Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

ગુજરાત પરિવહનમાં નવો અધ્યાય, 4742 યુવાનોને એક ક્લિકે સરકારી નોકરીનો નિમણૂક પત્ર

ગાંધીનગર : ગુજરાતમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)માં મોટા પ્રમાણમાં ભરતી કરવામાં આવી છે. આ ભરતીને લઈને ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. મહાત્મા મંદિર ખાતે યોજાયેલા ભવ્ય નિમણૂક પત્ર વિતરણ સમારોહમાં 3084 ડ્રાઈવર અને 1658 હેલ્પર કક્ષાના કુલ 4742 ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા.
ગુજરાત પરિવહનમાં નવો અધ્યાય  4742 યુવાનોને એક ક્લિકે સરકારી નોકરીનો નિમણૂક પત્ર
Advertisement
  • GSRTCમાં 4742 નવા ડ્રાઈવર-હેલ્પરને વોટ્સએપથી નિમણૂક પત્ર : મહાત્મા મંદિરમાં CM પટેલનું માર્ગદર્શન
  • પ્રથમવાર ડિજિટલ નિમણૂક : ST નિગમમાં 30 લાખ મુસાફરોની સેવાનું લક્ષ્ય, હર્ષ સંઘવીની જાહેરાત
  • ઘરે બેઠા દિવાળી જેવો આનંદ : GSRTCના નવા કર્મચારીઓને વોટ્સએપ પર નોકરીના પત્ર
  • મુખ્યમંત્રીના હસ્તે 45 હજાર નિમણૂકો : STમાં નવી ભરતીથી ટ્રાફિક ઘટાડવાની યોજના
  • ગુજરાત પરિવહનમાં નવો અધ્યાય : 4742 યુવાનોને એક ક્લિકે સરકારી નોકરીનો નિમણૂક પત્ર

ગાંધીનગર : ગુજરાતમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)માં મોટા પ્રમાણમાં ભરતી કરવામાં આવી છે. આ ભરતીને લઈને ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. મહાત્મા મંદિર ખાતે યોજાયેલા ભવ્ય નિમણૂક પત્ર વિતરણ સમારોહમાં 3084 ડ્રાઈવર અને 1658 હેલ્પર કક્ષાના કુલ 4742 ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા. આ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે રાજ્ય પરિવહન મંત્રી પ્રવીણભાઈ માળીએ પણ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

પ્રથમ વખત ટેકનોલોજી થકી નિમણૂક પત્ર

આ વખતનો સમારોહ ખાસ એટલા માટે બન્યો કે પ્રથમવાર ટેક્નોલોજીના માધ્યમથી નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું. તમામ ઉમેદવારોને ડિજિટલ સ્વરૂપે નિમણૂક પત્ર અપાયા અને વોટ્સએપ દ્વારા સીધા તેમના મોબાઈલ પર મોકલવામાં આવ્યા હતા. આનાથી ઉમેદવારોના ઘરે દિવાળી જેવો આનંદનો માહોલ છવાઈ ગયો, કારણ કે તેઓને ઘરે બેઠા જ નોકરીની ખુશખબર મળી ગઈ હતી.

Advertisement

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ આપ્યા અભિનંદન

સમારોહને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવા કર્મચારીઓને અભિનંદન આપતા કહ્યું કે સરકારી નોકરી મળવી અને નિમણૂક પત્ર અપાવવો એ ખૂબ મોટી વાત છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે લોકો સુધી પહોંચવા માટે હંમેશા પ્રયત્નો થતા રહ્યા છે અને આ ડિજિટલ વિતરણ તેનું જ ઉદાહરણ છે. મુખ્યમંત્રીએ નવા ડ્રાઈવરોને સલાહ આપી કે બસો સારી રીતે ચલાવવાની જવાબદારી તેમના ખભા પર છે, કારણ કે મુસાફરો તેમના પર ભરોસો રાખીને શાંતિથી બેસે છે. તેમણે વધુમાં કહ્યું કે મુશ્કેલીઓને શાંત મને બેલેન્સ કરીને સેવા આપવી એ આપણા સૌની જવાબદારી છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ડ્રાઈવર-કંડક્ટોરની સેવાની કરી પ્રશંસા

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ નવા કર્મચારીઓને હૃદયપૂર્વક અભિનંદન આપ્યા અને ST નિગમના ડ્રાઈવર અને કંડક્ટરોની સેવાઓની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે આ કર્મચારીઓ તહેવારોમાં પણ કામ કરે છે અને બીજાના પરિવારોની ખુશી માટે પોતાના પરિવારથી દૂર રહે છે. આ દરમિયાન તેમણે હોસ્પિટલ અને ઉર્જા વિભાગના કર્મચારીઓનો પણ આભાર માન્યો હતો. હર્ષભાઈએ ભવિષ્યની યોજનાઓ વિશે જણાવતા કહ્યું કે 2027 પહેલા ST નિગમ દૈનિક 30 લાખ લોકોને સેવા આપવાનું લક્ષ્ય હાંસલ કરશે. નવી બસોના ઉમેરાથી આ શક્ય બનશે અને તેનાથી 25 હજાર જેટલી નાની ગાડીઓનો લોડ ઘટશે, જેથી હાઈવે તેમજ શહેરોમાં ટ્રાફિકનું પ્રમાણ પણ નોંધપાત્ર રીતે ઘટી જશે.

ઉમેદવારોના ઘરે દિવાળી જેવો માહોલ- પ્રવીણભાઈ માળી

રાજ્ય પરિવહન મંત્રી પ્રવીણભાઈ માળીએ સમારોહમાં જણાવ્યું કે આજે તમામ ઉમેદવારોને નિમણૂક પત્ર અપાઈ રહ્યા છે અને તેમના ઘરે દિવાળી જેવો આનંદ છે. તેમણે ઉલ્લેખ કર્યો કે મુખ્યમંત્રીના હસ્તે અત્યાર સુધીમાં 45 હજારથી વધુ લોકોને નિમણૂક પત્ર અપાયા છે. મંત્રીએ નવા કર્મચારીઓને સંબોધીને કહ્યું કે આજથી તમે સૌ સરકારી કર્મચારી છો અને જાહેર સેવાના ભાગીદાર બન્યા છો.આ ભરતીથી GSRTCની સેવા વિસ્તાર વધશે અને ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં જાહેર પરિવહન વધુ સુલભ અને સુરક્ષિત બનશે. નવા કર્મચારીઓને ટૂંક સમયમાં તાલીમ આપીને ફરજ પર મુકવામાં આવશે, જેથી રાજ્યના લોકોને વધુ સારી સેવા મળી રહે. આ સમારોહે સરકારની રોજગાર અને ડિજિટલાઈઝેશનની પહેલને નવી ઊંચાઈ આપી છે.

આ પણ વાંચો- Visnagar : EDની મોટી કાર્યવાહી; પિંટૂ ભાવસારના 10.87 કરોડના શેરબજાર ફ્રોડમાં 110 કિલો ચાંદી-સોનું જપ્ત

Tags :
Advertisement

.

×