Surat માં મહામંદીથી કંટાળેલા રત્નકલાકારે જીવન ટુંકાવ્યું
- સરકારને વારંવાર રજુઆત છતા કોઇ સાંભળનારું નથી
- આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે અનેક રત્નકલાકાર
- માતા અને બહેને પોતાનો એકનો એક સહારો ગુમાવ્યો
Surat News : સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ભયાનક મંદીથી કંટાળેલા રત્નકલાકારે આત્મહત્યા કરી લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વિવિધ વૈશ્વિક પરિબળોના કારણે છેલ્લા 2-3 વર્ષથી હીરા ઉદ્યોગમાં મહામંદી છે. દિવાળી બાદ હજી પણ ઘણા કારખાના ધીમે ધીમે ચાલી રહ્યા છે. જેના કારણે રત્નકલાકારો વિકટ આર્થિક સ્થિતિનો સામનો કરી રહ્યા છે. તેવામાં સુરતમાં એક રત્નકલાકારે તાપી નદીમાં પડતું મુકીને આપઘાત કરી લેતા પરિવારે મોભી ગુમાવ્યો છે.
દિપક ઠાકોર નામના રત્નકલાકારે કર્યો આપઘાત
ઉધના વિસ્તારના વિજયનગરમાં રહેતા દિપક ઠાકોર પોતાના પરિવાર સાથે રહે છે. છેલ્લા પાંચ વર્ષથી તેઓ રત્નકલાકાર તરીકે કામ કરે છે. જો કે હીરાઉદ્યોગમાં હાલ મંદી ચાલી રહી છે. જેના કારણે વિજયભાઇ દિવાળી બાદથી જ આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા હતા. કામકાજની ભારે શોધખોળ છતા પણ તેઓ સફળ રહ્યા નહોતા. જેથી આર્થિક સંકડામણ અને કામ નહીં મળવાના કારણે પરેશાન વિજય ભાઇએ તાપી નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. જેના પગલે પરિવારને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ હતી.
આ પણ વાંચો : Bhavnagar માં 6 લોકોનો જીવ લેનાર ડમ્પર ચાલકની ધરપકડ, બિન કાયદેસર ખનન કરતો હતો
દિવાળી પછીથી કામ નહી મળતા વધી હતી આર્થિક ભીંસ
આ અંગે મૃતકના સંબધીએ જણાવ્યું કે, દિવાળી પહેલા સુધી હીરામાં કામ હતું. જો કે દિવાળી બાદથી જ સમગ્ર ઉદ્યોગ ઠપ્પ જઇ ગયો હતો. જેના કારણે કામ મળતું જ નહોતું. અન્ય બીજી જગ્યાઓએ તપાસ કરવા છતા પણ કામ ન મળવાના કારણે વિજય ભાઇ ટેન્શનમાં હતા. પોતાના માતા પિતા અને બહેન સાથે રહેતા વિજય ભાઇ પર ભાડુ, ઘર ખર્ચ સહિતના અનેક ખર્ચાઓ હતા. જ્યારે આવક 0 હતી. જેથી તેઓ ઘરે નોકરી માટે જવાનું કહીને નિકળી ગયા હતા. ત્યાર બાદ નદીમાં પડતું મુકીને આપઘાત કરી લીધો હતો. લાંબા સમય સુધી ઘરે ન આવતા પોલીસને જાણ કરી હતી. પોલીસને બાઇક મળી આવતા નદીમાં તપાસ શરૂ કરી હતી. નદીમા બ્રિજ નીચેથી મૃતદેહ મળી આવ્યો હતો. હાલ તો પરિવાર માથે આભ ફાટી પડ્યું છે.
સરકારને અનેક રજુઆત છતા કોઇ ધ્યાન આપતું નથી
આ અંગે સુરત ડાયમંડ વર્કર યુનિયન ના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે ખેદ વ્યક્ત કર્યો હતો, મુખ્યમંત્રી પાંચ વખત લેખિતમાં રજુવાત કરી છે. રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવાની માંગ કરવામાં આવી છે. સતત હીરા ઉદ્યોગમાં મંદીના કારણે રત્નકલાકારોના આપઘાતના કિસ્સા વધ્યા છે. છેલ્લા એક વર્ષમાં 48 રત્ન કલાકારોએ જીવન ટૂંકાવ્યું છે. રત્નકલાકારો આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે. જો કે સરકાર દ્વારા કોઇ જ જવાબ આપવામાં આવતો નથી કે આર્થિક સહાય પણ અપાઇ નથી રહી. આ મામલે સરકારે તત્કાલ આર્થિક રાહત પેકેજની જાહેરાત કરવી જોઇએ.
આ પણ વાંચો : વિધર્મી શખ્સોએ ભુવા બનીને તરૂણીને તેના માતા-પિતાની સામે જ રૂમમાં લઇ જઇ દુષ્કર્મ આચરતા