Dwarka : અનંત અંબાણીનાં સ્વાગત માટે દ્વારકા શારદાપીઠમાં બેઠક યોજાઈ, સ્વાગત માટેની તૈયારીઓ પૂર્ણ
- રિલાયન્સ જૂથના અનંત અંબાણીની દ્વારકા સુધીની પદયાત્રા
- શારદાપીઠના સ્વામીનારાયણ નંદજીના અધ્યક્ષસ્થાને મળી બેઠક
- રિલાયન્સ રોડ કિર્તી સ્તંભથી વેદ મંત્રોચ્ચારથી સ્વાગત સન્માન કરાશે
રિલાયન્સ જૂથનાં અનંત અંબાણીનો તા. 8 એપ્રિલનાં રોજ જન્મ દિવસ છે. તેઓ દ્વારા તેમનો જન્મ દિવસ દ્વારકા ખાતે ઉજવવાનું નક્કી કર્યું છે. જેને લઈ દ્વારકા ખાતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આજે દ્વારકા શારદાપીઠમાં બેઠક યોજાઈ હતી. શારદાપીઠનાં સ્વામીનારાયણ નંદજીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. તેમજ દરેક સમાજના આગેવાનો માટે બેઠક રાખવામાં આવી હતી. રિલાયન્સ રોડ કિર્તી સ્તંભથી વેદ મંત્રોચ્ચારથી સ્વાગત કરવામાં આવશે. તેમજ બ્રાહ્મણો તેમજ શારદાપીઠનાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત કરાશે. તેમજ વિવિધ સમાજનાં આગેવાનો દ્વારા પણ સન્માન કરવામાં આવશે. અનંત અંબાણી ગોમતી નદીમાં જલ આચમન કરી મંગલા આરતી કરશે.
![]()
સ્વાગતની તૈયારીઓ પૂર્ણ
અનંત અંબાણી તા. 27 માર્ચનાં રોજ જામનગરની રિલાયન્સ ટાઉનશીપ ખાતેથી પગપાળા દ્વારકા જવા માટે નીકળ્યા છે. ત્યારે તેઓ હવે આગામી બે દિવસમાં દ્વારકા પહોંચશે. ત્યારે દ્વારકા ખાતે તેઓનાં સ્વાગતની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અનંત અંબાણી જિયો પ્લેયફોર્મ્સ લિ. રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લી. રિલાયન્સ ન્યૂ એનર્જી લી અને રિલાયન્સ ન્યૂ સોલાર એનર્જી લિ. નાં બોર્ડ ડિરેક્ટર તરીકે છે. તેમજ રિલાયન્સ ફાઉન્ડેશનનાં બોર્ડમાં પણ તેઓ હાલ પોતાની ફરજ નિભાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ Vadodra: કાર ચાલક દ્વારા રાહદારીઓને અડફેટે લીધા, ભાગવા જતા પકડી પોલીસને સોંપ્યો
અનંત અંબાણીનું લોકોએ સ્વાગત કર્યું
તા. 8 એપ્રિલનાં રોજ અનંત અંબાણીનો જન્મદિવસ છે. તેઓ પોતાનો જન્મ દિવસ આ વખતે ભગવાન કૃષ્ણની નગરી દ્વારકા ખાતે ઉજવવાનું નક્કી કર્યું છે. અનંત અંબાણીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પદયાત્રા શરૂ કરી છે. તેમજ તેઓ આગામી બે દિવસમાં દ્વારકા ખાતે પહોંચશે. અનંત અંબાણી દ્વારા જામનગરની રિલાયન્સ ટાઉનશીપ ખાતેથી પદયાત્રા શરૂ કરી હતી. તેમજ અનંત અંબાણીનું પદયાત્રા દરમ્યાન અનેક જગ્યાએ લોકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ Gandhinagar : GPSC દ્વારા લેવાયો મોટો નિર્ણય, આ તારીખે લેવાશે હવે પરીક્ષાઓ