Junagadh: ધારાસભ્યના નામે બન્યું Fake Account, છબી ખરડવાનો પ્રયાસ!
- Junagadh ના ધારાસભ્યની છબી ખરડવાનો પ્રયાસ
- સોશિયલ મીડિયામાં બન્યું Fake Accont
- ધારાસભ્ય સંજય કોરડિયા (Sanjay Koradiya)એ નોંધાવી પોલીસ ફરિયાદ
- Fake Accont માં ધારાસભ્યના ફોટાનો પણ કરાયો ઉપયોગ
JUNAGADH: રાજ્યમાં સાયબર ક્રાઈમ (Cybercrime)ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ભેજાબાજ શખ્સો ઓનલાઈ, સોશિયલ મીડિયાના માધ્યમથી નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. કોઈને કોઈ યુક્તિ રચીને લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે. ત્યારે આ સાયબર (CYBER) માફિયાઓ નેતાઓને પણ છોડતા નથી. જૂનાગઢના ધારાસભ્ય પણ સાયબર માફિયાના ઝાલમાં ફસાયા છે. સોશિયલ મીડિયામાં ધારાસભ્યના નામે બોગસ એકાઉન્ટ બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
Junagadh ના ધારાસભ્ય સંજય કોરડિયાના નામે બોગસ એકાઉન્ટ
ધારાસભ્ય સંજય કોરડિયાના નામે સોશિયલ મીડિયામાં FAKE ACCOUNT બનાવવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં Sanjay_s_koradiya ના નામથી બનેલા બોગસ એકાઉન્ટમાં સાયબર માફિયાઓએ ધારાસભ્યના ફોટાનો પણ ઉપયોગ કર્યો છે.
આ પણ વાંચો-Gandhinagar:બહીયલમાં ગૌવંશ વેચાણ અટકાવવા જતા યુવક પર હુમલો, વાતાવરણ બન્યું તંગ
Fake Account ને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ
સંજય કોરડિયાના નામે Fcke Account બનતા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વનરાજ ફેક્ટરીના હર્ષ ગોઠી નામના વ્યક્તિએ પોલીસને જાણ કરી છે. ઘટનામાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, સંજય કોરડિયાની છબી ખરડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હાલ તો પોલીસે ગુનો નોંધીને સાયબર ગુનો આચરનારાની શોધખોળ શરૂ કરી છે.
આ પણ વાંચો-Gujarat News : આજે 5 ડિસેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?


