Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Covid19: અમદાવાદમાં કોરોનાની સારવાર લેતી મહિલા દર્દીનું મૃત્યુ થયુ

ફેફસામાં ગંભીર ઇન્ફેક્શન સાથે દાખલ થયેલ કિશોરીને રેમડીસીવીર આપી બચાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો
covid19  અમદાવાદમાં કોરોનાની સારવાર લેતી મહિલા દર્દીનું મૃત્યુ થયુ
Advertisement
  • સોલા સિવિલ હોસ્પિટલમાં 16 વર્ષીય કિશોરીનું મોત થયુ
  • મૂળ સાબરકાંઠાની યુવતી 4 જૂનના રોજ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ હતી
  • હાલ સુધીમાં કોરોનાના કારણે ચાર મહિલાઓના મોત થયા

Covid19: અમદાવાદમાં કોરોનાની સારવાર લેતી મહિલા દર્દીનું મૃત્યુ થયુ છે. જેમાં સોલા સિવિલ હોસ્પિટલમાં 16 વર્ષીય કિશોરીનું મોત થયુ છે. મૂળ સાબરકાંઠાની યુવતી 4 જૂનના રોજ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ફેફસામાં ગંભીર ઇન્ફેક્શન સાથે દાખલ થયેલ કિશોરીને રેમડીસીવીર આપી બચાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાલ સુધીમાં કોરોનાના કારણે ચાર મહિલાઓના મોત થયા છે.

હાલ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 510 ઉપર

2 મહિલા LG હોસ્પિટલ તેમજ 2 મહિલાના સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મોત થયા છે. હાલ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 510 ઉપર પહોંચ્યો છે. તેમજ રાજકોટમાં કોરોનાના વધુ 10 કેસ નોંધાયા છે. જેમાં 8 પુરુષ અને 2 સ્ત્રીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમજ અત્યાર સુધીમાં કોરોનાના કુલ 105 કેસ નોંધાયા છે. જેમાંથી 54 દર્દી સાજા થયા છે. તથા હાલ 51 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

Advertisement

Advertisement

32 લોકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી

ગઈકાલે નોંધાયેલા કેસ મુજબ વાત કરીએ તો કુલ 980 કેસ કોરોનાના છે જેમાં 32 લોકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને 948 લોકો હોમ આઈસોલેશન છે. તથા 27 દર્દીઓને સાજા થતા રજા આપી દેવામાં આવી છે, હોમ આઈસોલેશનમાં રહેલ વ્યકિતઓએ તેમના સ્વાસ્થ્યનું સ્વ નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું જોઈએ તેવી તબીબોએ સલાહ આપી છે.

આ પણ વાંચો: Indore Sonam Case: ઇન્દોરની સોનમ બેવફા નીકળી, 11 Mayથી - 9 June સુધીની જાણો Time Line

Tags :
Advertisement

.

×