંબી લાઇનમાં ઊભા રહેવું પડ્યું હતું. વેસ્ટર્ન રેલવેના અધિકારીઓએ આગાઉથી ક્રાઉડ મેનેજમેન્ટ પ્લાન જાહેર કર્યો હતો. જેમાં હોલ્ડિંગ એરિયા (3,200 ચો.મી. પરિમાણના કવર્ડ સ્પેસ), ડ્રોન કેમેરા, વધારાના સ્ટાફ અને પોલીસ ડિપ્લોયમેન્ટનો સમાવેશ હતો. સુરત સ્ટેશન પર પણ 1,200 ચો.મી.ના હોલ્ડિંગ એરિયા બનાવાયા હતા. પરંતુ, મુસાફરોના અનુભવ મુજબ, આ વ્યવસ્થાઓ અપૂરતી રહી અને મંડપ-લાઇટ જેવી મૌલિક સુવિધાઓ તહેવાર પછી જ લાગી હતી. આ વિલંબને કારણે સ્થાનિક મીડિયા અને સોશિયલ મીડિયા પર રેલવે વિભાગ પર ટીકા થઈ રહી છે.

મુસાફરોના કહેવા પ્રમાણે, "એક અઠવાડિયા સુધી રાત-દિવસ લાઇનમાં ઊભા રહીને ટિકિટ મેળવી હતી. પરંતુ હજારોની સંખ્યામાં મુસાફરો આવ્યા હોવા છતાં પણ રેલવે વિભાગે તેમના માટે કોઈ જ વ્યવસ્થા કરી નહતી. પરંતુ જ્યારે મુસાફરો હાલાકી ભોગવીને પોત-પોતાના ઘરે પહોંચી ગયા ત્યારે રેલવે વિભાગને વ્યવસ્થા કરવાનું એકાએક યાદ આવ્યું હોય તેમ મંડપથી લઈને લાઈટની વ્યવસ્થા કરી હતી. આમ રેલવે વિભાગે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરી દીધું હતું.

આ પણ વાંચો- Ahmedabad : ગુજરાત ફર્સ્ટ પરિવારે નૂતન વર્ષની ઉજવણી કરી, ડિરેક્ટર જસ્મીનભાઈ પટેલ, ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ હાજર રહ્યા

Tags :
#DiwaliCrowd#GujaratRailway#IntelligenceShow#PassengersDifficulty#RailwaySystemChhathPujaSuratSuratNewsUdhnaRailwayStation
Next Article