Delhi : પ્રશાંત વિહારમાં સ્કૂટરમાં જોરદાર બ્લાસ્ટ
- દેશની રાજધાની દિલ્હીના પ્રશાંત વિહારમાં વિસ્ફોટ
- 11.48 વાગ્યે પોલીસને પ્રશાંત વિહાર વિસ્તારમાંથી વિસ્ફોટની માહિતી મળી
- મીઠાઈની દુકાન પાસે સ્કૂટરમાં જોરદાર વિસ્ફોટ
Delhi Blast : દેશની રાજધાની દિલ્હી (Delhi Blast) ના પ્રશાંત વિહારમાં આજે વિસ્ફોટ થયો છે. બ્લાસ્ટથી વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. દિલ્હી પોલીસને પીસીઆર કોલ દ્વારા માહિતી મળી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે તપાસ શરૂ કરી છે.
11.48 વાગ્યે પોલીસને પ્રશાંત વિહાર વિસ્તારમાંથી વિસ્ફોટની માહિતી મળી
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, આજે સવારે 11.48 વાગ્યે પોલીસને પ્રશાંત વિહાર વિસ્તારમાંથી વિસ્ફોટની માહિતી મળી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ અને ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
મીઠાઈની દુકાન પાસે સ્કૂટરમાં જોરદાર વિસ્ફોટ
Delhi | "A call regarding a blast was received from the Prashant Vihar area at 11.48 AM today. Fire tenders have reached the site," says Delhi Fire Service.
Details awaited.
— ANI (@ANI) November 28, 2024
પ્રશાંત વિહાર વિસ્તારમાં મીઠાઈની દુકાન પાસે સ્કૂટરમાં જોરદાર વિસ્ફોટ થયો, દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે
સ્થળ પર સફેદ પાવડર જેવી વસ્તુ વેરવિખેર મળી આવી
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, સવારે 11.48 વાગ્યે પ્રશાંત વિહારના બંસી સ્વીટ્સમાં શંકાસ્પદ વિસ્ફોટની માહિતી પીસીઆર કોલ પર મળી હતી. ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. આ વિસ્ફોટ પાર્કની બાઉન્ડ્રી વોલ પાસે થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્થળ પર સફેદ પાવડર જેવી વસ્તુ વેરવિખેર મળી આવી છે.
લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ
દરમિયાન, પોલીસે લોકોને શાંતિ જાળવવા અને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. પોલીસે કહ્યું છે કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને વધુ માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
તાજેતરમાં જ રોહિણીમાં બ્લાસ્ટ થયો હતો
આ પહેલા રવિવારે દિલ્હીના રોહિણીના પ્રશાંત વિહાર વિસ્તારમાં CRPF સ્કૂલની દિવાલમાં એક ઉચ્ચ તીવ્રતાનો બોમ્બ વિસ્ફોટ થયો હતો. તે એટલો જોરદાર હતો કે કેટલાય કિલોમીટર સુધી દુકાનો અને મકાનોની ટાઈલ્સ અને કાચ તૂટી ગયા હતા. જો કે, સદ્ભાગ્યની વાત એ હતી કે આ બ્લાસ્ટ સવારે ત્યારે થયો જ્યારે ત્યાં લોકો હાજર ન હતા. જે બાદ NIA સહિતની ટોચની તપાસ એજન્સીઓ આ બ્લાસ્ટની કડીઓ શોધવામાં વ્યસ્ત છે.
આ પણ વાંચો---Priyankaને સંસદના ગેટ પર રાહુલે કેમ રોક્યા...? જુઓ Video