ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mumbai રેલવે સ્ટેશનથી વલસાડ જતી ટ્રેનના એન્જિનમાં લાગી ભીષણ આગ, મુસાફરોમાં અફરાતફરીનો માહોલ!

Mumbai Central થી વલસાડ જતી ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, આગ લાગવાથી મુસાફરોમાં ભારે દહેશત જોવા મળી હતી
10:14 PM Sep 17, 2025 IST | Mustak Malek
Mumbai Central થી વલસાડ જતી ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, આગ લાગવાથી મુસાફરોમાં ભારે દહેશત જોવા મળી હતી
Mumbai Central

મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી વલસાડ જતી ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી હોવાના મોટા સમાચાર સામે આવ્યા છે . મુંબઇથી વલસાડ જતી ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાથી મુસાફરોમાં ભારે દહેશત જોવા મળી હતી, પરતું સદનસીબે કોઇ જાનહાનિ કે મોટા નુકસાન થયું નથી. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

Mumbai Central થી જતી વલસાડ ટ્રેનમાં આગ 

નોંધનીય છે કે પશ્ચિમ રેલવે વહીવટીતંત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અકસ્માતની આ માહિતી શેર કરી હતી. આ ઘટના પાલઘરના કેલ્વે રેલ્વે સ્ટેશન પર બની હતી હતી. આગ લાગતાની સાથે જ મુસાફરો અફરાતફરીનો અને ભારે ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટના સાંજે 7:56 વાગ્યે બની હતી. આગ પર તાત્કાલિક કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.

Mumbai Central થી જતી વલસાડ ટ્રેનમાં આગ  આ કારણથી લાગી

પ્રાપ્ત માહિતી અનુસાર આગ ઇલેક્ટ્રિકલ સાધનોમાં ટેકનિકલ ખામીને કારણે લાગી હતી. જે ​​એન્જિનમાં આગ લાગી હતી તેના પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આ એન્જિનને હટાવીને બીજો એન્જિન મૂકવામાં આવ્યો છે. જોકે, આગને કારણે કોઈ જાનહાનિ થઈ નથી.સુરક્ષાના કારણોસર, OHE સપ્લાય અસ્થાયી રૂપે ડિસ્કનેક્ટ કરવામાં આવ્યો છે. ટ્રેન હાલમાં કેલ્વે રોડ પ્લેટફોર્મ પર ઉભી છે. વરિષ્ઠ અધિકારીઓ અને સ્ટાફ ઘટનાસ્થળે હાજર છે. આ દુર્ઘટનાને કારણે  સુરત તરફ જતી ડાઉન ટ્રેનો મોડી પડી શકે છે.

આ પણ વાંચો:  IRCTC New Rule : દિવાળી પહેલા ટિકિટ બુકિંગના નિયમો બદલાયા, દલાલો પર તબાહી

Tags :
engine fireFire in Train EngineGujarat FirstIndian RailwaysMumbai Central StationMumbai Valsad TrainRailway EmergencyRailway SafetyTrain Accident IndiaTrain Fire IncidentValsad Train NewsWestern Railway
Next Article