ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Himachal Pradesh : માતાએ દિલ પર પત્થર મુકી દિકરાને કર્યો જેલ હવાલે, જાણો શું છે મામલો

હિમાચલના મંડીમાં એક મહિલાએ પોતાના પુત્ર માટે કઠોર નિર્ણય લીધો છે, જેની લોકો પ્રશંસા કરી રહ્યા છે. દીકરો નશાનો બંધાણી હતો, જેથી તે વ્યસનમાંથી મુક્ત થઈ શકે, તે માટે માતાએ તેને જેલ હવાલે કર્યો છે.
05:26 PM Mar 05, 2025 IST | MIHIR PARMAR
હિમાચલના મંડીમાં એક મહિલાએ પોતાના પુત્ર માટે કઠોર નિર્ણય લીધો છે, જેની લોકો પ્રશંસા કરી રહ્યા છે. દીકરો નશાનો બંધાણી હતો, જેથી તે વ્યસનમાંથી મુક્ત થઈ શકે, તે માટે માતાએ તેને જેલ હવાલે કર્યો છે.
himachal pradesh news

Himachal Pradesh : હિમાચલ પ્રદેશના મંડીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક માતાએ તેના ડ્રગ્સના વ્યસની પુત્રને બચાવવા માટે કઠોર પગલુ ભર્યું છે. માતાના તમામ પ્રયાસો છતાં જ્યારે પુત્ર ડ્રગ્સ છોડતો ન હતો, ત્યારે માતાએ પોતે પોલીસને ફોન કરીને તેની ધરપકડ કરાવી. આ યુવાન એક સમયે એક પ્રખ્યાત પહેલવાન હતો. બેરોજગારી અને નોકરીના અભાવે તે નશાની લતમાં ફસાઈ ગયો. માતાને ડર હતો કે જો આમ જ ચાલ્યું તો તે પોતાનો જીવ ગુમાવી શકે છે. તેણે વિચાર્યું કે તેનો પુત્ર જેલમાં રહીને સુરક્ષિત રહેશે અને તેની ડ્રગની આદત પણ છુટી જશે.

મંડી જિલ્લાના કાત્યાહુન ગામમાં, એક માતાએ પોતાના પુત્રના ડ્રગ્સના વ્યસનથી કંટાળીને એક કઠોર નિર્ણય લીધો છે. યશોદા દેવીએ પોલીસને જણાવ્યું કે તેનો 31 વર્ષનો પુત્ર ધમેશ્વર ડ્રગ્સનો વ્યસની બની ગયો છે. લાખ વાર સમજાવવા છતાં, તે સુધરવા તૈયાર નહોતો. ત્યારબાદ માતાએ પોલીસની મદદ માંગી અને પોતાના પુત્રના ડ્રગ્સના વ્યસન વિશે પોલીસને પણ જાણ કરી.

NDPS એક્ટ હેઠળ કાર્યવાહી

માહિતી મળતાની સાથે જ પોલીસની એસઆઈયુની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી ઘરમાં દરોડો પાડ્યો જેમાં, કબાટમાંથી 5.8 ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું. આરોપી પુત્રની ઘટના સ્થળે જ ધરપકડ કરવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો :  Kedarnath Ropeway: 9 કલાની મુસાફરી હવે 36 મિનિટમાં પૂર્ણ થશે,રોપ-વે પ્રોજેક્ટ્સને કેન્દ્રની મંજૂરી

સમાજ માટે એક મોટો સંદેશ

યશોદા દેવીના આ પગલાથી સમાજને મોટો સંદેશો ગયો છે. તેના પુત્રની ધરપકડ પછી યશોદ દેવીએ જે કહ્યું તેને દરેકના હૃદયને હચમચાવી નાખ્યું... તેમણે કહ્યું, “મારો પુત્ર હંમેશાથી ડ્રગનો વ્યસની નહોતો. તે તેજસ્વી હોશિયાર હતો, એક ઉત્તમ ખેલાડી હતો. તે બોક્સિંગ અને રેસલિંગ કરતો હતો અને સાઈ હોસ્ટેલમાં પણ તેનુ સિલેક્શન થયુ હતું. તે મોટા કુસ્તી મુકાબલાઓમાં ભાગ લેતો હતો. તે શિક્ષિત પણ હતો. અમને લાગ્યું કે રમતગમત અને અભ્યાસ દ્વારા તેને ક્યાંક ને ક્યાંક તો નોકરી મળી જશે. પણ એવું થયુ નહીં. જ્યારે તેને નોકરી ન મળી, ત્યારે તે સતત તણાવમાં રહેવા લાગ્યો.

આર્થિક તંગી યુવાનોને બરબાદ કરી રહી છે

ખબર જ ના પડી કે તે ક્યારે ડ્રગ્સના વ્યસને ચઢી ગયો. અમને આ વાત સમજાઈ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. અમે તેનુ વ્યસન છોડાવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા, પણ બધા પ્રયાસો નિષ્ફળ ગયા. અંતે, ભારે હૃદયે પોલીસને જાણ કરી. આશા છે કે હવે મારો દીકરો આ ઝેરી વ્યસનના ચુંગાલમાંથી બહાર આવી શકશે અને વધુ સારું જીવન જીવી શકશે. જો યુવાનોને રોજગાર મળશે તો તેઓ યોગ્ય દિશામાં આગળ વધશે. આર્થિક તંગીને કારણે યુવા પેઢી ડ્રગ્સના વ્યસનમાં ફસાઈ રહી છે. જો કામ હશે, તો તેઓ તેમના ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરશે.

આ પણ વાંચો :  Punjab: ચંદીગઢ બોર્ડર અભેદ્ય કિલ્લામાં ફેરવાઈ, ખેડૂતોને 'નો એન્ટ્રી'નો માન સરકારનો ઓર્ડર

Tags :
DrugAddictionEmpowerYouthFightAgainstAddictionFinancialCrisisAndAddictionGujaratFirstHopeForRecoveryMihirParmarMotherSacrificesForSonSaveTheFutureYouthAndAddiction
Next Article