Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar માં આરોગ્યમંત્રીની અધ્યક્ષતામાં ક્લિનીકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઇ

ગાંધીનગર ખાતે ક્લિનીકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળ બેઠક મળી 12 માર્ચ 2025 સુધી રાજ્યની તમામ હોસ્પિટલને રજીસ્ટ્રેશન ફરજિયાત પ્રમાણપત્ર વિના કાર્યરત આરોગ્ય સંસ્થા દંડની જોગવાઇ કરવામાં આવશે Gandhinagar:આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ક્લિનીકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક...
gandhinagar માં આરોગ્યમંત્રીની અધ્યક્ષતામાં ક્લિનીકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઇ
Advertisement
  • ગાંધીનગર ખાતે ક્લિનીકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળ બેઠક મળી
  • 12 માર્ચ 2025 સુધી રાજ્યની તમામ હોસ્પિટલને રજીસ્ટ્રેશન ફરજિયાત
  • પ્રમાણપત્ર વિના કાર્યરત આરોગ્ય સંસ્થા દંડની જોગવાઇ કરવામાં આવશે

Gandhinagar:આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ક્લિનીકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળની પ્રવર્તમાન જોગવાઇઓ , આ અધિનિયિયમ હેઠળ જરૂરી સુધારા અને પ્રવર્તમાન સમયમાં થઇ રહેલ હોસ્પિટ્લસના રજીસ્ટ્રેશન સંદર્ભેની વિગતવાર સમીક્ષા કરાઇ હતી.આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે, તા.12 મી માર્ચ 2025 સુધીમાં રાજ્યની તમામ હોસ્પિટલે આ અધિનિયિમ હેઠળ ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું છે. સમયઅવધિમાં રજીસ્ટ્રેશન ન હોય તેવી આરોગ્યસંસ્થાઓ સામે નાણાકીય કાર્યવાહી ઉપરાંત કાયદાકીય સખ્ત પગલા ભરવામાં આવશે .

ટ્ર્સ્ટ સંચાલિત સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત

રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરે ક્લિનીકલ એસ્ટાબ્લિશમેન્‍ટની ડિજિટલ રજિસ્ટ્રી સ્થાપિત કરવી ખુબ જ જરૂરી છે. રજીસ્ટ્રેશન સિસ્ટમ દાખલ કરીને અયોગ્ય પ્રેક્ટિશનરો દ્વારા ઊંટવૈદું રોકી શકાશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતુ.અધિનિયમની કડક અમલવારીના પરિણામે ઉપચાર પધ્ધતિ પર અસરકારક નિયમન તશે તેમજ હિતધારક ભાગીદારી અને ઉપચાર પદ્ધતિઓ દ્વારા આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધરશે. કાયદા હેઠળ, નોંધણી ફરજીયાત છે અને માન્ય તબીબી પદ્ધતિઓ માટે જ મંજૂર છે. જે તાત્કાલિક આરોગ્ય પરિસ્થિતિઓમાં વધુ સારા સંચાલન અને નોંધણીમાં સુધારો લાવશે. આ એક્ટ અંતર્ગત તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ, ખાનગી તેમજ ટ્ર્સ્ટ સંચાલિત સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.

Advertisement

જાણો કોણ કરાવી શકશે રજીસ્ટ્રેશન

ક્લિનિક સંસ્થાઓના તમામ પ્રકારની ઉપચારાત્મક અને ડાયગ્નોસ્ટિક સેવાઓ માટે પણ રજીસ્ટ્રેશન ફરજીયાત છે,એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી, સિધ્ધ અને યુનાની જેવી સેવાઓ આપતી તબીબી સંસ્થાઓએ પણ રજીસ્ટ્રેશન ફરજીયાત પણ કરાવવું અત્યારસુધીમાં તા. ૨૮નવેમ્બર ૨૦૨૪ ની સ્થિતિએ રાજ્યની ૫૫૩૪ આરોગ્ય સંસ્થાઓએ કાયમી રજીસ્ટ્રેશન કરાવ્યું છે.જેમાં ૨૩૨૮ સરકારી, ૩૦૧૫ ખાનગી આરોગ્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે.જેમાં ૪૦૧૮ એલોપેથી, ૧૮૫ આયુષ હોસ્પ્ટિલ્સ, ૪૩૭ હોમિયોપેથી , ૭૭ ડેન્ટલ ક્લિનીક, ૧૦૮ ઇ.એસ.આઇ.સી. હોસ્પિટલનો છે.૫૦ થી ઓછી પથારી ધરાવતી ૪૬૦૧ અને ૫૦ થી વધુ પથારી ધરાવતી ૩૨૨ હોસ્પિટલ્સે અત્યારસુધીમાં આ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે.

Advertisement

દંડ સુધીની જોગવાઈ

આ એક્ટ હેઠળ ક્લિનિક,કન્સલ્ટિંગ રૂમ,પોલીક્લિનિક ઉપરાંત ૧૫ બેડ થી લઇ ૧૦૦ થી વધુ પથારીઓ ધરાવતી હોસ્પ્ટિલ્સમાં બેડ પ્રમાણે તબક્કાવાર નોંધણી તેમજ સ્ટેન્ડઅલોન લેબ,અન્ય ડાયગ્નોસ્ટિક યુનિટમાં પણ નિયત ફી ભરીને રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજીયાત છે.ઉપર દર્શાવેલ તમામ કેટેગરીની આરોગ્ય ક્ષેત્રે સેવાઓ આપતી સંસ્થાઓએ કામચલાઉ ,કાયમી ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે જરૂરી પ્રમાણપત્રો લેવા ફરજીયાત છે. પ્રમાણપત્ર વિના કાર્યરત આમાંથી કોઇપણ આરોગ્ય સંસ્થાઓ માટે રૂ. ૧૦ હજાર થી ૫ લાખ સુધીના દંડની જોગવાઇ છે.વધુમાં આ અધિનિયમની કોઈપણ જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર, વ્યક્તિ,સંસ્થાને પ્રથમ ગુના માટે દસ હજાર રૂપિયા, બીજા ગુના માટે પચાસ હજાર રૂપિયા સુધી, પછીના કોઈપણ ગુના માટે એક (૧) લાખ રૂપિયા સુધીનો દંડ હોઈ શકે છે. તદ્ઉપરાંત અધિનિયમ હેઠળ આપવામાં આવેલ આદેશનું જો કોઈ વ્યક્તિ અથવા સંસ્થા ઇરાદાપૂર્વક અનાદર કરે અથવા કોઈ કાર્યો કરવામાં અવરોધ ઉભો કરે તેવી વ્યક્તિ/સંસ્થા ૫ લાખ રૂપિયા સુધી દંડને પાત્રની જોગવાઇ છે.

Tags :
Advertisement

.

×