ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajasthan માં ગમખ્વાર અકસ્માત,જીપ અને બસ અથડાતા 4 લોકોના ઘટનાસ્થળે મોત,4 ગંભીર ઇજાગ્રસ્ત

Rajasthan ના ડીડવાણા-કુચામન જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ મહિલાઓ સહિત ચાર લોકોના મોત થયા છે, જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે
04:33 PM Aug 23, 2025 IST | Mustak Malek
Rajasthan ના ડીડવાણા-કુચામન જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ મહિલાઓ સહિત ચાર લોકોના મોત થયા છે, જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે
Rajasthan........

રાજસ્થાનના ડીડવાણા-કુચામન જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ મહિલાઓ સહિત ચાર લોકોના મોત થયા છે, જ્યારે ચાર લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતની જાણ પોલીસને થતી સત્વરે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી , ઇજાગ્રસ્તનો નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Rajasthan માં જીપ અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા 4ના મોત

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર  લાડનુન-સુજાનગઢ રોડ પર મોમાસર ગામથી પુષ્કર જઈ રહેલી મુસાફરોથી ભરેલી જીપ રાજસ્થાન રોડવેઝ બસ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત થતાં જ ઘટનાસ્થળે કરૂણ ચીસો સંભળાઇ હતી . પોલીસને અકસ્માતની જાણ  થતા ઘટનાસ્થળે પહોંચીને બચાવકામગીરી હાથ ધરી હતી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની ગોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Rajasthan માં  જીપ અને બસ વચ્ચે  અકસ્માત

અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી દીધા હતા. મૃતકોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. પોલીસ અકસ્માત પાછળનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહી છે.

ત્રણ મહિલાઓ સહિત ચાર લોકોના મોત

મૃતકોની ઓળખ શારદા દેવી, લિચમા, તુળચી દેવી અને ઓમપ્રકાશ તરીકે થઈ છે, જ્યારે ઘાયલ રૂપા, ભોજરાજ, મુરલી અને મમતા સારવાર હેઠળ છે. કેટલાક અન્ય મુસાફરોને નાની-મોટી ઇજાઓ થઈ છે. પોલીસે જણાવ્યું કે વધુ તપાસ ચાલુ છે.

આ પણ વાંચો:   Kanpur dog attack : કાનપુરમાં શ્વાનનો BBAની વિદ્યાર્થિની પર ભયાનક હુમલો, ચહેરા પર આવ્યા 17 ટાંકા

Tags :
Accident between jeep and busGujarat FirstMomasar villageRajasthanRajasthan Accident
Next Article