ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમૃતસરથી બિહારના સહરસા જઈ રહેલી જનસેવા એક્સપ્રેસના કોચમાં લાગી ભીષણ આગ, મુસાફરોને સુરક્ષિત બચાવાયા

અમૃતસરથી સહરસા જતી જનસેવા એક્સપ્રેસના એક કોચમાં સોનવર્ષા સ્ટેશન નજીક અચાનક આગ લાગી હતી. રેલવે સ્ટાફની તત્કાળ કાર્યવાહીથી મુસાફરોને સુરક્ષિત બહાર કઢાયા, અને કોઈ જાનહાનિ થઈ નહોતી. શોર્ટ સર્કિટને આગનું સંભવિત કારણ માનવામાં આવે છે, જેની વિગતવાર તપાસ ચાલુ છે.
09:20 PM Oct 24, 2025 IST | Mustak Malek
અમૃતસરથી સહરસા જતી જનસેવા એક્સપ્રેસના એક કોચમાં સોનવર્ષા સ્ટેશન નજીક અચાનક આગ લાગી હતી. રેલવે સ્ટાફની તત્કાળ કાર્યવાહીથી મુસાફરોને સુરક્ષિત બહાર કઢાયા, અને કોઈ જાનહાનિ થઈ નહોતી. શોર્ટ સર્કિટને આગનું સંભવિત કારણ માનવામાં આવે છે, જેની વિગતવાર તપાસ ચાલુ છે.
Jansewa Express

અમૃતસરથી બિહારના સહરસા જઈ રહેલી જનસેવા એક્સપ્રેસ (Jansadharan Express) ટ્રેનના એક કોચમાં સોનવર્ષા કચારી સ્ટેશન નજીક અચાનક આગ લાગતા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, રેલવે પ્રશાસન અને સ્થાનિક સ્ટાફની તત્કાળ કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હતી અને કોઈ જાનહાનિ થઈ ન હતી.

Jansewa Express ના કોચમાં લાગી ભીષણ આગ

નોંધનીય છે કે આગની જાણ થતાં જ રેલવે વહીવટીતંત્ર, સ્ટેશન સ્ટાફ અને ફાયર સેફ્ટીની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સત્વરે કાર્યવાહી કરીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ ઘટનામાં ટ્રેનનો એક કોચ બળીને ખાખ થઈ ગયો હતો.રેલવે અધિકારીઓએ તાત્કાલિક મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સદભાગ્યે, સમયસર પગલાં લેવાને કારણે કોઈ મુસાફરને ઈજા થઈ નહોતી. મુસાફરોને સલામતી સૂચનાઓ આપ્યા બાદ કોચનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, અને ત્યારબાદ જનસેવા એક્સપ્રેસ તેના નિર્ધારિત સમય અનુસાર સહરસા સ્ટેશન પર પહોંચી શકી હતી.

Jansewa Express ના કોચમાં આ કારણથી લાગી આગ

રેલવે વહીવટીતંત્રે પ્રાથમિક તપાસના આધારે જણાવ્યું હતું કે આગ લાગવાનું સંભવિત કારણ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ અથવા કોઈ ટેકનિકલ ખામી હોઈ શકે છે. જોકે, આગના ચોક્કસ કારણની પુષ્ટિ કરવા માટે વિગતવાર તપાસ ચલાવવામાં આવી રહી છે. રેલ્વે અધિકારીઓ આ ઘટનાને લઈને આગળની જરૂરી કાર્યવાહી કરી રહ્યા છે.

આ પણ વાંચો:   જમ્મુ-કાશ્મીરમાં રાજ્યસભાની ચૂંટણીના પરિણામ જાહેર,3 નેશનલ કોન્ફરન્સ અને એક બેઠક પર ભાજપની જીત

Tags :
Bihar Train AccidentGujarat FirstIndian RailwaysJansewa ExpressJansewa Express fireRailway Safetysaharsashort circuitTRAIN FIRETrain News
Next Article