ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkotમાં નશામાં ધૂત કારચાલકે પત્રકારની બાઇકને ટક્કર મારી

રાજકોટમાં ફરી સામે આવ્યો રફ્તારનો આતંક નશામાં ધૂત કારચાલકે સર્જ્યો અકસ્માત પત્રકારના પરિવારને કારચાલકે મારી ટક્કર પરિવાર સાથે જઈ રહ્યા હતા ગુજરાત ફર્સ્ટના પત્રકાર નશામાં ધૂત કારચાલકે પત્રકારને મારી ટક્કર MG હોસ્ટેલ પાસેથી પસાર થઈ રહ્યા હતા પત્રકાર પુત્ર-પત્ની...
12:13 PM Sep 25, 2024 IST | Vipul Pandya
રાજકોટમાં ફરી સામે આવ્યો રફ્તારનો આતંક નશામાં ધૂત કારચાલકે સર્જ્યો અકસ્માત પત્રકારના પરિવારને કારચાલકે મારી ટક્કર પરિવાર સાથે જઈ રહ્યા હતા ગુજરાત ફર્સ્ટના પત્રકાર નશામાં ધૂત કારચાલકે પત્રકારને મારી ટક્કર MG હોસ્ટેલ પાસેથી પસાર થઈ રહ્યા હતા પત્રકાર પુત્ર-પત્ની...
Rajkot accident

Rajkot Accident : રાજકોટમાં ફુલ સ્પીડે કાર હંકારીને અકસ્માત (Rajkot Accident) સર્જવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ગત રાત્રીએ રાજકોટના એમજી હોસ્ટેલ પાસેથી પસાર થઇ રહેલા પત્રકારની બાઇકને નશામાં ધૂત કારચાલકે અકસ્માત સર્જયો હતો. આ ઘટનામાં નશામાં ધૂત કારચાલકે પત્રકાર ગૌતમ ભેડાની બાઇકને ટક્કર મારી હતી.

નશામાં ધૂત કારચાલકે અકસ્માત સર્જયો

રાજકોટમાં રફ્તારનો આતંક ફરી સામે આવ્યો છે અને નશામાં ધૂત કારચાલકે અકસ્માત સર્જયો હતો. નશામાં ધૂત કારચાલકે રાજકોટના પત્રકાર ગૌતમ ભેડાના પરિવારની બાઇકને ટક્કર મારી હતી.

આ પણ વાંચો---Rajkot ની Saurashtra University ફરી આવી વિવાદમાં, જાણો સંપૂર્ણ હકીકત

કારચાલક પત્રકારની બાઇકને ટક્કર મારી ફરાર

ગુજરાત ફર્સ્ટના પત્રકાર ગૌતમ ભેડા પરિવાર સાથે જઈ રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. તેઓ બાઇક પર એમજી હોસ્ટેલ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે નશામાં ધૂત કારચાલકે પત્રકારને ટક્કર મારી હતી. પત્રકાર ગૌતમ ભેડાની સાથે તેમના પત્ની અને પુત્ર હતા. નશાની હાલતમાં રહેલો કારચાલક પત્રકારની બાઇકને ટક્કર મારી ફરાર થઇ ગયો હતો.

ક્યાં સુધી આમ જનતાના જીવ જોખમમાં મુકાતા રહેશે?

આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે. લોકો પૂછી રહ્યા છે કે રાજકોટમાં ક્યારે અટકશે રફ્તારનો આતંક? રાજકોટ પોલીસ નશાના વેપલા પર કાર્યવાહીકેમ નથી કરતી? અને ક્યાં સુધી નશાખોરો આમ જનતા માટે ખતરો બનતા રહેશે? શું નશાખોરીને ડામવામાં રાજકોટ પોલીસ અસફળ છે? ક્યાં સુધી આમ જનતાના જીવ જોખમમાં મુકાતા રહેશે?

આ પણ વાંચો---Rajkot: ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખનું નામ દારૂના કેસમાં ખુલ્યું

Tags :
Accidentdrunk driverGujaratGujarat FirstJournalistRAJKOTRajkot accidentrajkot police
Next Article