ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mexico ના પાદરીનો દાવો...સ્વર્ગમાં જમીન લેવી હોય તો..

Mexico : ધર્મના નામે પાખંડીઓએ હવે સ્વર્ગને ન પણ છોડ્યું નથી. મેક્સિકો (Mexico ) ના એક પાદરીએ સ્વર્ગના સપના દેખાડી લોકોને લૂંટવાનો કારસો રચ્યો હોવાનું મીડિયા અહેવાલોમાં બહાર આવ્યું છે. મેક્સિકોના ચર્ચના પાદરીની આ કરતૂતો વાયરલ થઇ છે. આ પાદરી...
09:29 AM Jul 02, 2024 IST | Vipul Pandya
Mexico : ધર્મના નામે પાખંડીઓએ હવે સ્વર્ગને ન પણ છોડ્યું નથી. મેક્સિકો (Mexico ) ના એક પાદરીએ સ્વર્ગના સપના દેખાડી લોકોને લૂંટવાનો કારસો રચ્યો હોવાનું મીડિયા અહેવાલોમાં બહાર આવ્યું છે. મેક્સિકોના ચર્ચના પાદરીની આ કરતૂતો વાયરલ થઇ છે. આ પાદરી...
heaven pc google

Mexico : ધર્મના નામે પાખંડીઓએ હવે સ્વર્ગને ન પણ છોડ્યું નથી. મેક્સિકો (Mexico ) ના એક પાદરીએ સ્વર્ગના સપના દેખાડી લોકોને લૂંટવાનો કારસો રચ્યો હોવાનું મીડિયા અહેવાલોમાં બહાર આવ્યું છે. મેક્સિકોના ચર્ચના પાદરીની આ કરતૂતો વાયરલ થઇ છે. આ પાદરી સ્વર્ગમાં પ્લોટ આપવાના બહાને લોકો પાસેથી નાણાં પડાવી રહ્યો છે. તેનો દાવો છે કે 2017માં તેની ભગવાન સાથે મિટીંગ થઇ છે અને ભગવાને જ તેને સ્વર્ગના પ્લોટની લે -વેચ કરવાની મંજૂરી આપી છે. તેણે લોકોને ભગવાનના મહેલ સાથે જ પ્લોટ આપવાનો પણ વાયદો કર્યો છે.

ભગવાને સ્વર્ગની જમીનો ખરીદવા અને વેચવાની પરવાનગી આપી હોવાનો દાવો

આ પાદરી સ્વર્ગમાં ભગવાનના મહેલ પાસે રૂ.8000 પ્રતિ વર્ગમીટરના ભાવે પ્લોટ વેચી રહ્યો છે. તેણે સ્વર્ગના પ્લોટના નામે લોકો પાસેથી લાખો રુપિયા પડાવ્યા છે. 'ઈગ્લેસિયા ડેલ ફાઈનલ ડે લોસ ટિમ્પોસ' અથવા 'ચર્ચ ઓફ ધ એન્ડ ઓફ ટાઈમ્સ'ના પાદરીએ દાવો કર્યો છે કે તે લોકોના સ્વર્ગમાં રહેવાનું અગાઉથી બુક કરી શકે છે. મેક્સિકોના 'ચર્ચ ઓફ ધ એન્ડ ઓફ ટાઈમ્સ'નો દાવો છે કે આ પાદરીએ 2017માં ભગવાન સાથે ખાનગી મુલાકાત કરી હતી અને તેને સ્વર્ગની જમીનો ખરીદવા અને વેચવાની પરવાનગી આપવામાં આવી હતી. સ્થાનિક અહેવાલો અનુસાર, લોકોને ભગવાનના મહેલની નજીકના સ્થળોએ જમીન આપવાનું વચન આપવામાં આવી રહ્યું છે અને તેના માટે ચૂકવણી અલગ-અલગ ચુકવણી પદ્ધતિઓ દ્વારા કરવામાં આવી રહી છે.

માત્ર 100 ડોલર પ્રતિ ચોરસ મીટરના ભાવે પ્લોટ વેચે છે

એક વીડિયોમાં જણાવવામાં આવી રહ્યું છે કે લોકોને સ્વર્ગમાં જમીન ખરીદવા માટે કહેવામાં આવેલ દર માત્ર 100 ડોલર પ્રતિ ચોરસ મીટર એટલે કે 8000 રૂપિયા/ચોરસ મીટર છે. આ માટે પેમેન્ટ ગૂગલ પે, વિઝા, માસ્ટરકાર્ડ જેવી ફ્લેક્સિબલ પેમેન્ટ પ્લાન હેઠળ લેવામાં આવી રહ્યું છે. વીડિયોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ પ્લાનથી ચર્ચે લાખો ડોલરની કમાણી કરી છે.

આ પણ વાંચો----- Pakistan : મહિલા સાંસદે કહ્યું..” મારી સાથે આંખથી આંખ…” Video

આ પણ વાંચો---- સગીર વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ રાખતી મહિલા ટીચરની ખુલી પોલ અને પછી…

Tags :
ApprovalBuying LandchurchclaimDharmGujarat FirstheavenInternationalland in heavenMexican priestMexicoparadiseParadise LandPastorPriestpriest claims
Next Article