Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Income Tax Inspector ની નોકરીની લાલચ આપી ઠગ ટોળકીએ ભારતની પ્રથમ સ્માર્ટ સ્કુલનાં શિક્ષિકા પાસેથી 9.20 લાખ ખંખેરી લીધા

ગુજરાત સહિત દેશભરમાં સરકારી નોકરી વાંચ્છુઓને જાળમાં ફસાવીને લાખો રૂપિયા પડાવતી ટોળકીના મુખ્ય સૂત્રધારને Cyber Cell Ahmedabad એ ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી અને તેના સાગરિતોએ ફિલ્મી સ્ટાઈલથી India's First Smart School ની શિક્ષિકાનો ઈન્ટરવ્યુ લઈ તેમજ ટ્રેનિંગનું નાટક રચીને IT Inspector ની નોકરીના નામે 9.20 લાખ પડાવી લીધા છે. પકડાયેલો આરોપી અમનકુમાર વર્મા માત્ર 12 ધોરણ પાસ છે.
income tax inspector ની નોકરીની લાલચ આપી ઠગ ટોળકીએ ભારતની પ્રથમ સ્માર્ટ સ્કુલનાં શિક્ષિકા પાસેથી 9 20 લાખ ખંખેરી લીધા
Advertisement

Income Tax Inspector : સરકારી નોકરી મેળવવાની ઈચ્છા/સ્વપ્ન સૌ કોઈ ભણેલાં લોકોને હોય છે. ઓળખાણ અને ગોઠવણથી સરકારી નોકરી મેળવવાની લાલચમાં અનેક લોકો ભૂતકાળમાં છેતરપિંડીનો ભોગ બની ચૂક્યાં છે અને હાલમાં બની પણ રહ્યાં હશે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં સરકારી નોકરી વાંચ્છુઓને પોતાની જાળમાં ફસાવીને લાખો રૂપિયા પડાવતી ટોળકીના મુખ્ય સૂત્રધારને અમદાવાદ સાયબર સેલે (Cyber Cell Ahmedabad) ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે. પકડાયેલા આરોપી અને તેના સાગરિતોએ ફિલ્મી સ્ટાઈલથી ભારતની પ્રથમ સ્માર્ટ સ્કુલ (India's First Smart School) ની શિક્ષિકાનો ઈન્ટરવ્યુ લઈ તેમજ ટ્રેનિંગ આપીને IT Inspector ની નોકરીના નામે લગભગ મહિનાના ગાળામાં 9.20 લાખ પડાવી લીધા છે.

હકીમની ઓળખાણથી Income Tax Inspector બનવા નીકળ્યા

અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલા સત્વ વિકાસ સ્કુલ (Sattva Vikas School) માં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પ્રિયંકા રાય (રહે. બોપલ મૂળ રહે. ઝારખંડ) નાના ભાઈની બિમારીના ઉપચાર માટે માર્ચ-2023માં એક હકીમના સંપર્કમાં આવ્યા હતા. પ્રિયંકા રાય ઝારખંડ ખાતેના એક ગામમાં રહેતા હાફીઝ અન્સારી પાસે ભાઈને ઉપચાર માટે લઈ ગયા હતા અને 5100 રૂપિયામાં જડીબુટ્ટીઓ ખરીદી હતી. હકીમ હાફીઝ અન્સારીએ 24 જુલાઈ 2024ના રોજ ફોન કરી Income Tax Inspector ની નોકરી જોઈએ છે ? મારી પાસે એક ઓળખાણ છે તેમ કહેતાં શિક્ષિકાએ 'હા' પાડી હતી. અભિષેકસિંગ નામના ઈન્કમટેક્સ ઑફિસર છે અને તે તમારો સંપર્ક કરશે તેમ કહીને હાફીઝ અન્સારીએ પ્રિયંકા રાયનું ઈ-મેઈલ આઈડી મેળવ્યું હતું. જે ઈ-મેઈલ આઈડી પર 24 જુલાઈના દિવસે જ આઈટી ડિપાર્ટમેન્ટ કર્ણાટક રિક્રુટમેન્ટ સેલ એચઆરડી પરથી મેઈલ મોકલી અભ્યાસની વિગતો, આધાર કાર્ડ, પાનકાર્ડ, મેડિકલ સર્ટિ તેમજ ચારિત્ર્યનું પ્રમાણપત્ર સહિતની વિગતો માગી હતી.

Advertisement
Advertisement

Advertisement

ડૉક્યુમેન્ટ મોકલ્યાના 12 દિવસમાં ઈન્ટરવ્યુ આવી ગયો

પ્રિયંકા રાયે ઈ-મેઈલ પર દસ્તાવેજો મોકલ્યાના પાંચ દિવસમાં Income Tax Inspector Job ની અરજી મળી હોવાનો રિપ્લાય આવ્યો. 5 થી 8 ઑગસ્ટના રોજ બેંગ્લુરૂ ખાતે અસલ દસ્તાવેજો સાથે હાજર રહેવાનું કહેતાં શિક્ષિકા પતિ સાથે A G Office Bengaluru પહોંચી ગયા. જ્યાં હકીમ હાફીઝ પણ મળ્યો. પ્રિયંકા રાય ઉપરાંત અન્ય એક સાહીલસિંગનો પણ નોકરી માટે ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો.

"તમે સિલેક્ટ થયા છો" કહીને 9.20 લાખ ખંખેરી લીધા

ઈન્ટરવ્યુ આપીને બેંગ્લુરૂથી અમદાવાદ પરત ફર્યા તે દિવસે જ શિક્ષિકા પર હાફીઝ અને અભિષેકસિંગનો કૉન્ફરન્સ કોલ આવ્યો અને "તમે સિલેક્ટ થયા છો. પ્રોસેસિંગ ફી પેટે 12 લાખ રૂપિયા ભરવા પડશે". આટલી મોટી રકમની સગવડ નહીં હોવાનું પ્રિયંકા રાયે જણાવતાં 4 દિવસમાં 50 ટકા રકમ ભરવાનું કહેતા શિક્ષિકાના પતિએ 7.50 લાખની લૉન લઈને બે દિવસમાં 6 લાખ રૂપિયા જુદાજુદા ટ્રાન્ઝેકશનથી ટ્રાન્સફર કરી દીધાં. 9 ઑગસ્ટથી 22 ઑગસ્ટ દરમિયાન બેંગ્લુરૂ ખાતે Income Tax Inspector ની નોકરી માટે શિક્ષિકાને ટ્રેનિંગ આપવામાં આવી. તાલીમ પૂર્ણ થતાં એનેક્ષર ફોર્મ ભરવાનો એક મેઈલ આવ્યો. 4 સપ્ટેમ્બર 2024ના રોજ કૉલકત્તા ટ્રેનિંગ માટે 2 લાખ ભરવાનું કહેવામાં આવ્યું. ફરીથી 2 લાખ રૂપિયા અને તે પછી ટુકડે ટુકડે દંપતીએ 1.20 લાખ ચૂકવ્યા. 8 અને 9 સપ્ટેમ્બરના રોજ કૉલકત્તાની હૉટેલ પ્રાઈડ પ્લાઝા ખાતે NADT Test લેવામાં આવ્યો.

છેતરપિંડીની કેવી રીતે ખબર પડી ?

14 ઑક્ટોબર 2024ના રોજ બેંગ્લુરૂ ખાતે એક ટ્રેનિંગ આવી, પરંતુ શિક્ષિકાના સંબંધીનું અવસાન થયું હોવાથી તેઓ જઈ શક્યા નહીં. પ્રિયંકા રાયે તેમની સાથે અગાઉ ઈન્ટરવ્યુ આપનારા સાહિલસિંગનો સંપર્ક કરતા તેણે બહુ રૂપિયા માગતા હોવાની ફરિયાદ કરી. જેથી પ્રિયંકા રાયે જોબ ઑફર લેટર માગતા અભિષેકસિંગે તે મોકલી આપ્યો. લેટર અંગે શંકા જતાં તેમણે A G Office Bengaluru ના લેન્ડ લાઈન નંબર પર સંપર્ક કરતા તેમને છેતરપિંડી થઈ હોવાની ખબર પડી. રૂપિયાની ઉઘરાણી કરતા પ્રવિણ ત્રિપાઠીએ દરમિયાનગીરી કરી અભિષેકસિંગને ફોન નહીં કરવા જણાવ્યું. આમ છતાં શિક્ષિકાએ ઉઘરાણી ચાલુ રાખતા અભિષેક અને હાફીઝ અન્સારીએ 30-30 હજાર પરત કર્યા.

સાયબર સેલમાં ફરિયાદ, મુખ્ય સૂત્રધારની ધરપકડ

ગત મે મહિનાની શરૂઆતમાં 1930 પર શિક્ષિકાએ ફરિયાદ કરતા અમદાવાદ સાયબર સેલે તપાસ આરંભી હતી. તપાસ દરમિયાન આરોપી અભિષેકસિંગનું નામ ધારણ કરનારો અમનકુમાર વર્મા (રહે. ઝારખંડ મૂળ રહે. નાલંદા, બિહાર) મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યો હતો. અગાઉ આવા જ અનેક કાંડ કરી ચૂકેલાં અને CBI ના ચોપડે ચઢી ચૂકેલા અમનકુમાર વર્માને ઝારખંડના ધનબાદ ખાતેથી સાયબર સેલ અમદાવાદ ઉપાડી લાવી. આરોપી ભાડાના બેંક એકાઉન્ટ થકી છેતરપિંડીના નાણા મેળવતો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો - અમદાવાદના છેવાડે યોજાયેલી Drink and Dance Party ની રેડ સફળ બનાવવા પોલીસે અગાઉ રેકી કરી

Tags :
Advertisement

.

×