Surat : ઘરમાં અચાનક લાગી આગ, હલનચલન ન કરી શકતી દિવ્યાંગ યુવતી ભડથું થઈ
- Surat નાં પાંડેસરા વિસ્તારમાં મકાનમાં લાગી વિકરાળ આગ!
- 24 વર્ષીય દિવ્યાંગ યુવતીનું ખાટલા સાથે સળગીને મોત
- પાંડેસરા પોલીસે કાર્યવાહી હાથ ધરી
સુરતનાં (Surat) પાંડેસરા વિસ્તારમાં આવેલા એક મકાનમાં અચાનક ભયંકર આગ લાગવાની ગોઝારી ઘટના બની છે. આ દુર્ઘટનામાં એક દિવ્યાંગ યુવતીનું મોત નીપજ્યું છે. આ બનાવનાં પગલે ફાયર બ્રિગેડ (Fire Brigade) અને પાંડેસરા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવતીનાં મૃતદેહને પીએમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Khyati Hospital : અદાણી અને અંબાણીને પણ ન હોય તેવા છે આ કૌભાંડીઓનાં ઘર!
24 વર્ષીય દિવ્યાંગ યુવતીનું ખાટલા સાથે સળગીને મોત
સુરતનાં (Surat) પાંડેસરા વિસ્તારમાં ત્યારે અફરાતફરી મચી જ્યારે એક મકાનમાં વિકરાળ આગ લાગી હતી. પ્રાથમિક અહેવાલ અનુસાર, સત્યનારાયણનગરનાં એક મકાનમાં 24 વર્ષીય અંજલી રાકેશ તિવારી માતા-પિતા સાથે રહેતી હતી. અંજલી હલનચલન કરી શકતી નહોતી જ્યારે તેની માતાની માનસિક સ્થિતિ પણ સારી નહોતી. આજે અંજલિનાં પિતા નોકરીએ ગયા ત્યારે અંજલીની માતા હોલમાં હતી અને અંજલી ખાટલી પર સૂતી હતી. દરમિયાન, મકાનમાં કોઈ કારણસર વિકરાળ આગ લાગી હતી. માતાને જાણ થતાં દોડીને ઘરની બહાર આવી હતી અને બૂમાબૂમ કરી હતી.
આ પણ વાંચો - Khyati Hospital 'કાંડ' માં ડો. પ્રશાંત વજિરાણીના 25 નવેમ્બર સુધી રિમાન્ડ મંજૂર, કોર્ટમાં થઈ આ રજૂઆત
યુવતી હલનચલન ન કરી શકતા આગની ચપેટમાં આવી
બીજી તરફ, દિવ્યાંગ અંજલી હલનચલન ન કરી શકતા આગની ચપેટમાં આવી હતી, જેથી તેનું મોત નીપજ્યું હતું. સ્થાનિક લોકો દ્વારા આગ બૂઝાવવાનાં પ્રયાસ કરવામાં આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આગની ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ અને પાંડેસરા પોલીસની (Pandesara Police) ટીમ ત્યાં પહોંચી હતી યુવતીનાં મૃતદેહને પીએમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital) મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો - Gujarat Politics : શંકરસિંહ વાઘેલાની નવી પાર્ટીને મળ્યું આ ચૂંટણી ચિહ્ન!