Farmer suicide : "ખેડૂતનો દીકરો કોઈ દિવસ ભીખ ન માંગે પણ આજે કપરી સ્થિતિ ઊભી થઈ છે"
- Farmer suicide : જાફરાબાદમાં 'ખેતી બચાવો' સત્યાગ્રહ : પરેશભાઈ ધાનાણીએ ખેડૂતોની વેદના વ્યક્ત કરી, ""
- ખેડૂતોને વિનંતી : કોઈ કૂવો ન પૂરો - પરેશભાઈ ધાનાણીનો સત્યાગ્રહમાં ભાવુક પ્રવચન, ઉનાના આત્મહત્યા પર વેદના
- અમરેલી જાફરાબાદમાં આંદોલન : "ખેડૂતનો દીકરો કોઈ દિવસ ભીખ ન માંગે પણ આજે કપરી સ્થિતિ ઊભી થઈ છે "
- સર સલામત તો પાઘડીયા બહુત : પરેશભાઈ ધાનાણીની ખેડૂતોને અપીલ, મંડળી હપ્તા અને માવઠાના નુકસાન પર ચિંતા
- ખેતી બચાવો સત્યાગ્રહમાં ધાનાણીના આંસુ : ઉનાના ખેડૂતની આત્મહત્યા પર વેદના, દીકરીઓના લગ્નના દેવામાં દુઃખ
કમોસમી વરસાદથી નુકશાન વચ્ચે Farmer suicide : ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાના કારણે થયેલા વ્યાપક નુકસાન વચ્ચે જાફરાબાદ ખાતે 'ખેતી બચાવો' સત્યાગ્રહ આંદોલનમાં પૂર્વ નેતા વિપક્ષ પરેશભાઈ ધાનાણીએ ખેડૂતોની વેદનાઓ વ્યક્ત કરી છે. તેમણે ભાવુક અવાજમાં કહ્યું કે, "ખેડૂતનો દીકરો કોઈ દિવસ ભીખ ન માંગે, પણ આજે કપરી સ્થિતિ ઊભી થઈ છે." આ આંદોલનમાં હાજર ખેડૂતોને સાંભળીને ધાનાણીએ તેમની સમસ્યાઓને લઈને તીખી ટીકા કરી અને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો.
ધાનાણીના સંવાદથી વાતાવરણમાં ભાવુકતા ઉભી થઈ હતી. તેમણે કહ્યું કે, "મંડળીઓના હપ્તા ભરવાનો વેંત નથી, એક અઠવાડિયામાં બીજો બનાવ છે. જીવનમાં 2 છેડા કેમ ભેગા કરવા મુશ્કેલ છે?" તેમણે ઉનાના રેવડ ગામના એક ખેડૂતના દુઃખદ કિસ્સાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જેમની બે દીકરીઓના લગ્ન લેવાઈ ગયા હતા અને મંડળીનું 2 લાખનું દેવું બાકી હતું. "ખેતરના પડામાં 9 વિધામાં મગફળી વાવી હતી, પણ મગફળીનો પાલો નહોતો વધ્યો. આદરેલા પ્રસંગ કેમ પૂર્ણ થશે તેની ચિંતામાં એક ખેડૂતે કુવો પૂર્યો."
આ પણ વાંચો- Patan : ચાણસ્મા નજીક કાર-રીક્ષા વચ્ચે ભયંકર ટક્કર; 2 લોકોના મોત, 2 ગંભીર ઈજાગ્રસ્ત
આ કિસ્સા પર વેદના વ્યક્ત કરતા ધાનાણીએ ખેડૂતોને બે હાથ જોડીને વિનંતી કરી છે કે, "બાપ, અમે હારી ગયા છીએ, મરી નથી ગયા. ખબરદાર, મારા કોઈ ખેડૂત ભાઈઓ કુવો પૂરવાનો નથી. જીવશું તો બધું થશે. સર સલામત તો પાઘડીયા બહુત." તેમણે વધુમાં કહ્યું કે, "આપણે જેને ખંભે બેસાડીને દિલ્હી મોકલ્યા એના ડેલા ખખડાવવા છે." આમ ટૂંકા શબ્દોમાં કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકાર પર પરેશભાઈ ધાનાણીએ પ્રહાર કર્યો હતો.
આ સત્યાગ્રહ કોંગ્રેસની 'ખેડૂત આક્રોશ યાત્રા'નો ભાગ છે, જેમાં શક્તિસિંહ ગોહિલ અને અમિતભાઈ ચાવડા જેવા નેતાઓએ પણ ખેડૂતોના દેવા માફી અને વળતરની માગ કરી છે. ઉનાના ખેડૂત ગફારભાઈની આત્મહત્યા પર ધાનાણીએ ખાસ વેદના વ્યક્ત કરી, જેમાં માવઠાના નુકસાન અને આર્થિક તંગીનો ઉલ્લેખ છે. આંદોલનમાં હાજર હજારો ખેડૂતોએ ધાનાણીના પ્રવચનને તાળીઓથી પ્રતિભા આપી અને સરકારને ઝડપી રાહતની માગ કરી.
સરકાર તરફથી કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ મગફળીની ટેકા ભાવે ખરીદીની જાહેરાત કરી છે, પરંતુ હજું સુધી રાહત પેકેજ વિશે કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધીમાં મોટા ભાગના ગામડાઓનું સર્વે થઈ ગયું છે. તો કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ કરેલી પ્રેસકોન્ફ્રન્સમાં માહિતી આપી હતી કે, ટૂંક જ સમયમાં ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવશે.
રાજ્યના ખેડૂતો સરકાર સામે મીટ માંડીને બેસ્યા છે કે, ક્યારે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવશે. તો ખેડૂતોના મનમાં સંશય સાથે અનેક પ્રશ્ન પણ ઉભા થઈ રહ્યાં છે કે, સરકાર કેટલી સહાય આપશે? શું સરકારની સહાયથી તેમના નુકશાનની ભરપાઈ થઈ શકશે? ખેર, આગામી એકાદ-બે દિવસમાં સરકાર રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. તો સરકાર તરફથી પણ વિશ્વાસ અપાવવામાં આવ્યો છે કે, ખેડૂતોને સંપૂર્ણપણે ન્યાય આપવામાં આવશે અને તેમની નુકશાનીનું યોગ્ય વળતર આપવામાં આવશે. તે ઉપરાંત તેવું પણ કહેવામાં આવ્યું છે કે નુકશાની બાબતે એકપણ ખેડૂતને સહાય આપવામાં બાકાત રાખવામાં આવશે નહીં.
આ પણ વાંચો- Bhavnagar : અધધ…1 કરોડથી પણ વધુનાં સાઇબર ફ્રોડ કેસમાં 3 આરોપીની ધરપકડ