Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Jetpur : પરપ્રાંતિય દંપતીનો કંકાસ લોહીયાળ બન્યો : પતિએ પત્નીને રહેંસી નાંખી, પુત્રી પર પણ ખૂની હુમલો

Jetpur : ભોજાધાર વિસ્તારમાં આજે સાંજે એક પરપ્રાંતિય પરિવારમાં કૌટુંબિક કલેશના કારણે લોહીની નદીઓ વહી હતી. વતનથી પુત્રીના ઘરે મહેમાન બનીને આવેલા પરપ્રાંતિય દંપતી વચ્ચેના ઝઘડામાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીની ઘાતકી હત્યા કરી નાંખી હતી. આ હુમલામાં વચ્ચે પડેલી પુત્રીને પણ ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી છે.
jetpur   પરપ્રાંતિય દંપતીનો કંકાસ લોહીયાળ બન્યો   પતિએ પત્નીને રહેંસી નાંખી  પુત્રી પર પણ ખૂની હુમલો
Advertisement
  • Jetpur : ભોજાધાર વિસ્તારમાં પુત્રીના ઘરે મહેમાન બનેલા પરપ્રાંતિય શ્રમિક પરિવારમાં કરૂણાંતિકા
  • 52 વર્ષીય ગોરકીબેનનું ઘટનાસ્થળે જ મોત: માતાને બચાવવા ગયેલી પુત્રી પર પાલક પિતાએ છરીના ઘા ઝીંક્યા
  • પાષાણહૃદયી આરોપી પતિને જેતપુર સિટી પોલીસે ઝડપી પાડ્યો હતો

Jetpur/ Rajkot : જેતપુરના ભોજાધાર વિસ્તારમાં આજે સાંજે એક પરપ્રાંતિય પરિવારમાં કૌટુંબિક કલેશના કારણે લોહીની નદીઓ વહી હતી. વતનથી પુત્રીના ઘરે મહેમાન બનીને આવેલા પરપ્રાંતિય દંપતી વચ્ચેના ઝઘડામાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીની ઘાતકી હત્યા કરી નાંખી હતી. આ હુમલામાં વચ્ચે પડેલી પુત્રીને પણ ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી છે. પત્નીની ઘાતકી હત્યા કરી પુત્રીને પણ મોતના મુખમાં ધકેલનાર પાષાણહૃદયી આરોપી પતિને જેતપુર સિટી પોલીસે ઝડપી લીધો છે.

Jetpur : 52 વર્ષિય પત્નીની હત્યા

મળતી માહિતી મુજબ, જેતપુરના ભોજાધાર વિસ્તારમાં રહેતી પુત્રી રીતુબેન તિવારીના ઘરે તેના પરપ્રાંતિય માતા-પિતા મહેમાનગતિ માણવા આવ્યા હતા. જોકે, આજે સાંજે કોઈ વાતને લઈને 52 વર્ષીય ગોરકીબેન (ઉર્ફે રેખાબેન) અને તેમના પતિ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઘરકંકાસ એટલી હદે વકર્યો હતો કે, આવેશમાં આવી ગયેલા પતિએ પત્ની પર છરી વડે તૂટી પડી આડેધડ ઘા ઝીંકી દીધા હતા.

Advertisement

દીકરી ઉપર પણ કર્યો પિતાએ હુમલો

આ ખૂની ખેલ જોઈ પુત્રી રીતુબેન તેની માતાને બચાવવા વચ્ચે પડતા, ઉન્મત્ત બનેલા પાલક પિતાએ પુત્રી પર પણ જીવલેણ હુમલો કર્યો હતો પત્ની ગોરકીબેનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે લોહીલુહાણ હાલતમાં રીતુબેનને જેતપુર અને ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ રિફર કરવામાં આવી હતી.

Advertisement

Jetpur પોલીસ એક્શનમાં

હત્યાના આ બનાવની ગંભીરતાને જોતા જેતપુર સિટી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. બનાવ બાદ નાસી છૂટવાની પેરવીમાં રહેલા હત્યારા પતિને પોલીસે વિવિધ ટીમો બનાવી ગણતરીની કલાકોમાં જ દબોચી લીધો છે. પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા વધુ પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો- ભાવનગરમાં નવનીત બાલધિયા કેસમાં કોળી સમાજનું મહાપ્રદર્શન – દિવ્યેશ સોલંકીની આગેવાનીમાં ન્યાયની માંગ

અહેવાલ- હરેશ ભાલિયા, જેતપુર

Tags :
Advertisement

.

×